SearchBrowseAboutContactDonate
Page Preview
Page 347
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મકથાનુયાગ-ભરત ચક્રવતી-ચરિત્ર: સૂત્ર ૫૮૨ માળાએ શાભી રહી છે તેવા, ઉત્તમ નત કો અને નિકાએ તથા ઉત્તમ સ્ત્રીઓના સમૂહથી ઘેરાયેલ, સર્વ પ્રકારની વનસ્પતિ, સ પ્રકારનાં રત્ના તથા સર્વ સભાઓથી સંપન્ન, જેના સર્વાં મનારથ સંપૂર્ણ થયા છે તેવા, જેણે પાતાના શત્રુઓના માનનુ મન કયું છે તેવા, પૂર્વ જન્મમાં કરેલ તપના પ્રભાવે વિશિષ્ટ પુણ્યાપાર્જનના લીધે મેળવેલા માનુષી સુખભાગા ભાગવતા ભરત નામે તે રાજા રહેવા લાગ્યા. ભરતને આદશ (દણ)ગૃહમાં કેવળજ્ઞાન— ૫૮૨. ત્યાર પછી કોઈ એક વાર ભરત રાજા જ્યાં સ્નાનગૃહ હતુ ં ત્યાં ગયા, જઈને-યાવ-ચન્દ્ર સમાન પ્રિયદર્શીન નરપતિ સ્નાનગૃહમાંથી બહાર નીકળ્યા, બહાર નીકળી જ્યાં આદર્શગૃહ(દણગૃહ અર્થાત્ અરીસાઓની વિવિધ રચનાએ જયાં કરવામાં આવેલ તેવુ' ગૃહ) હતું ત્યાં ગયા, ત્યાં જઈને ઉત્તમ સિંહાસન પર પૂર્વાભિમુખ થઈને બેઠા, બેસીને દપ ણામાં પેાતાની શરીરશાભા જોવા લાગ્યા. ત્યાર પછી પોતાની જાતને જોતા જોતા શુભ માનસિક પરિણામા, પ્રશસ્ત અધ્યવસાયા (ભાવા) દ્વારા વિશુદ્ધ થતી જતી લેશ્યાએના ફળસ્વરૂપે આત્મનિરીક્ષણ કરતાં કરતાં આત્મગુણાનાં આચ્છાદક કર્મના ક્ષય થવાથી ક રૂપી રજને દૂર કરનાર અપૂર્વકરણ નામક ભૂમિકામાં પ્રવેશેલા તે ભરત રાજાને અનંત અનુત્તર, સર્વાંત્કૃષ્ટ, નિરાબાધ, નિરાવરણ, સકળ, પ્રતિપૂર્ણ એવા ઉત્તમ કેવળજ્ઞાન-કેવળ દર્શનની પ્રાપ્તિ થઈ. ભરતનું અષ્ટાપદગમન અને નિર્વાણ— ૫૮૩. કેવળજ્ઞાન—દર્શન ઉત્પન્ન થયા બાદ તે ભરત કેવળીએ શરીર પર ધારણ કરેલાં સઘળાં આભરણ-અલકારો ઉતારી દીધાં, આભૂષણા ઉતારીને પાતાની મેળે જ પંચમુષ્ટિક કેશલાચ કર્યા, લાચ કરીને તે આદર્શ ગૃહમાંથી બહાર નીકળ્યા, બહાર નીકળીને અંત:પુરની વચ્ચેા Jain Education International ૧૪૧ વચ્ચે થઈને પસાર થયા, પસાર થઈને દશ હજાર રાજાએથી વી'ટળાયેલા તેવિનીના રાજધાનીની વચ્ચેાવચ્ચ થઈને બહાર નીકળ્યા, નીકળીને મધ્યદેશમાં (કોશલદેશમાં) સુખપૂર્વક વિહરવા લાગ્યા, વિહાર કરતા કરતા જાં અષ્ટાપદ પર્યંત હતા ત્યાં આવ્યા, આવીને ધીરે ધીરે અષ્ટાપદ પર્વત પર ચડયા, ચડીને મેઘસમૂહ જેવા શ્યામ અને દેવાના વાસસ્થાન જેવા એક શિલાપટ્ટની પ્રતિલેખના કરી (તેમાં કોઈ જીવજંતુ તા નથીને તેનું સૂક્ષ્મ નિરીક્ષણ કર્યું`), પ્રતિલેખના કરી સ’લેખના વ્રત ધારણ કરી, આહાર-પાણીના સથા ત્યાગ કરી, પાદાપગમન (અનશન-વિશેષ) કરી સવ પ્રકારની શંકા-આકાંક્ષાઓના ત્યાગ કરી રહેવા લાગ્યા. ૫૮૪, ત્યાર બાદ સત્યેાતેર લાખ પૂર્વ વર્ષ કુમારાવસ્થામાં રહી, બાદ એક હજાર વ` માંડલિક રાજારૂપે રહી, છ લાખ પૂર્વ વર્ષોંમાં એક હજાર આછાં એટલાં વર્ષોં ચક્રવતી પદ ભાગવી, એ પ્રમાણે કુલ ત્યાસી લાખ પૂર્વ વ ગૃહસ્થા- વાસમાં રહી અને એક લાખ પૂર્વ વ માં કંઈક ઓછાં એટલાં વર્ષોં સુધી કેવળીપર્યાય પાળી અને એટલા જ સમય સુધી શ્રમણ પર્યાય પાળી, એ રીતે કુલ ચોરાશી લાખ પૃ વર્ષનું સર્વાયુ ભાગવી એક માસના નિર્જળ અનશત તપપૂર્વક શ્રવણ નક્ષત્રમાં ચંદ્રના યાગ થતાં જ વેદનીય, આયુ, નામ અને ગાત્ર એ ચાર કર્મા ક્ષીણ થતાં ભરત કેવળી કાળધમ પામ્યા, આ સ`સારના પાર પામ્યા, સ પ્રકારે જન્મ, જરા, મરણનાં બંધના તાડીને સિદ્ધ, બુદ્ધ, મુક્ત, પરિનિવૃત્ત (પરિનિર્વાણને પ્રાપ્ત) તથા અંતકૃત (સંસારના અંત કરનાર) અને સં દુ:ખાથી રહિત થયા. આ રીતે ભરત ચક્રવતી નુ` ચરિત્ર સમાપ્ત થયું. સાર્વભૌમ ચક્રવતી ભરત રાજાની પછી આઠ યુગપ્રધાન પુરુષ અનુક્રમે વ્યવધાનરહિત For Private Personal Use Only www.jainelibrary.org
SR No.001952
Book TitleDharmakathanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj, Dalsukh Malvania
PublisherAgam Anuyog Prakashan
Publication Year1987
Total Pages608
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, Literature, & agam_related_other_literature
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy