SearchBrowseAboutContactDonate
Page Preview
Page 568
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૨ ધર્મકથાનુયોગ–મહાવીર તીર્થમાં જિનપાલિત-જિનરક્ષિત જ્ઞાત : સૂત્ર ૫૬૮ બદલાવવામાં સફળ ન થઈ ત્યારે પ્રાંત, ખિન્ન, કલાન્ત અને નિર્વિગ્ન થઈને જે દિશામાંથી આવી હતી તે દિશામાં પાછી ચાલી ગઈ. ત્યાર પછી તે લક યક્ષ જિનપાલિત સાથે લવણસમુદ્રની વચ્ચોવચ થઈને પસાર થયો, પસાર થઈને જયાં ચંપાનગરી હતી ત્યાં આવ્યો, આવીને ચંપાનગરીના મુખ્ય ઉદ્યાનમાં જિનપાલિતને પીઠ પરથી ઉતાર્યો, ઉતારીને આ પ્રમાણે બોલ્યો-“હે દેવાનુપ્રિય ! આ ચંપાનગરી દેખાય છે.' આમ કહીને જિનપાલિતની આજ્ઞા લીધી, આજ્ઞા લઈને જે દિશામાંથી આવ્યો હતો તે દિશામાં પાછો ફર્યો. ત્યાર પછી તે જિનપાલિતે ચંપાનગરીમાં પ્રવેશ કર્યો. પ્રવેશ કરીને જ્યાં પોતાનું ઘર હતું, જયાં માતા-પિતા હતા ત્યાં આવ્યો, આવીને તેણે રોતાં રોતાં, આક્રંદ કરતાં કરતાં, શોક કરતાં કરતાં, પરિતાપ કરતાં કરતાં, વિલાપ કરતાં કરતાં, માતાપિતાને જિનરક્ષિતના ઘાતની વાત કરી. ત્યાર પછી જિનપાલિત તથા તેનાં માતાપિતાએ મિત્રો, જ્ઞાતિજનો, સ્વજનો, સંબંધીઓ અને પરિજનો સાથે મળી રતાં રોતાં, આક્રન્દ કરતાં કરતાં, શોક કરતાં કરતાં, પરિતાપ કરતાં કરતાં, અને વિલાપ કરતાં કરતાં બધી લૌકિક મરણોત્તર ક્રિયાઓ કરી અને કાળક્રમે શોક છાડયો. ત્યાર પછી કોઈ એક વાર સુખાસને બેઠેલા જિનપાલિતને તેના માતાપિતાએ આ પ્રમાણે કહ્યું- હે પુત્ર ! જિનરક્ષિત કેવી રીતે મૃત્યુ પામ્યો ?” ત્યારે જિનપાલિકે માતાપિતાને લવણ સમુદ્રમાં પ્રવેશ, તોફાની પવનનું આવવું, વહાણ ભાંગવું, લાકડાનું પાટિયું મળવું, રત્નદ્વીપમાં પહોંચવું, રત્નદ્રીપની દેવી દ્વારા પકડાવું, ભેગ ભેગવવા, રત્નદ્રીપદેવતાનું વધસ્થાન અને શૂળી પર ચડાવેલા પુરુષનું દર્શન, શૈલક યક્ષની પીઠ પર બેસી ભાગવું, રત્નદ્રીપ દેવતા વડે ઉપસર્ગ અને જિનરક્ષિતને ઘાત, પોતાનું લવણસમુદ્ર પાર ઊતરવું, ચંપામાં આવવું અને શૈલક યક્ષનું આશા સાથે પાછા ફરવું – આદિ જે કંઈ બન્યું હતું તે જેવી રીતે બન્યું હતું તેમ જ અસંદિગ્ધપણે કહ્યું. ત્યાર પછી તે જિનપાલિત શોકરહિત યાવતુ વિપુલ ભોગો ભોગવતો રહેવા લાગ્યો. જિનપાલિતની પ્રવ્રજ્યા – પ૬૭. તે કાળે તે સમયે શ્રમણ ભગવાન મહાવીર પધાર્યા. જિનપાલિતે ધર્મ શ્રવણ કરી પ્રજા લીધી. અગિયાર અંગોનું જ્ઞાન મેળવ્યું. માસિક સંલેખના દ્વારા આત્મશુદ્ધિ કરી, સાઠ ભક્તનું અનશન કરી, કાળસમયે કાળધર્મ પામી સૌધર્મક૯૫માં દેવ રૂપે ઉત્પન્ન થયો. ત્યાં બે સાગરોપમની તેની સ્થિતિ થઈ. મહાવિદેહ ક્ષેત્રમાં જન્મ પામી સિદ્ધ થશે યાવન સર્વ દુઃખોનો અંત કરશે. એ રીતે હે આયુષ્મન શ્રમણ ! જે આપણા નિર્ગથ અથવા નિગ્રંથિની આચાર્ય કે ઉપાધ્યાય પાસે મુંડિત થઈને, ગૃહત્યાગ કરીને આનગારિક પ્રવ્રજ્યા અંગીકાર કરી, ફરી મનુષ્ય સંબંધી કામભોગની આકાંક્ષા નથી કરતા, યાચના નથી કરતા, પૃહા નથી કરતા તે આ જ ભવમાં અનેક શ્રમણ, અનેક શ્રમણીઓ, અનેક શ્રાવકો અને અનેક શ્રાવિકાઓ વડે પૂજાને પાત્ર બને છે–પાવતુચાર ગતિ રૂપી રાંસાર-કાંગારને પાર કરે છે– જેમ કે તે જિનપાલિત. ૪૩. મહાવીર-તીર્થમાં કાલાયેષિ-પુત્ર પ૬૮. તે કાળે (ભગવાન પાર્શ્વનાથના નિર્વાણથી લગભગ ૨૫૦ વર્ષ પછી)તે સમયે ભગવાન મહાવીરના શાસનકાળે) પાર્થાપત્ય (પાર્શ્વનાથની પરમ્પરાના શિષ્યાનુશિષ્ય) કાલાસ્યવેષિપુત્ર નામના અનગાર (જ્યાં ભગવાન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001952
Book TitleDharmakathanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj, Dalsukh Malvania
PublisherAgam Anuyog Prakashan
Publication Year1987
Total Pages608
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, Literature, & agam_related_other_literature
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy