SearchBrowseAboutContactDonate
Page Preview
Page 226
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪ ] [ स्वोपक्षवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते કારણ કે અન્ય દ્રવ્યના સંપર્કથી લેશ્યાઓના પરિણામ બદલાઈ જવાનું (શાસ્ત્રોમાં કહેલું છે. આ વિષે પ્રજ્ઞાપનાસૂત્ર (૧૭ મા પદમાં પાંચમા ઉદ્દેશા)માં આ પ્રમાણે કહેલું છે – હે ભગવંત! કૃષ્ણ લેસ્યાનાં દ્રવ્ય નીલ વેશ્યાનાં દ્રવ્યોને પામીને, અર્થાત નીલ લેગ્યાનાં દ્રવ્યો સાથે અતિ નિકટનો સંબંધ પામીને તે નીલ ગ્લેશ્યાનાં દ્રવ્યના સ્વભાવ૫ણે, વર્ણપણે, ગંધપણે, રસપણે, વારંવાર પરિણમતાં નથી ? હે ગૌતમ ! કૃષ્ણ લેશ્યાનાં દ્રવ્યની અતિનજીકમાં નલલેશ્યાનાં દ્રવ્યો હોય ત્યારે કૃષ્ણ લેશ્યાનાં દ્રવ્ય નીલ લેસ્થાનાં દ્રવ્યોના સ્વભાવપણે, વર્ણપણે, ગંધપણે અને રસપણે વારંવાર પરિણમતાં નથી.” (પ્રશ્ન:-જે આ પ્રમાણે પરિણામ ન પામે તે સાતમી નારકીમાં સમ્યક્ત્વની પ્રાપ્તિ શી રીતે થાય ? કારણકે સમ્યફવની પ્રાપ્તિ તો તેજલેશ્યા આદિના પરિણામમાં થાય છે અને સાતમી નરકમાં તે (અવસ્થિત) કૃષ્ણ લેગ્યા હોય છે, તથા ભાવપરાવર્તનથી દેવ-નારકોને પણ છ લેશ્યા હોય છે” એ વચન પણ કેવી રીતે ઘટે? કારણકે અન્ય દ્રવ્યલેશ્યાના સંપર્કથી તવભાવપણે પરિણામ ન પામે તે ભાવપરાવર્તન જ ન થાય. આ પ્રશ્નના સમાધાન માટે જ હવે અહીં પ્રજ્ઞાપના સૂત્રમાં આવેલી પ્રશ્નોત્તરી કહે છે:-) પ્રશ્ન –હે ભગવંત! કૃષ્ણલેશ્યાનાં કાવ્યો નીલલેસ્યાના દ્રવ્યના સ્વભાવપણે પરિણમતા નથી, ઈત્યાદિ કયા કારણથી કહેવામાં આવે છે ? ઉત્તર-હે ગૌતમ ! માત્ર આકારભાવથી કે પ્રતિબિંબ ભાવથી કૃષ્ણલેશ્યા નીલેશ્યાપણે પરિણમે છે, (પરમાર્થથી તો) તે કૃષ્ણ લેશ્યા જ છે, નલલેશ્યા નથી. બરછા ૩૩”=સ્વરૂપમાં જ રહેલી કૃષ્ણલેશ્યા નીલેશ્યાના સંપર્કથી માત્ર નીલેશ્યાના આકારભાવને કે પ્રતિબિંબ ભાવને પામે છે, એથી કંઈક માત્ર વિશુદ્ધ બને છે. હે ગૌતમ! આ કારણે “ક્યુલેશ્યા નીલેશ્યાને પામીને નીલકેશ્વાના સ્વભાવપણે પરિણમતી નથી ઈત્યાદિ કહેવાય છે. એ જ પ્રમાણે નીલલેચ્છા કાપતલેસ્યાને પામીને તેના સ્વભાવાદિપણે પરિણમતી નથી, માત્ર આકારભાવ કે પ્રતિબિંબભાવથી નીલલેચ્છા કાપતલેશ્યા પણે પરિણમે છે, પરમાર્થથી તો તે નીલલેશ્યા જ છે, કાપત લેશ્યા નથી. સ્વરૂપમાં રહીને જ નીલેશ્યા કાપતલેશ્યાના ભાવને પામે છે. (એથી તે કંઈક વિશુદ્ધ બને છે.) અથવા કૃષ્ણલેશ્યાને પામીને કૃષ્ણલેસ્થાને ભાવને પામે છે, એટલે કે માત્ર તેના આકારભાવને કે પ્રતિબિંબભાવને પામે છે. (તેથી તે કંઈક અશુદ્ધ બને છે.) * એ પ્રમાણે કાપતલેશ્યા તે જેલેસ્થાને ન ગ ભાવાર્થ-નારની અને દેવેની લેશ્યા અવસ્થિત હોય છે, તેથી જે નારકને કે દેવને પ્રારંભથી જે જે લેક્ષા હોય તે જ લે ભવપર્યત રહે છે. તિર્યંચાની અને મનુષ્યની લેશ્યા અનવસ્થિત હોય છે, તેથી તે પ્રત્યેક અંતમું તે પરાવર્તનને પામે છે. તાત્પર્ય કે એક લેગ્યા બીજી લેગ્યાને સંપ થાય ત્યારે પરિણામ પામવામાં તિય-મનુષ્યોને અને નારકો–દેવોને આશ્રયીને ભેદ પડે છે. જેમકે તિર્યંચ કે મનુષ્યની કૃષ્ણલેશ્યા નીલેશ્યા સાથે અતિનિકટને સંબંધ પામીને (જેમ દૂધ છાશના સંપર્કથી દહીં રૂપ બની જાય છે તેમ) કૃષ્ણલેસ્થા નીલેશ્યા રૂપે પરિણમે છે. પણ નારક-દેવને આશ્રયીને તેમ બનતું નથી. નારક–દેવને કૃષ્ણલેશ્યા નલલેક્ષા સાથે અત્યંત નિકટને સંબંધ પામીને પણ કબૂલેશ્યા નીલેશ્યાના માત્ર આકારભાવને જ પામે છે, પણ નીલલેસ્યારૂપ બનતી નથી. અર્થાત જેમ જાસૂવપુષ્પ વગેરેના સંનિધાનથી પણ તેનું પ્રતિબિંબ ધારણ કરે છે, તેવી રીતે માત્ર પ્રતિબિંબભાવને જ પામે છે, એથી કંઈક માત્ર વિશુદ્ધ બને છે. એ રીતે નીકલેશ્યા પણ કૃષ્ણલેશ્યાના સંબંધને પામીને માત્ર તેના આકારને કે પ્રતિબિંબભાવને પામીને કંઈક અશુદ્ધ બને છે વગેરે સ્વયં સમજવું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001508
Book TitleGurutattvavinischay Part 2
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorRajshekharsuri
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year1987
Total Pages294
LanguagePrakrit, Sanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Principle, & Religion
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy