SearchBrowseAboutContactDonate
Page Preview
Page 22
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રશ્ન : આપની શ્રદ્ધા કયા ધર્મમાં ? ૪ (થોડી વાર પછી) પૂ. દાદા મને ભગવાન મહાવીરનાં વચનોમાં શ્રદ્ધા બેસે છે. મહાવીરે માત્ર નિયતિ પર ભાર આપ્યો નથી. મહાવીરે પુરુષાર્થની વાત કરી છે. ઈશ્વર સર્વશક્તિમાન છે, ઈશ્વર દયાળુ છે, એવી વાતો ટકતી નથી, ઈશ્વરનું અસ્તિત્વ ટકતું નથી. કર્મસત્તા જ છે અને તેથી જ પુરુષાર્થની વાત મહત્ત્વની વાત બને છે. ....નાસ્તિકને પણ શ્રદ્ધા હોય છે. વિજ્ઞાનીને ભલે પોતાના વિજ્ઞાનમાં શ્રદ્ધા હોય, કોઈપણ નાસ્તિક એ અર્થમાં આસ્તિક હોય છે. * (ત્યાર પછીના વાર્તાલાપનો અંશ) જીવમાત્ર સુખ પાછળ દોડે છે. એટલે એને જે ગમતું હોય તે એને કરવું હોય છે. રસીલાબહેન બપોરના જમ્યા પછી ઘરે સૂઈ જવાના બદલે – ટી. વી. કે ફિલ્મ જોવાને બદલે અહીં (એલ. ડી. ઇન્સ્ટિટ્યૂટમાં) આવે છે. કારણ તેમને એમાં સુખ લાગે છે, મજા પડે છે. એની પાછળ આનંદની ઝંખના છે. આનંદ એટલે જ ઈશ્વર. સુખ અને દુઃખ સાથે જ જોડાયેલાં છે. દુઃખનો અભાવ એટલે જ સુખ. $ (વાર્તાલાપનો વિષય ખોરાક અને દવા તરફ ફંટાય છે.) પૂ. દાદાએ પોતાના વિશે કેટલીક વાતો કરી : ‘અમૃતભાઈ પંડિત મૃત્યુ પામ્યા એ અગાઉ થોડા સમયથી મને ભૂખ લાગતી ન હતી. દવા લેતો નહિ. કા૨ણ કે ડૉક્ટરો જે રોગની દવા આપે એ રોગ મટે પણ પછી એ દવાથી બીજા રોગો ઊભા થાય. નિદાન માટે રૂ. ૨૫૦ કે તેથી વધારે ખર્ચીને રિપોર્ટ કઢાવવા પડે. આથી, એ સમયે મેં ખોરાકમાં સવારે માત્ર એક વાડકી દાળ પીવાનું રાખ્યું. મોટે ભાગે તુવેરની દાળ હોય, મગની પણ હોય. અડદની ક્યારેક જ હોય, વાડકી દાળથી આખો દિવસ નભી જાય. સાંજે થોડું દૂધ લઈ લઉં. ચારેક મહિને ઠેકાણું પડી ગયું ! સામાન્ય રીતે મારો ખોરાક સવારે ચા, બપોરે ચા અને રાત્રે દૂધ. જમવામાં ૩ રોટલી, દાળ, ભાત અને શાક કે કઠોળ એ બેમાંથી એક લઉં. સાંજે ભાખરી, શાક અને દૂધ. રાત્રે નવ વાગ્યા પછી કોઈનો ફોન લેતો નથી. ક્યારેક કોઈ આવ્યું હોય તો દસ વાગી જાય. ક્યારેક છોકરાં વાર્તા સંભળાવવાનું કહે. આમ જ્યારે જાગવાનું વધારે થાય તો ભૂખ લાગે પણ ખરી. આવે વખતે કુલેરનો લાડવો ખાઈ, પાણી પીને સૂઈ જઉં. અડધી રાત્રે કોઈને ભૂખ માટે ઉઠાડવા પડે એના બદલે પહેલેથી જ માગી લઉં. વળી ક્યારેક સવારે ત્રણને બદલે ચાર રોટલી ખાવાનું મન થાય તો ખાઈ પણ લઉં. બપોરે સૂવાનું મન થાય તો સમજવું કે ઠાંસીને ખવાય છે. માપીને ખાવ તો સૂવાનું મન જ ન થાય. ઠાંસીને ખાધા પછી જો સૂઈ જાવ તો પછી પગ દુખે, કમર દુખે, શરીરમાં રાજીપો ન રહે. કાંઈ ને કાંઈ નાનું-મોટું કામ કરતા રહેવું જોઈએ. અત્યારે હું મારી જરૂરિયાતો માટે ભાગ્યે જ બીજાને કહું. જાતે જ પાણી પીઉં, જાતે જ કપડાં ગોઠવું, જાતે જ કપડાં લઉં. ‘આ આપો, પેલું આપો’ એમ કહીએ એટલે પગ જ અટકી જાય. આ તો જે કામ બેસીને કરતાં હોઈએ તેમાં ઊભા થવા મળે. પગને થોડી કસરત મળે અને મનને થોડો વિરામ મળે. Jain Education International શ્રુતસેવી શ્રી લક્ષ્મણભાઈ ભોજકના સાંનિધ્યમાં For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001310
Book TitleLakshmanbhai Bhojakna Sannidhyama
Original Sutra AuthorN/A
AuthorRasila Kadia
PublisherGurjar Agency
Publication Year2006
Total Pages192
LanguageGujarati
ClassificationBook_Gujarati & Biography
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy