SearchBrowseAboutContactDonate
Page Preview
Page 447
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મકથાનુયોગ–આર્દકને અન્ય તીથિકો સાથે વાદ : સૂત્ર ૨૮૩ વર્ષભરમાં પણ એક એક પ્રાણીને મારે તે અનાર્ય જ કહેવાય. એવા પુરુષને કેવળ જ્ઞાનની પ્રાપ્તિ થતી નથી. (૫૪). તત્ત્વદર્શી ભગવાનની આજ્ઞાથી આવા શાંતિમય ધર્મ અંગીકાર કરીને એમાં સમ્યકુ રીતે સ્થિર થઈને બન્ને કારણો દ્વારા મિથ્યાત્વની નિંદા કરતો પુરુષ સ્વપરની રક્ષા કરે છે. મહાદુસ્તર સમુદ્રની જેવા સંસાર સાગરને પાર કરવા માટે વિવેકશીલ પુરુષોએ ધર્મનું આચરણ કરવું જોઈએ. (૫૫) – એમ હું કહું છું. મત અનુસાર સુભગ-દુભગ આદિ ભેદ નથી થઈ શકતા તથા જીવનું પોતાના કર્મથી પ્રેરિત થઈને વિવિધ ગતિઓમાં આવાગમન પણ સિદ્ધ નથી થતું, અને બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્રરૂપ ભેદ પણ સિદ્ધ નથી થતો. એ જ રીતે કીટ, પતંગ, સરીસૃપ આદિ ગતિઓ પણ સિદ્ધ નથી થતી અને મનુષ્ય તથા દેવતા આદિ ગતિઓનો ભેદ પણ સિદ્ધ નથી થતો. (૪૮) આ લોકને કેવળજ્ઞાન દ્વારા જાણ્યા વિના જે અજ્ઞાની ધર્મનો ઉપદેશ કરે છે તે પોતાની જાતે નષ્ટ થઈ બીજાને પણ અપાર ભયંકર સંસારમાં નષ્ટ કરે છે. (૪૯) પરંતુ જે સમાધિયુક્ત પુરુષે પૂર્ણ કેવળ- જ્ઞાન દ્વારા આલોકને સમ્યફ રીતે જાણે છે અને સાચા ધર્મનો ઉપદેશ કરે છે તેવા પાપરહિત થયેલા પુરુષો પોતાને અને બીજાઓને પણ સંસાર સાગર પાર કરાવે છે. (૫૦) આ લેકમાં જે પુરુષ નિંદનીય આચરણ કરે છે અને જે પુરુષો ઉત્તમ આચરણ કરે છે તે બનેનાં અનુષ્ઠાનોને અન્ન માણસો ઇચ્છાપૂર્વક સમાન બતાવે છે. અથવા શુભ અનુષ્ઠાન કરનારને અશુભઆચરણ કરનારા તરીકે અને અશુભ અનુષ્ઠાન કરનારને શુભ આચરણ કરનાર તરીકે–એવી રીતે વિપરીત નિરૂપણ કરે છે. (૫૧) હસ્તિતાપસ દ્વારા સ્વમત-ન૨૮૩. અમે શેષ જીવની દયાને ખાતર વર્ષ ભરમાં માત્ર એક જ વાર બાણ દ્વારા એક જ હાથીને મારીને તેના માંસથી વર્ષ સુધી નિર્વાહ કરીએ છીએ. પર) આર્દકનું ઉત્તર વચન– વર્ષભરમાં એક જ પ્રાણીને મારનાર પુરુષ પણ દોષરહિત નથી. કેમ કે, તો પછી બાકીના જીવેને ઘાત કરનાર એવા ગૃહસ્થને પણ દોષરહિત કેમ ન માનવા? (૫૩) જે પુરુષ શ્રમણોના વ્રતમાં સ્થિર થઈને ૧૯, મહાવીર તીર્થમાં અતિમુક્તક કુમાર શ્રમણ પલાસપુરના રાજાને કુમાર અતિમુક્તક૨૮૪. તે કાળે તે સમયે પોલાસપુર નામનું નગર હતું. તેમાં શ્રીવન નામનું ઉદ્યાન હતું. તે પોલાસપુર નગરમાં વિજય નામને રાજા રહેતા હતો. તે વિજય રાજાની શ્રીદેવી નામની રાણી હતી.-વર્ણન. તે વિજય રાજાનો પુત્ર અને શ્રીદેવીનો આત્મજ અતિમુક્તક નામનો કુમાર હતો—જેના હાથ-પગ આદિ અંગોપાંગ સુકોમળ હતાં. ગૌતમની ભિક્ષાચર્યા– ૨૮૫. તે કાળે તે સમયે શ્રમણ ભગવાન મહાવીર થાવત્ શ્રીવન ઉદ્યાનમાં પદાર્પણ કર્યું અને યથાયોગ્ય અવગ્રહને ધારણ કરી સંયમ અને તપ દ્વારા આત્માને ભાવિત કરતા વિચરવા લાગ્યા. તે કાળે તે સમયે શ્રમણ ભગવાન મહાવીરના જયેષ્ઠ અનેવાસી ઇન્દ્રભૂતિ અનગાર-વાવ-પોલાસપુર નગરમાં ઉચ્ચ-નીચમધ્યમ કુળોમાં ગૃહ-સામુદાયિક ભિક્ષાચર્યા માટે ફરવા લાગ્યા. ગૌતમ અતિમુક્તક કુમાર-સંવાદ– ૨૮૬ તે સમયે કુમાર અતિમુક્તક સ્નાન કરી-વાવ સર્વ અલંકારોને ધારણ કરી ઘણા છોકરાછોકરીઓ અને બાલક–બાલિકાઓ અને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001952
Book TitleDharmakathanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj, Dalsukh Malvania
PublisherAgam Anuyog Prakashan
Publication Year1987
Total Pages608
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, Literature, & agam_related_other_literature
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy