SearchBrowseAboutContactDonate
Page Preview
Page 707
Loading...
Download File
Download File
Page Text
________________ सत्तू य इइ के वुत्ते ? केसी गोयममब्बवी। तओ केसिं बुवंतं तु, गोयमो इणमब्बवी ॥३७॥ एगप्पा अजिए सत्तू, कसाया इन्दियाणि य । ते जिणित्तु जहानायं, विहरामि अहं मुणी ! ॥३८॥ साहु गोयम ! पन्ना ते, छिन्नो मे संसओ इमो। अन्नो वि संसओ मझं, तं मे कहसु गोयमा ॥३९॥ दीसन्ति बहवे लोए, पासबद्धा सरीरिणो। मुक्कपासो लहुब्भूओ, कहं तं विहरसी मुणी ॥४०॥ ते पासे सब्वसो छित्ता, निहन्तुण उवायओ। मुक्कपासो लहुब्भूओ, विहरामि अहं मुणी ॥४१॥ पासा य इह के वुत्ता ? केसी गोयममब्बवी। केसिमेवं बुवंतं तु, गोयमो इणमब्बवी ॥४२॥ (કેશીકુમાર શ્રમણ-) "ગૌતમ (૧-૫-૧૦) શત્રુ કોને કહેવામાં આવે છે ?” આ પ્રમાણે કેશીએ ગૌતમને પૂછયું. ત્યારે ગૌતમે આ પ્રમાણે કહ્યું - (ગણધર ગૌતમ-) "હે મુનિવર ! એક ન જીતેલી આત્મા શત્રુ છે. કષાય (ચાર) અને ઈન્દ્રિયો (પાંચ)ન જીતવાથી શત્રુ છે. તેમને જીતી મેં (શાસ્ત્રોક્ત) નીતિના અનુસાર અપ્રતિબદ્ધ થઈ વિહાર કરું છું.” (કેશીકમાર શ્રમણ-) "હે ગૌતમ ! આપની પ્રજ્ઞાસમીચીન છે. (કારણ કે, આપે મારી આ શંકા દૂર કરી(પરંતુ)મારી એક શંકા હજી છે. હેગૌતમ!વિષયમાં પણ મને બતાવો.” “આ લોકમાં ઘણા શરીરધારી જીવ પાશો (બંધનોથી બદ્ધ દેખાઈ રહ્યા છે. હે મુને ! આપ બંધનથી મુક્ત અને લઘુભૂત (હલ્કા) થઈ કેવી રીતે વિચરણ કરો છો ?” (ગણધર ગૌતમ-) હે મુને ! મેં તે પાશો (બંધનો)ને બધી રીતે દૂર કરી ઉપાયો દ્વારા વિનષ્ટ કરી બંધનમુક્ત અને લઘુભૂત થઈ વિચરણ કરું છું.” (કેશીકુમાર શ્રમણ-) હે ગૌતમ! પાશ (બંધન) કોને કહેવામાં આવે છે ?” (આ પ્રમાણે) કેશીએ ગૌતમને પૂછયું. તેમના પૂછવાથી ગૌતમે આ પ્રમાણે કહ્યું - (ગણધર ગૌતમ-)તીવ્ર રાગ-દ્વેષ અને સ્નેહ ભયંકર પાશ (બંધન) છે. તેને શાસ્ત્રોક્ત) ધર્મનીતિના અનુસાર દૂર કરી હું ક્રમાનુસાર વિચરણ કરું છું.” (કેશીકુમાર શ્રમણ-) ગૌતમ ! આપની પ્રજ્ઞા સુંદર છે. આપે મારી શંકા દૂર કરી, પરંતુ હે ગૌતમ ! મારી એક બીજી શંકા હજી પણ છે તે વિષયમાં પણ મને કહો.” હે ગૌતમ ! હૃદયના અંદર ઉત્પન્ન એક લતા ફેલાઈ રહી છે. જે ભક્ષણ કરવાથી વિષ તુલ્ય ફળ આપે છે. આપે આ (વિષવેલ)ને કેવી રીતે ઉખાડી ? (ગણધર ગૌતમ-) "તે લતાને સર્વથા કાપી અને જડથી ઉખાડી હું નીતિના અનુસાર વિચરણ કરું છું. માટે હું તેના વિષફળ ખાવાથી મુક્ત છું.” કેશીએ ગૌતમને પૂછયું – “લતા આપ કોને કહો છો ?” કેશીના આ પ્રમાણે પૂછવાથી ગૌતમે આ પ્રમાણે કહ્યું - (ગણધર ગૌતમ-) "ભવતૃષ્ણા (સાંસારિક તૃષ્ણા લાલસા) ને જ ભયંકર લતા કહેવામાં આવી છે. તેમાં જ ભયંકર વિપાકવાળા ફળ લાગે છે. હે મહામુને ! મેં મુળથી તેને ઉખાડીને (શાસ્ત્રોક્ત) નીતિના અનુસાર વિચરણ કરું છું.” रागद्दोसादओ तिव्वा, नेहपासा भयंकरा। ते छिन्दित्तु जहानायं, विहरामि जहक्कम ॥४३॥ साहु गोयम ! पन्ना ते, छिन्नो मे संसओ इमो। अन्नो वि संसओ मज्झं, तं मे कहसु गोयमा ॥४४॥ अन्तोहियय-संभूया, लया चिट्रइ गोयमा । फलेइ विसभक्खीणि, सा उ उद्धरिया कहं ॥४५॥ तं लयं सवओ छित्ता, उद्धरित्ता समूलियं । विहरामि जहानायं, मुक्को मि विसभक्खणं ॥४६॥ लया य इह का वुत्ता? केसी गोयममब्बवी। केसिमेवं बुवंतं तु, गोयमो इणमब्बवी ॥४७॥ भवतण्हा लया वुत्ता, भीमा भीमफलोदया। तमुद्धरित्तु जहानायं, विहरामि महामणी ॥४८॥ Jain Education International P-112 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001951
Book TitleDravyanuyoga Part 4
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2004
Total Pages814
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_related_other_literature
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy