SearchBrowseAboutContactDonate
Page Preview
Page 391
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૪ એક ઝલક છે. આત્મપ્રકાશ છે. ગુરુકૃપાથી તે પરમાત્માના નામનો જપ કરો. આદિ-અનાદિ પરમાત્મા સત્ય છે. સૃષ્ટિના આરંભ પહેલાં પણ તે સત્ય હતા. આજે પણ સત્ય છે. અને તે નાનક, ભવિષ્યમાં પણ તે સત્ય છે. તે ભૂતકાળમાં, વર્તમાનકાળમાં અને ભવિષ્યકાળમાં ત્રણે કાળમાં સત્ય છે. થાપિયા ન ભઈ કીતા ન હોઈ, આપે આપ નિરંજન સોઈ, જિનિ સેવઆ તિનિ પાઈએ માનુ, નાનક ગાવી ગુણનિધાનુ.” સાહેબ-પરમાત્મા કોઈથી સ્થાપ્યા સ્થપાય નહીં, કેઈથી ઘડયા ઘડાય નહિ. નવાં નવાં મંદિર બંધાવાથી, નવાં નવાં નામવાળા ભગવાનની મૂર્તિઓ ઘડાવવાથી કશું નીપજતું નથી. કારણ કે, નિરંજન-નિરાકાર પરમાત્મા આપોઆપ પરિપૂર્ણ હોવાથી તેનામાં કોઈ જાતનો નવો વધારો કે ઘટાડો સંભવિત નથી. શાસ્ત્રાર્થ કે તર્ક-વિતર્ક દ્વારા પણ તેને સ્થાપિત કે વિસ્થાપિત કરી શકાતો નથી. પરમાત્માની મરજીથી જ બધું ચાલે છે. સંપૂર્ણ સ્વાર્પણની ભાવના અને સાચી સેવા કરનારને ભગવાનના દરબારમાં સાચું સન્માન મળે છે. માટે હે નાનક, સર્વ શુભ ગુણોના નિધિ-ભંડાર ભગવાનની સ્તુતિ કરો. નરસિહ મહેતા કહે છે, “અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ.” ઈસ્લામ કહે છે, -- “અલા હો અકબર” વેદાંત કહે છે – એકેડહં બહુ સ્યામ.” સીધી સાદી વાત પરમાત્માની, પરમાત્માને પામવાની વાત પડી મૂકીને પાણી વલોવવાનો વ્યર્થ વ્યાયામ કરવાથી શો ફાયદો? અખો કહે છે, “ઝગડો ભાગી કોઈ ના મૂઓ.” Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001209
Book TitleVangmay Sevani Ek Zalak
Original Sutra AuthorN/A
AuthorP C Patel
PublisherRatrani Sanskrutik Trust Ahmedabad
Publication Year2004
Total Pages402
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy