SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૮) अभिषिच्य च लंकायां राक्षसेन्द्रं विभीषणं.... ... યોધ્યાં પ્રસ્થિતો રામ: પુરે સુવૃતિઃ | (બાલકાંડ ૧. ૮૬) આ જ રીતે અયોધ્યા નગરીના વર્ણન પ્રસંગે કવિ કહે છે કે આ નગરી વિચિત્ર આઠ ભાગોમાં વિભક્ત છે, ઉત્તમ તથા શ્રેષ્ઠ ગુણોથી યુક્ત નર-નારીઓથી અધિવાસિત છે તથા અનેક પ્રકારનાં રત્નોથી સુસજ્જિત અને વિમાન-ગૃહોથી સુશોભિત છે (વિત્રીમષ્ટાપારા વરનારી TUTયતા I સર્વરત્ન સમા | વિમાનJરમતા-બાલ૦ ૫, ૧૬). શ્લોકમાં નિર્દિષ્ટ ‘વિમાનગૃહ' શબ્દના બે અર્થ થઈ શકે છે. એક વાસ્તુવિદ્યા (Architecture) અર્વમાં તે ગૃહ જે ઉડતા વિમાનો સમાન અત્યંત ઊંચા તથા અનેક ભૂમિઓ (માળ)વાળા ગગનચુંબી ભવનો જેમની ઉપર બેઠેલ લોકોને પૃથ્વી પરની વસ્તુઓ ખૂબ જ નાની-નાની દેખાય, જેવી વિમાનમાં બેસનારને દેખાય છે. અર્થાત્ તે સમયે લોકોએ વિમાનમાં બેસી ઊપરથી આવા જ દૃશ્યો જોયાં હશે. બીજો અર્થ “વિમાન-ગૃહ'નો એમ થઈ શકે છે કે જેમને આજે આપણે Hangers કહીએ છીએ અર્થાત્ જયાં વિમાનો રાખવામાં આવતાં હતાં. તે સમયમાં વિમાનો હતાં તથા રાખવામાં આવતાં હતાં અને બનાવવામાં આવતા હતા તે આ જ સર્ગના ૧૯મા શ્લોકથી પ્રમાણિત થાય છે – 'विमानमिव सिद्धानां तपसाधिगतं दिवि।' અયોધ્યા નગરીની નગર-રચના (Town Planning) વિષયમાં વર્ણન કરતાં કવિ કહે છે કે આ નગરી એવી વસાવેલી કે વિકસિત ન હતી કે ક્યાંક ખાલી ભૂમિ પડેલી હોય, કે ક્યાંક અતિ ગીચ વસ્તી હોય, એટલે કે તે એટલી સંતુલિત તથા સુસજિજત રૂપે બનેલી હતી કે જાણે – “તપસ સિદ્ધાનાં વિ અધિતિ વિમાનમ્ વા' અર્થાતુ વિમાન-નિર્માણ વિદ્યામાં નિષ્ણાત સિદ્ધશિલ્પીઓ દ્વારા આકાશમાં ઊડતું વિમાન હોય. પતંગ ઉડાડનાર એક બાળક પણ તે જાણે છે કે જો પતંગનો એક પક્ષ (પાસ) બીજા પક્ષની અપેક્ષાએ ભારે હોય કે બંને પક્ષ સંતુલિત ન હોય તો તેની પતંગ ઊંચે ન ઊડતાં એક તરફ ઝૂકી નીચે પડી જશે. આ જ ભાવ અભિવ્યક્ત કરવા માટે વિમાનના બંને પક્ષ સિદ્ધ હોય એવું દૃષ્ટાંત આપી નગરના બંને પક્ષોને સમવિકસિત દર્શાવવા માટે વિમાનની ઉપમા આપવામાં આવી છે. પ્રાચીન ભારતમાં વાસ્તુવિદ્યામાં પ્રવીણ શિલ્પીઓ (Expert Architects) જળાશયો, નદીઓ કે સમુદ્રતટોની નજીક નગર નિર્માણ કરતા હતા. પાટલીપુત્ર (પટણા) નદીના કિનારે ૧૮ યોજન લાંબુ નગર બનેલ હતું. અયોધ્યા પણ સરયૂ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001315
Book TitleLakshanik Sahitya Jain History Series 5
Original Sutra AuthorN/A
AuthorAmbalal P Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2007
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy