SearchBrowseAboutContactDonate
Page Preview
Page 264
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મકથાનુગ–પા-ચરિત્રઃ સૂત્ર રપ૭ તન ક્ષીણ થઈ ગયા પછી અને આ દુ:૫માસુષમા નામની અવસર્પિણી ઘણી વીતી ગયા પછી, જ્યારે જે તે ગ્રીષ્મવાતુનો ચોથો માસ, આઠમે પક્ષ એટલે અષાડનો શુકલ પક્ષ આવ્યો ત્યારે તે અષાડ સુદ આઠમના દિવસે ઉજિજત શૈલશિખર ઉપર તેમણે બીજા પાંચસો ને છત્રીશ અનગારો સાથે પાણી વગરનું માસિકભક્ત તપ તપ્યું, તે સમયે ચિત્રાનક્ષત્રનો યોગ થતાં રાતનો પૂર્વ ભાગ અને પાછલો ભાગ જોડાતો હતો તે સમયે મધરાતે, નિષદ્યામાં રહેલા અર્થાત્ બેઠાબેઠા અરહંત અરિષ્ટનેમિ કાલગત થયા-પાવત્ સર્વ દુઃખોથી તદ્દન છૂટા થયા. અરિષ્ટનેમિ ચરિત્ર સમાપ્ત ૫. પાર્થ–ચરિત્ર કિલ્યાણક૨૫૩. તે કાલે તે સમયે પુરુષાદાનીય પાર્થ અરહંત પંચ વિશાખાવાળા હતા. આ પ્રમાણે૧. (પાર્શ્વ અરહંત) વિશાખા નક્ષત્રમાં ચવ્યા, ચવીને ગર્ભમાં આવ્યા. ૨. વિશાખા નક્ષત્રમાં જન્મ પામ્યા. ૩, વિશાખા નક્ષત્રમાં મુંડિત થઈને પરથી બહાર નીકળી તેમણે અનગારની દશાને સ્વીકારી. ૪. વિશાખા નક્ષત્રમાં તેમને અનંત, ઉત્ત ત્તમ, વ્યાઘાત વગરનું, આવરણ વગરનું, સકલ, પ્રતિપૂર્ણ એવું ઉત્તમ કેવળજ્ઞાનદર્શન પેદા થયું. ૫. ભગવાન પાર્શ્વ વિશાખા નક્ષત્રમાં નિર્વાણ પામ્યા. : ગર્ભાવતરણ – ૨૫૪. તે કાલે તે સમયે પુરુષાદાનીય પાર્થ અરહંત, જે તે ગ્રીષ્મઋતુનો પ્રથમ માસ, પ્રથમ પક્ષ અર્થાત્ ચૈત્ર મહિનાનો કૃષ્ણ પક્ષનો સમય આવ્યો ત્યારે તે ચૈત્ર વદ ચોથના દિવસે વીશ સાગરોપમની આયુષ્ય-મર્યાદાવાળા પ્રાણી નામના ક૯પ-સ્વર્ગમાંથી આયુષ્ય-મર્યાદા પૂરી થતાં દિવ્ય આહાર, દિવ્ય જન્મ અને દિવ્ય શરીર છૂટી જતાં તરત જ ચવીને અહીં જ જંબુદ્વીપ નામના દ્વીપમાં ભારતવર્ષમાં વારાહસી નગરીમાં અશ્વસેન રાજાની રાણી વામાદેવીની કુક્ષિમાં, રાતને પૂર્વ ભાગ અને પાછલો ભાગ જોડાતો હતો એ સમયે-મધરાતે વિશાખા નક્ષત્રનો યોગ થતાં ગર્ભપણે ઉત્પન્ન થયા. . ૨૫૫. પુરુષાદાનીય અરિહંત પાર્થ ત્રણ જ્ઞાનથી યુક્ત પણ હતા, તે જેમકે : “હું ચવીશ” એમ તે જાણે છે. ઇત્યાદિ બધું આગળ ભગવાન મહાવીરના પ્રકરણમાં આવેલા પ્રદર્શનના વર્ણનને લગતા તે જ પાઠ વડે કહેવું-પાવ-માતાએ પોતાના ઘરમાં પ્રવેશ કર્યો’ વાવનું ‘માના સુખપૂર્વક તે ગર્ભ ધારણ કરે છે.' જન્માદિ– ૨૫૬. તે કાળે સમયે જે હેમંત ઋતુનો બીજો માસ, ત્રીજો પક્ષ અને પોષ મહિનાનો કૃષ્ણ પક્ષનો સમય આવ્યો ત્યારે તે પોષ વદ દશમના દિવસે નવ માસ બરાબર પૂરા થયા પછી અને તેની ઉપર સાડાસાત રાતદિવસ વીતી ગયા પછી રાતનો પૂર્વભાગ તથા પાછલો ભાગ જોડાતે હતો તે સમયે-મધરાતે-વિશાખા નક્ષત્રનો યોગ થતાં, આરોગ્યવાળી માતાએ આરોગ્યપૂર્વક પુરુષાદાનીય અરિહંત પાર્થ નામના પુત્રને જન્મ આપ્યો. બાકી બધું વર્ણન ભગવાન મહાવીરના પ્રકરણમાં આવ્યા પ્રમાણે જ કહેવું. વિશેષમાં આ સ્થળે બધે “પાર્થ” ભગવાનનું નામ લઈને તે પાઠ વડે બધી હકીકત કહેવી-ચાવતુ-“તેથી કરીને કુમારનું નામ “પાશ્વ હો.’ પ્રવજ્યા૨૫૭. પુરુષાદાનીય અરહંત પાર્થ દક્ષ હતા, દક્ષ પ્રતિજ્ઞાવાળા, ઉત્તમ રૂપવાળા, સર્વ ગુણોથી યુક્ત, ભદ્ર અને વિનયવાળા હતા. તેઓ એ For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.001952
Book TitleDharmakathanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj, Dalsukh Malvania
PublisherAgam Anuyog Prakashan
Publication Year1987
Total Pages608
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, Literature, & agam_related_other_literature
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy