SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૫) દેહ છતાં મનુષ્ય પૂર્ણ વીતરાગ થઈ શકે એવો અમારે નિશ્ચળ અનુભવ છે. કારણ કે અમે પણ નિશ્ચય તે જ સ્થિતિ પામવાના છીએ, એમ અમારો આત્મા અખંડપણે કહે છે; અને એમ જ છે, જરૂર એમ જ છે. પૂર્ણ વીતરાગની ચરણરજ નિરંતર મસ્તકે હો, એમ રહ્યા કરે છે. અત્યંત વિકટ એવું વીતરાગત અત્યંત આશ્ચર્યકારક છે; તથાપિ તે સ્થિતિ પ્રાપ્ત થાય છે, સદેહે પ્રાપ્ત થાય છે, એ નિશ્ચય છે, પ્રાપ્ત કરવાને પૂર્ણ એગ્ય છે, એમ નિશ્ચય છે. સદેહે તેમ થયા વિના અમને ઉદાસીનતા માટે એમ જણાતું નથી અને તેમ થવું સંભવિત છે, જરૂર એમ આંક ૩૩૪ “મનમાં વારંવાર વિચારથી નિશ્ચય થઈ રહ્યો છે કે કેઈ પણ પ્રકારે ઉપયોગ કરી અન્યભાવમાં પોતાપણું થતું નથી અને અખંડ આત્મધ્યાન રહ્યા કરે છે...........” આંક ૩૬૬ “અમે કે જેનું મન પ્રાયે ક્રોધથી, માનથી, માયાથી, લેભથી, હાસ્યથી, રતિથી, અરતિથી, ભયથી, શેકથી, જુગુપ્સાથી કે શબ્દાદિક વિષયેથી અપ્રતિબંધ જેવું છે; કુટુંબથી, ધનથી, પુત્રથી, વિભવથી, સ્ત્રીથી કે દેહથી મુક્ત જેવું છે, તે મનને પણ સત્સંગને વિષે બંધન રાખવું બહુ બહુ રહ્યા કરે છે.” આંક ૩૪૭ સ્થળે સ્થળે આવાં અસંગ, અપ્રતિબદ્ધ સ્વદશાસૂચક વચને તેમની અંતરંગ ચર્યા કે આત્મમગ્નતાને અવશ્ય ખ્યાલ આપે તેમ છે. જ્ઞાન અને વૈરાગ્યની અખંડ ધારારૂપ અંતરંગ પુરુષાર્થ–પરાક્રમ બાહ્ય દૃષ્ટિથી કળી શકાય તેમ નથી. માટે જ કહ્યું છે કે “મુમુક્ષુનાં નેત્રે મહાત્માને ઓળખી લે છે. અંતરંગ ચર્યા ઉપર દ્રષ્ટિ સ્થિર થવા મુમુક્ષુતાનાં નેત્રની આવશ્યકતા છે. જનક રાજા રાજ્ય કરતાં છતાં પણ જેમ વિદેહીપણે વર્તતા હતા અને ત્યાગી સંન્યાસીઓ કરતાં વધારે ચઢતી અસંગ અપ્રતિબદ્ધ વિદેહી દશામાં રહી આત્માનંદમાં ઝીલતા હતા તથા ભરત મહારાજા ચક્રવર્તી પદનું સમર્થ ઐશ્વર્ય તેમજ છ ખંડના સામ્રાજ્યની ઉપાધિ વહન કરતાં છતાં પણ અંતરંગ જ્ઞાન અને વૈરાગ્યના બળે આત્મદશા સંભાળી અલિપ્ત ભાવે રહી આત્માનંદને આસ્વાદતા હતા, તેમ આ મહાત્મા પણ સમયે સમયે અનંતગુણવિશિષ્ટ આત્મભાવ વધતું જાય એવા બળવત્તર જ્ઞાનવૈરાગ્યની અખંડ અપ્રમત્તધારાથી કેઈ અપૂર્વ અંતરંગ ચર્યાથી રાગદ્વેષ આદિને પરાજય કરીને મેક્ષપુર પ્રત્યે પહોંચવા જાણે વાયુવેગે ત્વરિત ગતિથી ધસી રહ્યા ન હોય! એમ અત્યંત ઉદાસીનતાપૂર્વક આત્માનંદમાં લીન અંતર્મગ્ન રહેતા હતા, તેમ તેમનાં આ ગ્રન્થનાં લખાણમાં સ્થળે સ્થળે દૃષ્ટિગોચર થવા યોગ્ય છે, અને અનેક શાસ્ત્રના પઠનથી પણ જે લાભ પ્રાપ્ત થવા મુશ્કેલ છે, તે લાભ આ એક જ ગ્રન્થના શાન્તભાવે પઠન મનન પરિશીલન વા અભ્યાસ દ્વારા જિજ્ઞાસુઓ સહેલાઈથી પામી પિતાને ધન્યરૂપ, કૃતાર્થરૂપ કરી શકે તેમ છે. તેમજ તેમની અંતરંગ અસંગ, અપ્રતિબદ્ધ, જીવન્મુક્ત, વૈરાગ્યપૂર્ણ વિદેહી, વીતરાગ, સમાધિઓધિમય, અભુત, અલૌકિક, અચિંત્ય, આત્મમગ્ન, પરમશાંત, શુદ્ધ, સચ્ચિદાનંદમય સહજામ દશાની ઝાંખી થતાં, સદ્દગુણાનુરાગીને તે પિતાની મેહાધીન પામર દશા જોતાં, સમસ્ત માન ગળી જઈ આવી ઉચ્ચતમ દશા પ્રત્યે સહેજે શિર ઝૂકયા વિના રહે તેમ નથી. અને તે અલૌકિક અસંગ દશા પ્રત્યે પ્રેમ, પ્રતીતિ, ભક્તિ પ્રગટી તેમના શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ, પરમાર્થ સ્વરૂપ, સાચા સ્વરૂપની ઓળખાણ થતાં તેમનામાં પ્રગટેલા શુદ્ધ આત્મદર્શન, આત્મજ્ઞાન, આત્મરમણુતારૂપ રત્નત્રયાદિક આત્મિક ગુણે–પ્રગટ મૂર્તિમાન મોક્ષમાર્ગ–પ્રત્યે અત્યંત પ્રભેદ, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001415
Book TitleShrimad Rajchandra
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2006
Total Pages1032
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Discourse, Philosophy, Worship, Sermon, & Rajchandra
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy