SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ મોકલવાનું જણાવો. એમની સહાયથી એક જ પેઇજ જોવા મળ્યું. દાદાએ જોયું તો જણાયું કે ‘વિશેષાવશ્યકભાષ્ય'ના અને આ પેઇજના લિપિ-મરોડ એકસરખા જ હતા, મતલબ કે બંને એક જ સૈકાના છે, તેથી આ ગ્રંથ જો છઠ્ઠા સૈકાનો હોય તો વિશેષાવશ્યકભાષ્ય' પણ છઠ્ઠા સૈકાનો ઠરે અને જો છઠ્ઠા સૈકાનો હોય તો વલભીમાં ગ્રંથો લખાયા એ સમયનો બને. જાપાનના ગ્રંથનું નામ છે: ‘ઉષ્ણીશવિજયધારણી' તેની ભાષા સંસ્કત છે. એ જમાનામાં પુસ્તકો ભેટ અપાતાં. આ પુસ્તક ભેટમાં જાપાન ગયું હોવું જોઈએ. વળી કહેવા લાગ્યા : “આગમો છઠ્ઠી સદીમાં વલભીમાં ક્ષમાક્ષમણની અધ્યક્ષતામાં લખાયાં. પછીનાં પાંચસો-છસો વર્ષોમાં તો ભુલાઈ ગયાં. તે સમયનું કશું મળતું નથી. જો જાપાનના ગ્રંથનો સમય તેમાં અપાયો હોય તો આપણો ‘વિશેષાવશ્યકભાષ્ય ગ્રંથ' (જિનભદ્રગણિવાળો) છઠ્ઠા સૈકાનો જૂનામાં જૂનો ગ્રંથ ગણાય. પ્રશ્ન : આટલું બધું એ સમયે લખાયું અને બધું જ લુપ્ત થયું ? દાદા : મને એનાં થોડાંક કારણો સમજાય છે. જૈનપ્રજાને એક તો એ સમયે પુસ્તકલેખનનો અનુભવ ન હતો. વલભીપુરની ઘટના પહેલાં તો પુસ્તક લખવું એ પાપ ગણાતું. શ્રી ક્ષમાક્ષમણજીએ તો ભગવાનની વાણી બચાવવા લખ્યું. શ્રત (જ્ઞાન) - લેખન એ પછીના સમયમાં પવિત્ર-પુણ્યકાર્ય ગણાયું, અને પછી જૈનગ્રંથોનું લેખન શરૂ થયું. વળી, એ વખતે કાગળ શોધાયો ન હતો. શાહી બનાવવાની પ્રક્રિયા પણ પ્રયોગસિદ્ધ બની નહીં હોય. લખાણ તાડપત્ર પરનું તેથી શાહી લાંબા સમય સુધી ચાલી નહિ હોય અને તાડપત્ર પરથી લખાણ ખરી પડ્યું હશે. શાહીમાંનાં દ્રવ્યોની અસરને કારણે તાડપત્રો ફાટવા લાગ્યા હશે. ધીરે ધીરે પાછલા સમયમાં શાહી બનાવવામાં કુશળતા આવી હશે. આથી જ તો, આપણને એ જમાનાના જે કોઈ ગ્રંથો ઉપલબ્ધ છે તે તત્કાલીન સમયના નથી પણ પછીના સમયમાં થતી રહેલી નકલોમાંથી બચી ગયા હોય તેવા copy - નકલ કરેલા ગ્રંથો છે. શુદ્ધ આગમપાઠ અંગેનું સંશોધન છેલ્લાં સો વર્ષોથી ચાલ્યું છે. જે લહિયાઓએ ઉપલબ્ધ ગ્રંથોની નકલ કરી તે જો સંસ્કૃત કે પ્રાકૃત ભાષા જાણતા ને હોય તો તેમની નકલમાં ભ્રષ્ટ પાઠ મળે એમાં નવાઈ નહીં. યશોવિજયજીએ લખેલો ન્યાયનો ગ્રંથ ઉપલબ્ધ બન્યો તે ખૂબ જ ભ્રષ્ટ પાઠવાળો હતો. પાછળથી દેવસાના પાડાના ભંડારમાંથી જે ગ્રંથ મળ્યો તેની નકલ યશોવિજયજીએ પોતે તથા તેમના બીજા સાત મુનિઓએ ભેગા થઈને કરેલી હતી. આ ગ્રંથ મળ્યા પછી, આ ગ્રંથના અન્ય ભ્રષ્ટ પાઠોને બાજુએ રાખી, આ ગ્રંથની નકલને આધારભૂત ગણી ગ્રંથ તૈયાર થયો. શ્રી જંબૂવિજયજીએ આ કામ કર્યું છે. ડભોઈના ભંડારમાંથી ભગવતીસત્ર મળ્યું. એમાં સંવત ૧૧- -માંના છેલ્લા બે અંકો આપ્યા નથી. શ્રી બેચરદાસ પંડિત જેવા વિદ્વાનોએ જે કામ કર્યું છે તેમાં ડભોઈનું આ પુસ્તક જોવાયું નથી. પ્રશ્ન : દાદા, “સંગ્રહણી'માં શાની વાત આવે છે ? દાદા : એ જૈને ભૂગોળ છે. જૈન ભૂગોળ પ્રમાણે ૧૪ રાજલોક છે. આ રાજલોકની શ્રુતસેવી શ્રી લક્ષ્મણભાઈ ભોજકના સાંનિધ્યમાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001310
Book TitleLakshmanbhai Bhojakna Sannidhyama
Original Sutra AuthorN/A
AuthorRasila Kadia
PublisherGurjar Agency
Publication Year2006
Total Pages192
LanguageGujarati
ClassificationBook_Gujarati & Biography
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy