SearchBrowseAboutContactDonate
Page Preview
Page 590
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૪ ધર્મ સ્થાનગ–મહાવીર તીર્થમાં ધન્ય સાર્થવાહ કથાનક : સૂત્ર ૬૨૨ સુંસુમાને ઉપાડી ઉપાડીને રાજગૃહ નગરની બહાર નીકળ્યો, નીકળીને જ્યાં સિંહગુફા હતી ત્યાં જવા રવાના થયા. નગરરક્ષક વડે ચારનપ્રહ૬૧૯. ત્યાર પછી ધન્ય સાર્થવાહ જયાં પોતાનું ઘર હતું ત્યાં પાછો આવ્ય, આવીને પોતાનું કેટલુંય ધન, સોનું અને પુત્રી સુસુમાને હરાઈ ગયાનું જાણ્યું, જાણીને મહઈ, મૂલ્યવાન, મહાપુરુષોગ્ય ભેટ લઈને તે નગરરક્ષકો પાસે પહએ, પહોંચીને તે બહુમૂલ્ય, મહઈ, ઉચ્ચ પુરુષને આપવા લાયક ભેટ તેમની સામે ધરી અને આ પ્રમાણે કહ્યું- હે દેવાનુપ્રિયે! ચિલાત ચોર સેનાપતિ સિંહગુફા ચોરપલ્લીમાંથી અહી પાંચસો ચોરો સાથે આવીને મારા ઘરને લૂટીને કેટલુંય ધન, સોનું અને મારી પુત્રી સુસુમાને ઉપાડી ગયો છે. તે પાછો સિંહગુફામાં ગયો છે. તો હે દેવાનુપ્રિયા ! આપણે સુસુમા કન્યાને પાછી લાવવા જવું છે. હે દેવાનુપ્રિયો ! તે વિપુલ ધન, સેનું પાછું મળે તે બધું તમારું, મને મારી પુત્રી સુસુમાં જોઈએ.’ ત્યારે તે નગરરક્ષકોએ ધન્યની તે વાત સ્વીકારી, સ્વીકારીને કવચ બાંધી તે સજજ થયા યાવન્-આયુધ અને પ્રહરણ લઈને જોર જોર પૂર્વક કરાતા ઉત્કૃષ્ટ સિંહનાદના અવાજથી જાણે સમુદ્ર ખળભળી ઊઠ્યો હોય તેમ ગગનમંડળ ભરી દેતા રાજગૃહમાંથી નીકળ્યા, નીકળીને જ્યાં ચિલાત ચોરસેનાપતિ હતો ત્યાં પહોંચ્યા, ત્યાં પહોંચીને ચિલાત ચોરસેનાપતિ સાથે યુદ્ધ કરવા લાગ્યા. ત્યાર પછી તે નગરરક્ષકોએ ચિલાત ચારસેનાપતિના મોટા મોટા યોદ્ધાઓને મહાત, હત અને ઘાયલ કર્યા, તેમની ધ્વજા-પતાકાએને નાશ કર્યો અને પરાણે જીવ બચાવીને ભાગતા તેઓને ચારે દિશામાં ભગાડી દીધા. ત્યારે તે પાંચસો ચોરો નગરરક્ષકો દ્વારા હત, મહાત કરાયા તેમાંના મોટા મોટા યોદ્ધાઓ ઘાયલ થયા અને જીવ બચાવવા તે બધા ચારે દિશામાં ભાગી છૂટ્યા અને તેમણે લૂટેલું વિપુલ ધન, સુવર્ણ વગેરે ત્યાં જ પડ્યું રહ્યું. ત્યાર પછી તે નગરરક્ષકોએ તેવિપુલ ધન, સુવર્ણ વગેરે લઈ લીધું, લઈને જે તરફ રાજગૃહ નગર હતું ત્યાં પાછા ચાલ્યા. ચિલાતનુ સંસમા સાથે ચેરપલીથી ભાગવું અને સુસુમાની હત્યા૬૨૦. ત્યાર પછી તે ચિલાત નગરરક્ષકો વડે ચૌરસેનાને હત, મહાત થયેલ જોઈને તથા ઉત્તમ વીરોને ઘાયલ કરાયેલા જોઈને, ધ્વજાપતાકાઓ નષ્ટ કરાયેલ જોઈને અને જીવ બચાવવા ચોરોને ચારે દિશામાં ભાગી છૂટેલા જોઈને ભયભીત થયો, ત્રસ્ત થયા અને સુંસુમાં કન્યાને લઈને એક મોટી દુર્લદય દુસ્તર અટવીમાં ઘૂસી ગયો. તે સમયે તે ધન્ય સાર્થવાહ ચિલાતને સુંસુમાં કન્યાને લઈને અટવીમાં પ્રવેશતો જોકે, જોઈને પાંચ પુત્રો સાથે છો તે પોતે કવચબદ્ધ થઈને શસ્ત્રો સાથે તે ચિલાતના પગલે પગલે ગર્જના કરતો, પડકારો, હકાર અને ડરાવતો તેની પાછળ પાછળ ચાલ્યા ૬૨૧. ત્યારે તે ચિલાતે ધન્ય સાર્થવાહને પાંચ પુત્રો સાથે છઠ્ઠો સ્વયં શસ્ત્રસજજ થઈને પીછા કરતો આવતો જોયે, જોઈને તે હતાશ, નિર્બળ, વીર્યહીન અને પરાક્રમરહિત બની ગયો અને જયારે સુંસુમાં કન્યાને ઉપાડીને લઈ જવાની તેનામાં શક્તિ ન રહી ત્યારે થાકેલા, હારેલા, ખિન્ન થયેલા તેણે નીલકમળ, પાડાનાં શીંગડાં, અને અળસીના ફુલ જેવી કાળી ચમકતી તીક્ષ્ણ ધારવાળી તલવાર ખેંચી, તલવાર લઈને * તેણે સુમા કન્યાનું ઉત્તમાંગ–મસ્તક કાપી નાંખ્યું, કાપીને તે મસ્તક લઈને અગોચર અટવીમાં તે પેસી ગયો. ૬૨૨. ત્યાર પછી તે ચિલાત તે અગોચર અટવીમાં ભૂખતરસથી પીડાઈને માર્ગ ભૂલી જતાં સિંહગુફા ચો૨પલ્લી સુધી પહોંચી ન શક્યો અને વરચે જ મરી ગયો. નિગમને પદ૬૨૩. આ જ રીતે હે આયુષ્માન શ્રમણ ! આપણા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001952
Book TitleDharmakathanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj, Dalsukh Malvania
PublisherAgam Anuyog Prakashan
Publication Year1987
Total Pages608
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, Literature, & agam_related_other_literature
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy