SearchBrowseAboutContactDonate
Page Preview
Page 117
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૪ દૈનિક - ભક્તિક્રમ પરમ બુદ્ધિ કુશ દેહમાં, સ્થૂળ દેહ મતિ અલ્પ; દેહ હોય જો આતમાં, ઘટે ન આમ વિકલ્પ...... પ૬ જડ ચેતનનો ભિન્ન છે, કેવળ પ્રગટ સ્વભાવે; એકપણે પામે નહીં, ત્રણે કાળ દ્વભાવ. ........ પ૭ આત્માની શંકા કરે, આત્મા પોતે આપ; શંકાનો કરનાર, તે અચરજ એહ અમાપ. ........ ૫૮ ૨. શંકા- શિષ્ય ઉવાચઃ (આત્મા નિત્ય નથી, એમ શિષ્ય કહે છે :-) આત્માના અસ્તિત્વના, આપે કહ્યા પ્રકાર; સંભવ તેનો થાય છે, અંતર કર્યો વિચાર........ ૫૯ બીજી શંકા થાય ત્યાં, આત્મા નહિ અવિનાશ; દેહયોગથી ઊપજે, દેહવિયોગે નાશ. ........... ૬૦ અથવા વસ્તુ ક્ષણિક છે, ક્ષણે ક્ષણે પલટાય; એ અનુભવથી પણ નહીં, આત્મા નિત્ય જણાય. ... ૬૧ ૨. સમાધાન - સદ્દગુરુ ઉવાચ: (આત્મા નિત્ય છે, એમ સદ્ગુરુ સમાધાન કરે છે :-) દેહ માત્ર સંયોગ છે, વળી જડ રૂપી દૃશ્ય; ચેતનનાં ઉત્પત્તિ લય, કોના અનુભવ વશ્ય? .... ૬૨ જેના અનુભવ વશ્ય એ, ઉત્પન્ન લયનું જ્ઞાન; તે તેથી જુદા વિના થાય ન કેમે ભાન......... ૬૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001296
Book TitleDainik Bhaktikram
Original Sutra AuthorN/A
AuthorSatshrutseva Sadhna Kendra
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year2002
Total Pages392
LanguageGujarati
ClassificationBook_Gujarati, Devotion, & Worship
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy