SearchBrowseAboutContactDonate
Page Preview
Page 34
Loading...
Download File
Download File
Page Text
________________ (૨૮) ૪. સંકોચન રહસ્ય – શત્રુના વિમાનથી ઘેરાયેલ પોતાના વિમાનને બચાવી ભાગી નીકળવા માટે પોતાના વિમાનની કાયાને જ સંકોરી – નાની કરી વેગ ખૂબ વધારી શકાતો. વિમાનમાં લાગેલ એક જ કળથી આ પ્રભાવ પ્રાપ્ત કરનાર રહસ્ય પણ વિમાનમાં રહેતું હતું. આજકાલ કોઈ પણ વિમાન આમ પોતાના શરીરને નાનું કે મોટું નથી કરી શકતું. પ્રાચીન વિમાનમાં એક એવું પણ “રહસ્ય' લગાવેલ રહેતું હતું જેનાથી એકથી દસ રેખા સુધી ચલાવવાથી વિમાન તેટલું જ વિસ્તૃત પણ થઈ શકતું હતું. આ જ રીતે અન્ય અનેક “રહસ્ય” વર્ણિત છે જેમનાં દ્વારા વિમાનનાં અનેક રૂપ ચાલતાં-ચાલતાં જ બદલી શકાતાં હતાં, જેમકે અનેક પ્રકારના ધુમાડાની મદદથી મહાભયપ્રદ કાયાનું વિમાન કે સિંહ, વાઘ, રીંછ, સાપ, પર્વત, નદી, વૃક્ષ વગેરે આકારના કે અતિ સુંદર, અપ્સરારૂપ, પુષ્પમાલાથી સેવિત રૂપ પણ અનેક પ્રકારના કિરણોની મદદથી બનાવી લેવામાં આવતાં હતાં. હોઈ શકે છે કે તે Play of colours, specturms ELZL Gruan 529140 2419de elu. ૫. તમોમય રહસ્ય દ્વારા પોતાની રક્ષા માટે અંધારુ પણ ઉત્પન્ન કરી શકાતું હતું. આ જ રીતે વિમાનના આગલા ભાગમાં સંહારયંત્રનાલ દ્વારા સાત જાતના ધુમાડાને પડ્ઝર્ભવિવેકશાસ્ત્રમાં બતાવ્યા મુજબ વિદ્યુતુ સંસર્ગ (Expansion of gases by electric sparks)થી પાંચ સ્કન્ધ-વાત નાલીમુખોથી કાઢી તરંગોવાળી પ્રલયનાશક્રિયા પેદા કરનાર “પ્રલય રહસ્ય”નું વર્ણન પણ છે. ૬. મહાશબ્દવિમોહન રહસ્ય શત્રુના ક્ષેત્રોમાં ગોળા વરસાવવાની અપેક્ષાથી વિમાનમાં મહાશબ્દકારક ૬૨ માનકલાસંઘણ (By 62 blowing chambers) રહેતા જે એક મહાભયાનક શબ્દ ઉત્પન્ન કરતા હતા, જે શત્રુઓના મસ્તિષ્ક પર કિષ્ફપ્રમાણ કંપન્ન (Vibrations) ઉત્પન્ન કરતા હતા અને તેના પ્રભાવથી સ્મૃતિવિસ્મરણ થઈ શ, મોહિત કે મૂચ્છિત થઈ જતા હતા. આજકાલના Acoustics science (શબ્દ વિજ્ઞાન) જાણનાર જાણે છે કે આવા પ્રકારના શબ્દતરંગો ઉત્પન્ન કરી શકાય છે જે પથ્થરની દીવાલ પર જો ટકરાય તો તે દીવાલને પણ તોડી નાખે, મસ્તિષ્કનું તો કહેવું જ શું ? આ રીતે Acoustics વિદ્યા-કોવિદ વિમાનમાં “મહાશબ્દવિમોહનરહસ્ય”ના પ્રભાવને સાચો સાબિત કરે છે. | વિમાનની વિચિત્ર ગતિઓ અર્થાત્ સર્પવત્ ગતિ વગેરે ઉત્પન્ન કરવી તે એક જ કનના આધાર પર રાખવામાં આવેલ હતું. આ જ રીતે શત્રુના વિમાનમાં અત્યન્ત વેગવાન કંપન કરવાનું “ચાપલરહસ્ય” પણ હતું. આ રહસ્ય વિષયમાં લખ્યું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001315
Book TitleLakshanik Sahitya Jain History Series 5
Original Sutra AuthorN/A
AuthorAmbalal P Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2007
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy