SearchBrowseAboutContactDonate
Page Preview
Page 38
Loading...
Download File
Download File
Page Text
________________ ૪. ધાર્મિક સંસ્કારો વિ. સં. ૧૯૨૫ અને ૧૯૫૩ના વર્ષ દરમિયાન જે જે જોયું અને અનુભવ્યું તે પહેલાં કરતાં કાંઈક વધારે સચોટ હતું. આ સમય કૌમારજીવનની સમાપ્તિ અને યૌવનના પ્રારંભ વચ્ચેનો હતો. તેથી તે વખતનાં અવલોકન, શ્રવણ, સ્પર્શન અને આસ્વાદન એ માત્ર સ્થૂલ ઇન્દ્રિયોની તૃપ્તિમાં જ વિરામ ન પામતાં પણ અગમ્ય રીતે વાસનાઓનો અંચળો કાંઈક અંશે ખેંચી તેના તાર ધીરે ધીરે ઝણઝણાવતાં. આ બે વર્ષોમાં જોયેલાં કેટલાંક સ્થળો અને પ્રસંગોની બહુ ઊંડી અસર મન ઉપર પડેલી. એથી આગળના જીવનમાં કેટલાક લાભો પણ થયા છે અને નુક્સાન પણ અનુભવ્યું છે. એ બે વર્ષોમાંના અનેક લગ્નપ્રસંગે જે ફટાણાપ્રધાન ગીતો સાંભળેલાં કે જે નિર્લજ્જ છતાં સમાજમાં પ્રચલિત સ્ત્રી-પુરષોના હાવભાવો જોયેલા તેમ જ જે અવૈજ્ઞાનિક અને અપથ્યકર મિષ્ટાન્નો તેમજ માલમલીદાઓ માત્ર સ્વાદવૃત્તિ અને ગતાનુગતિક્તાથી ખાધેલાં – તે બધાએ આગળ જતાં જીવનનો વિચાર કરવામાં મદદ આપી તો બીજી બાજુએ તજ્જન્ય કુસંસ્કારોએ કેટલીક અલનાઓ પણ કરાવી. બે સ્થાનકવાસી દીક્ષા ઘણું કરી વિ. સં. ૧૯૫રમાં એક મોટો દીક્ષા-પ્રસંગ વઢવાણ શહેરમાં જોયેલો. બે કુમારો સ્થાનકવાસી દીક્ષા લેવાના હતા. મારાં ધનાઢ્ય સગાંઓને ત્યાંથી વારાફરતી મોટા વરઘોડાઓ ચડતા. ઉમેદવારો ઘરેણાં ઠાંસી ઘોડે ચડતા. પ્રભાવનાઓ થતી અને ચોથો આરો વત્યની વાત એક છેડેથી બીજા છેડા સુધી સંભળાતી. ધાર્મિક જૈન નિયમો નવદીક્ષિત બંને સાધુઓ, ગુરુ સાથે, પ્રથમ જ અમારે ગામ આવેલા. એમના ગુરુ અમીચંદજી ઋષિ અમારા કુળગુરુ જેવા હોવાથી મારા પણ બહુમાન્ય હતા. હું એમની બધી સાધુચર્યાને સીધી મહાવીરથી ઊતરી આવેલી સમજતો. તે વખતે કોણ જાણતું હતું કે હું જ એ ધર્મચર્યાને આગળ જતાં છણીશ અને એ ગુરુઓની મર્યાદાનું મૂલ્ય પણ આંકીશ ! અમીચંદજી મહારાજના શિષ્ય ઉત્તમચંદજી. તે સાવ ભોળા અને હસમુખ. તેઓ નરકનાં ચિત્રો દેખાડી મારી જિજ્ઞાસા સંતોષતા. તપ્ત લોઢાની પૂતળીઓને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001205
Book TitleMaru Jivanvrutt
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi, Dalsukh Malvania
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages216
LanguageGujarati
ClassificationBook_Gujarati & Biography
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy