SearchBrowseAboutContactDonate
Page Preview
Page 350
Loading...
Download File
Download File
Page Text
________________ રૂ૨૦ ] [ स्वोपशवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते નથી. પરંપરામાં તે બીજાની ધારણ કરે છે, તે પણ બીજાની ધારણ કરે છે વગેરે... આ વિષે ચૂર્ણિકાર કહે છે કે “અનંતર એટલે એક સાધુ કોઈ આચાર્યને ધારે છે, જે આચાર્ય ધારવામાં આવે છે તે બીજા કોઈને ધારતો નથી. પરંપર એટલે એક સાધુ કઈ આચાર્યને ધારે છે, સાધુથી ધારવામાં આવતે તે બીજાને ધારે છે, તે પણ અન્યને ધારે છે. આ પ્રમાણે (ધારણાનું) પરિમાણ અનિયત હાય.” [૨૪૫] सहाणे अभिधारिय-णिवेअणा जइ इमा उ अच्छिण्णा। छिण्णाइ जं तु लद्धं, तं अकहतस्स पच्छित्तं ॥२४६॥ 'सटाणे'त्ति । यदि इयम्' अभिधारणाकृतोपसम्पत् 'अच्छिन्ना' अन्ये लाभासक्रमात्तदा स्वस्थाने गच्छताऽभिधारितस्य निवेदना कर्तव्या । छिन्नायां त्वस्यां यदन्तराले लब्धं स्वयं स्थापितं स्वगच्छे चाप्रेषितं तदकथयतः प्रायश्चित्तम् । सचित्ते चत्वारो गुरुकाः, अचित्ते उपधिनिष्पन्नम् , स्वरसेन तदनपणे स्नानादिसमवसरणे दृष्टस्य व्यवहारेण दापने मायानिष्पન્ન ગુણો માસ સુતિ રજદા જે ધારણાથી કરેલી ઉપસંપદા લાભનો અન્યમાં સંક્રમણ ન થવાથી અછિન્ન હોય તે ધારણ કરનારે સ્વસ્થાનમાં જતી વખતે ધારેલાને (જેની ધારણ કરી છે તેને) નિવેદન કરવું જોઈએ. (જેમ કે – હું સ્વસ્થાને જાઉં છું.) છિન ઉપસંપદા હોય તો રસ્તામાં મળેલું જે પોતે રાખ્યું હોય કે સ્વગચ્છમાં કહ્યું હોય તે ન કહે તો પ્રાયશ્ચિત્ત આવે. સચિત્ત ન કહે તે ચતુર્ગુરુ પ્રાયશ્ચિત્ત આવે. અચિત્ત ન કહે તે ઉપધિનિષ્પન પ્રાયશ્ચિત્ત આવે. અહંકારથી તે ન આપે તે સ્નાત્ર પૂજા આદિના સમવસરણમાં વ્યવહારથી અપાવવું અને તેને માયાથી થયેલ ગુરુમાસ પ્રાયશ્ચિત્ત આવે. ભાવાર્થ –કોઈએ અમુકની ધારણ કરીને તેની પાસે જવા પ્રયાણ કર્યું. રસ્તામાં અન્યની ધારણા કરે અથવા પિતાના ગચ્છમાં પાછો ચાલ્યો જાય, તો તેને રસ્તામાં જે સચિત્ત મળ્યું હોય તે ધારેલાને સ્વયં ત્યાં જઈને આપવું જોઈએ, અથવા અન્ય દ્વારા મેકલવું જોઈએ. પણ તે આપે નહિ અને મેકલે પણ નહિ. આમાં એવું બને કે અન્યની ધારણ કરીને જતા તેને બીજાઓએ જે હોય. જોનારાઓ તેણે જેની ધારણ કરી હતી તેને પરંપરાએ કહેવડાવે કે – તેણે તમને ધારીને પ્રયાણ કર્યું હતું અને રસ્તામાં સચિત્ત મેળવ્યું હતું, પણ તમને મોકલાવ્યું નથી. આ સાંભળીને તે તેની શોધ કરે. શોધ કરતાં શાંતિસ્નાત્રાદિના સમવસરણમાં તેને જુએ અને અમને ઘારીને તું આવતું હતું ત્યારે તને સચિત્ત મળ્યું હતું તે અમને આપ. જે ન આપે તે બલાત્કારે વ્યવહારથી ( ન્યાય કરનારાઓ પાસે ન્યાય કરાવીને) અપાવે. આમ તેને તે આપવું પડે અને વધારામાં માયા કરી એ નિમિત્તે ગુમાસ પ્રાયશ્ચિત્ત આવે. [૨૪૬] + શાંતિસ્નાત્ર આદિ પ્રસંગે એક સ્થળે ધણુ સાધુઓ ભેગા થાય તેને શાસ્ત્રની પરિભાષામાં સમવસરણું કહેવામાં આવે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001507
Book TitleGurutattvavinischay Part 1
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorRajshekharsuri
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year1985
Total Pages416
LanguagePrakrit, Sanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Principle
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy