SearchBrowseAboutContactDonate
Page Preview
Page 490
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૪. ધર્મ કથાનુગ–મહાવીર તીર્થમાં અર્જુન માલાકાર : સૂત્ર ૩૮૬ ત્યાર પછી શ્રેણિક રાજાએ આ વૃત્તાન્ત જાણીને કૌટુંબિક પુરુષને બોલાવ્યા, બોલાવીને તેમને આ પ્રમાણે કહ્યું – “હે દેવાનુપ્રિયા ! અર્જુન માલાકાર-પાવતુમારો મારતો ફરે છે. એટલે તમારામાંથી કોઈ કાષ્ઠ માટે, ધાસ માટે, પાણી માટે અથવા ફળફૂલાદિ માટે એક વાર પણ બહાર નીકળશો નહીં. નહીંતર તમારા શરીરનો ઘાત થશે. આવી રીતે કહીને, બીજી વાર અને ત્રીજી વાર પણ ઘોષણા કરો. અને ઘોષણા કરી તરત જ મને જાણ કરો.' ત્યારે તે કૌટુંબિક પુરુષ –યાવત્ –જાણ કરી. ભગવાનનું પદાર્પણ– ૩૮૫. તે રાજગૃહ નગરમાં સુદર્શને નામે શેઠ હતો. ને ધનધાન્ય સંપન્ન યાવન કેઈથી ય પરાભવ ન પામે તેવો સમર્થ હતો. તે સુદર્શન શ્રમણોપાસક (શ્રાવક) પણ હતે–તે જીવાજીવ તત્ત્વનો જાણકાર હતયાવહૂ-રહેતો હતો. તે કાળે તે સમયે શ્રમણ ભગવાન મહાવીર અનુક્રમે વિહાર કરતા કરતા ગ્રામાનુગામ ફરતા ફરતા, સુખપૂર્વક વિહાર કરતા કરતા જ્યાં રાજગૃહ નગર હતું, જ્યાં ગુણશિલક રચૈત્ય હતું ત્યાં પધાર્યા, પધારીને યથાયોગ્ય અવગ્રહ લઈને સંયમ અને તપથી આત્માને ભાવિત કરતા વિચારવા લાગ્યા. ત્યારે રાજગૃહ નગરના શૃંગાટક, ત્રિકો, ચતુષ્કો, ચતૂરો, ચતુર્મુખો, રાજમાર્ગો અને સામાન્ય માર્ગોમાં અનેક લોકો અન્યોન્યને આ પ્રમાણે કહેવા લાગ્યા–પાવતુ–‘તેમના દર્શન અને તેમના પ્રરૂપણ કરેલા ધર્મના વિશાળ અર્થને મેળવવાની તો વાત જ શું કરવી?” સુદર્શનનું વંદનાથે ગમન૩૮૬. ત્યારે બહુજન પાસેથી આ સમાચાર સાંભળી અને જાણીને તે સુદર્શનના મનમાં આવે અધ્યવસાય, વિચાર, મનોરથ, સંકલ્પ ઉત્પન્ન થયો– આ રીતે શ્રમણ ભગવાન મહાવીરભાવ-વિચરી રહ્યા છે. તે હું જઈને શ્રમણ ભગવાન મહાવીરને વંદન કરું'-આમ વિચાર કર્યો, વિચાર કરીને જ્યાં પોતાનાં માતા-પિતા હતાં ત્યાં આવ્યો, આવીને બે હાથ જોડી મસ્તક સમીપે અંજલિ રચી આ પ્રમાણે બોલ્યા હે માતા-પિતા ! શ્રમણ ભગવાન મહાવીરવાવનુ-વિચારી રહ્યા છે. એટલે હું જાઉં અને શ્રમણ ભગવાન મહાવીરને વંદન કરું, નમન કરું, તેમનું સન્માન-બહુમાન કર્યું અને કલ્યાણરૂપ મંગળકારી દેવ અને ચૈત્યરૂપ એવા તેઓની પર્પપાસના કરું. આવી મારી ઇચ્છા છે.” ત્યારે માતા-પિતાએ સુદર્શન શેઠને આ પ્રમાણે કહ્યું- હે પુત્ર! મુદ્દગરપાણિ યક્ષ જેના શરીરમાં પ્રવેશ્યો છે તે અર્જુન માલાકાર રાજગૃહ નગરની બહાર ચારે બાજુ રોજ એક સ્ત્રી સહિત સાત જણને મારતો ફરી રહ્યો છે. એટલા માટે હે પુત્ર! શ્રમણ ભગવાન મહાવીરને વંદન કરવા નું નગર બહાર ન જા, નહી તો તારા શરીરની હાનિ કદાચ થશે. આથી તું અહી જ રહીને શ્રમણ ભગવાન મહાવીરને વંદન કરી લે.” ત્યારે તે સુદર્શન શેઠે માતા-પિતાને આ પ્રમાણે કહ્યું- હે માતા-પિતા ! જયારે શ્રમણ ભગવાન મહાવીર અહીં પધાર્યા છે–ચાવતુઅહીં રહીને કેવી રીતે વંદન કરું? એટલે હે માતા-પિતા ! આપની આજ્ઞા લઈને હું શ્રમણ ભગવાન મહાવીરને વંદન કરવા જવા ઇચ્છું છું.' ત્યાર પછી માતા-પિતા જ્યારે તે સુદર્શનને અનેક રીતે આજ્ઞાપના, પ્રજ્ઞા પના, સંજ્ઞાપના કે વિજ્ઞાપના વડે, વાત કરવામાં, પ્રતિપાદન કરવામાં, સમજાવવામાં કે વિનવવા-મનાવવામાં સફળ ન થયા ત્યારે આ પ્રમાણે બોલ્યા--'હે દેવાનુપ્રિય ! જેમ તને સુખ થાય તેમ કર. સત્કાર્યમાં વિલંબ કરીશ નહીં' ત્યાર પછી માતા-પિતાની આશા લઈને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001952
Book TitleDharmakathanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj, Dalsukh Malvania
PublisherAgam Anuyog Prakashan
Publication Year1987
Total Pages608
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, Literature, & agam_related_other_literature
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy