SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ (૨૦) વર્ણન કર્યું તથા એમ પણ કહ્યું કે “પુષ્પક વિમાન'ના આવિષ્કારક મહર્ષિ અગમ્ય હતા. આ વિષયમાં કેટલાક લેખ ફરી વિશ્વવાણીમાં પણ પ્રકાશિત થયા હતા. પ્રાચીન ભારતના લુપ્ત તથા અજ્ઞાત સાહિત્યની શોધ માટે બ્રહ્મમુનિજીએ નિશ્ચય કર્યો કે અગત્ય-સંહિતા શોધવામાં આવે. આ જ શોધમાં તેઓ વડોદરાના રાજકીય પુસ્તકાલયમાં પહોંચ્યા. ત્યાં તેમને અગત્ય-સંહિતા તો ન મળી પરંતુ મહર્ષિ ભારદ્વાજના “યંત્રસર્વસ્વ' નામક મહત્ત્વપૂર્ણ ગ્રંથનો બોધાનન્દ યતિની વૃત્તિસહિત “વૈમાનિક-પ્રકરણ” નામક અપૂર્ણ ભાગ પ્રાપ્ત થયો. તે ભાગની તેમણે પ્રતિલિપિ કરી. ઉક્ત પુસ્તકાલયમાં બોધાનન્દ વૃત્તિકારે પોતાના હાથે લખેલી નહીં પરંતુ પછીની લખાયેલી હસ્તપ્રત છે. બોધાનન્દ ખૂબ વિદ્વત્તાપૂર્ણ શ્લોકબદ્ધ વૃત્તિ લખી છે પરંતુ પ્રતિલિપિકારે લખવામાં કેટલીક અશુદ્ધિઓ તથા ત્રુટિઓ કરી છે. બ્રહ્મમુનિજીએ આ ગ્રંથનો હિન્દીમાં અનુવાદ કરી સન્ ૧૯૪૩માં છપાવ્યો અને આ લેખકને પણ એક પ્રતિ ઉપહારસ્વરૂપ મોકલી. તે ‘વિમાન-શાસ્ત્ર” અતિ વૈજ્ઞાનિક પુસ્તક હતું આથી અમે તેને હિન્દુ વિશ્વવિદ્યાલય,બનારસમાં પોતાના એક પરિચિત પ્રાધ્યાપક પાસે, આ ગ્રંથમાં પ્રયુક્ત પારિભાષિક શબ્દો, કલાઓને પોતાના વૈજ્ઞાનિક યંત્રવિદોની સહાય લઈ કેટલીક નવી શોધ કરવા મોકલ્યું. પરંતુ અમારી એક વર્ષની લાંબી પ્રતીક્ષા પછી આ ગ્રંથ અમારી પાસે એવી નોંધ સાથે પાછો આવ્યો કે તેની પર મહેનત કરવી વ્યર્થ છે. અમે તેને ફરી અલીગઢ વિશ્વવિદ્યાયમાં પણ છ માસ માટે વિજ્ઞાનકોવિદો પાસે રાખ્યો. પરંતુ તેમણે પણ કોઈ રસ ન દાખવ્યો. આ રીતે આ લુપ્ત સાહિત્ય અમારી પાસે લગભગ ૯ વર્ષ પડ્યું રહ્યું. ૧૯૫૨ની ગ્રીષ્મઋતુમાં એક અંગ્રેજ વિમાનશાસ્ત્રી (Aeronautic Engineer) અમારા સંપર્કમાં આવ્યા. તેમનું નામ છે શ્રી હૉલ (Wholey). જ્યારે અમે તેમની સમક્ષ આ પુસ્તિકાનું વર્ણન કર્યું તો તેમણે ખૂબ રસ બતાવ્યો. સાંજે જ્યારે તે આ ગ્રંથ વિષયમાં જાણકારી મેળવવા આવ્યા તો પોતાની સાથે એક અન્ય યંત્રવિદ શ્રી વર્ગીસને લઈ આવ્યા જે સંસ્કૃત જાણવાનો પણ દાવો કરતા હતા. આ પ્રતિલિપિ કોઈ અર્વાચીન હસ્તલિખિત પ્રતિલિપિની પણ પ્રતિલિપિ હતી આથી શ્રી વર્ગીસે એવો ભંગ કર્યો કે “આ તો કોઈ આધુનિક પંડિતે આજકાલના વિમાનો જોઈ શ્લોક તથા સૂત્રોબદ્ધ કરી દીધું છે વગેરે.” અમે કહ્યું – શ્રીમાન્ ! જો આ તુચ્છ ગ્રંથમાં એવું લખ્યું હોય જે આપના આજકાલના વિમાન પણ ન કરી શકે તો આપની ધારણા સર્વથા મિથ્યા થઈ જશે. એટલે તેમણે કોઈ ઉદાહરણ આપવા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001315
Book TitleLakshanik Sahitya Jain History Series 5
Original Sutra AuthorN/A
AuthorAmbalal P Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2007
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy