SearchBrowseAboutContactDonate
Page Preview
Page 455
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મકથાનુયોગ–મહાવીર તીર્થ માં મેઘકુમાર શ્રમણ : સૂત્ર ૩૦૨ હોય, ઉદ્યાનો કાયલોના મધુર અવાજથી વ્યાપ્ત બન્યા હોય અને રક્ત ઇન્દ્રગોપ નામક જંતુઓના સહજ કરુણ વિલાપોથી તથા દેડકાઓના પ્રલંબ અવાજથી ભરાઈ ગયા હોય. (રત્નવિશેષ) જેવા, શંખ, ચન્દ્ર, કુંદપુષ્પ, ચોખાના લોટના ઢગલા જેવા શ્વેતવર્ણના, ચિકુર (પીળા રંગનું દ્રવ્યવિશેષ) હરતાલના ટુકડા, ચંપાનાં ફૂલ, શણનાં ફૂલ, કરંટ પુષ્પ, સરસવનાં ફૂલ, પદ્મરાજ જેવા પીળા વર્ણના લાખનો રસ, સરસ રક્ત, કેસૂડાનાં ફૂલ, જાસુદનાં ફૂલ, બંધુજીવ પુષ્પ, ઉત્તમ જાતિને હિંગળક, સરસ કંકુ, બકરા અને સસલાનું રક્ત અને ઇન્દ્રગાય સમાન લાલ વર્ણના; મયૂર, નીલમણિ, ગુલિકા, પોપટની પાંખ, ચાસ પક્ષીનાં પીંછા, ભ્રમરની પાંખ, સાસક વૃક્ષ, નીલકમળ સમૂહ, નવ શિરીષપુષ્પ, રિષ્ટ્ર રત્ન, ભ્રમરસમૂહ, ભેસના સીંગની અંદરનો ભાગ અને કાજળની જેવા કાળા વર્ણના વાદળો આકાશમાં ચારે બાજુ પ્રસરી રહ્યા હોય, ચાલી રહ્યા હોય, ઊંચા ચડી રહ્યા હોય, ગજી રહ્યા હોય, વીજળી ચમકાવી રહ્યા હોય, ઝરમર વરસી રહ્યા હોય, ગડગડાટ કરી રહ્યા હોય, વાયુના કારણે ચંચળ વાદળો વિપુલ આકાશમાં આમતેમ ધૂમી રહ્યા હોય, પ્રચંડ વાયુવેગથી અથડાઈને અને સ્કૂલિત થઈ નિરંતર નિર્મળ શ્રેષ્ઠ જળધારાઓ વરસાવતા હોય, નિરંતર જળધારાથી ભૂમિતળ ભીંજાઈને શીતળ બન્યું હોય, પૃથ્વીએ લીલા ઘાસનો કંચુક ધારણ કર્યો હોય, વૃક્ષાવલિ નવપલ્લવાથી શોભિત બની ગઈ હોય, વેલીઓનો સમૂહ વિસ્તરી રહ્યો હોય, ઉન્નત પર્વતો અને નદો સૌભાગ્ય પામ્યા હોય (વનસ્પતિ અને જળથી સમૃદ્ધ બન્યા હોય), વૈભારગિરિના પ્રપાતો અને ઝરણા તટ છોડીને ઉન્મુક્તપણે વહેતાં હોય, વેગથી દોડતી ગિરિનદીઓમાં ફીણથી યુક્ત મલિનજળ વહેતું હોય, ઉપવનોમાં સર્જ, અર્જુન, નીમ, કુટજ, કંદલ અને શિલિંધ ખીલ્યા હોય, મેધોનાં ગર્જનથી હુષ્ટ, તુષ્ટ બની હર્ષવશાત્ મધૂરો મુક્તકંઠે કેકારવ કરતા હોય, ઋતુના કારણે ઉત્પન્ન થયેલા મદથી તરુણ મયૂરી નાચી રહી હોય, ઉપવનો શિલિંધ્ર, કુટજ,કંદલ, કદ બની નવસુરભિ ફેલાવી રહ્યા પુષ્પરસલુબ્ધ મદોન્મત્ત ભ્રમર ભ્રમરીએના સમૂહ ગુંજારવ કરતાં ઉપવન પ્રદેશોમાં એકત્રિત થઈ રહ્યા હોય, ચંદ્ર, સૂર્ય અને તારાગણ મેઘાથી ઘેરાઈ જવાને કારણે આકાશ શ્યામ વર્ણનું બની ગયું હોય, તેમાં ઇન્દ્રધ્વજ રૂપી ધ્વજપટ ફરકી રહ્યો હોય અને ઊડતા બગલાઓની હારથી મેઘવંદની શોભા વધી રહી હોય, કારંડક, ચક્રવાક અને રાજહંસો [ જેમાં માનસરોવર જવા | ઉસુક બન્યા હોય એવી વર્ષાઋતુમાં – સ્નાન કરીને, બલિકમ કરીને, કૌતુક મંગળ કરીને, પગમાં ઉત્તમ નૂપુર ધારણ કરે છે, કમરમાં કટિમેખલા પહેરે છે, વક્ષ:સ્થળ પર હાર, હાથોમાં કડાં, આંગળી માં અંગૂઠીઓ પહેરે છે, પોતાના બાહુઓને ચિત્રવિચિત્ર ઉત્તમ વલયોથી ભિત કરે છે, કાનનાં કુંડળોથી તેમનાં મુખ ચમકી ઊઠે છે, શરીર શોભા રત્નોથી દીપી ઊઠે છે, તેમણે નાસિકાના નિશ્વાસથી ઊડી જાય તેવા, નયનાકર્ષક, ઉત્તમ રંગ અને સ્પર્શવાળા, ઘોડાની લાળના તારથીય કોમળ અને હલકા, જેની કિનાર સુવર્ણતાર (ઝરી)થી ભરેલી હોય એવા, આકાશ અને સ્ફટિક જેવા પારદર્શક ચમકતા એવા ઉત્તમ સુકોમળ ઉત્તરીય વસ્ત્રો પહેરીને, સર્વ ઋતુનાં પુષ્પોની કોષ્ઠ સુગંધિત માળાઓ કંઠમાં ધારણ કરીને, કાલાગરુના ધૂપથી સુગંધિત અને શ્રી સમાન વેશ ધારણ કરીને, સેચનક ગંધહસ્તી-રત્ન પર સવાર થઈને, કોરેંટ પુષ્પની માળાવાળું છત્ર ધારણ કરીને, ચંદ્ર જેવી પ્રભાવાળા વજી અને વૈદૂર્યરત્નના નિર્મળ દંડવાળા તથા શંખ, કુન્દપુષ્પ, ઝાકળ અને અમૃતમંથનમાંથી નીકળેલ ફીણના સમૂહ જેવા ચાર ઉજજવળ ચામરો જેને વીંઝવામાં આવી રહ્યા છે તેવી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001952
Book TitleDharmakathanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj, Dalsukh Malvania
PublisherAgam Anuyog Prakashan
Publication Year1987
Total Pages608
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, Literature, & agam_related_other_literature
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy