SearchBrowseAboutContactDonate
Page Preview
Page 33
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨ - મારું જીવનવૃત્ત આવતી હૂર અને ડાઠાંની ગાંસડીઓને વખારોમાં ઠલવાવવી અને ખૂંદી ખૂંદી બધું થપ્પી બંધ કરવું એમાં પણ મદદ આપું. ખેડૂતકળોને ત્યાંથી કે બહારથી અનાજ આવે ત્યારે એ ઢગલાઓની કોઠીઓ ભરવી, તેમાં રાખ ભેળવવી – એમાં પણ પૂરો ભાગ લઉં. ડાંગર અને કમોદમાં સાબુ તેમ જ લીંબડાનાં પાંદડાં ભેળવવાં અને એની કોઠીઓ ભરવી તેમ જ ગોળ આવે ત્યારે એના કોઠા ભરવા – એમાં પણ સહાયતા કરું. બીજાએ બતાવેલું કામ કરી આપવાની અને ન નકારવાની વૃત્તિ પણ નાનપણથી હતી. પિતાજી વધારે જાતમહેનતી હતા; પણ બધા કાકાઓ વધારે હુકમબાજ હતા. એટલે એ કાકાઓ અને બીજા લોકો પણ મારી વૃત્તિ જોઈ મને સતત નવાં નવાં કામ ચીંધે અને હું હોંશથી તે બધાં કરું. ઘણી વાર આને લીધે બીજાનાં કામો થતાં, પણ ઘરનું કામ રહી જતું. મારા મોટાભાઈની વૃત્તિ મારાથી સાવ જુદી. એ મને જાતમહેનતથી તો ન વારે, પણ હું કાકાઓ અને બીજાનાં કામો આનાકાની વિના કરું તે તેમને પસંદ ન પડે; અને મારા પ્રત્યે ચિડાય. તેમ જ ક્યારેક કહે કે બીજા વાસ્તે નકામો શા માટે મરી પડે છે? મારા મોટાભાઈ તો ઘરનું કામ ન કરે તો બીજાનું કામ કરવું શાને પસંદ કરે ? એટલે પિતાજી અને કાકાઓ બધા એમને કામ બતાવતાં સંકોચાય; જ્યારે મને કામ કરવાનું કહેતાં કોઈ સંકોચાય નહિ. કુટુંબની સ્ત્રીઓ પણ હોંશેહોંશે કામ લે. આ વૃત્તિએ મારામાં લોકપ્રિયતા જન્માવેલી. રમતો તે વખતે ગામડામાં સંભવિત હોય તેવી બધી રમતોમાં મને સહજ રસ હતો. ગેડીદડો અને ભમરડા-ભમરડી, ગંજીફો અને ચોપાટ, કોડાં અને નવકાંકરી, હુતુતુતુ અને દોડકૂદ વગેરે રમતો બહુ રમ્યો છું. દડો જાતે ગૂંથી ચામડાથી મઢાવી લેતો. ભમરડાભમરડી ઊંચેથી ફરતાં હાથમાં ઝીલી લેતો અને ઘણી વાર એના ઉપરના ટોપકામાં સોઈ કે શૂળ પરોવી ઊંધે મોઢે એના ઉપર ફેરવવામાં મજા માણતો. ગંજીફા અને ચોપાટની ખરી મોસમ ચોમાસાનાં નવરાશના દિવસો અને તેમાંય પજુસણના દિવસો. કેમકે પજુસણમાં એક બાજુ કામકાજ નહિ તેમ બીજી બાજુ એકાસણા-ઉપવાસને લીધે ખાનપાનની ખટપટ નહિ, પરંતુ ગંજીફા અને ચોપાટની ખટપટ એટલી બધી વધી પડતી કે એના દાવપેચ અને હારજીતની હરીફાઈમાં ઘણી વાર સગા ભાઈઓ અને મિત્રો વચ્ચે પણ અક્ષમ્ય તકરારો થતી. સાહસવૃત્તિ સાહસવૃત્તિમાં તરવું અને ઘોડેસવારીને મુખ્ય ગણાવી શકાય. મારાથી કાંઈક મોટા છોકરાઓ તળાવમાં તરતા. હું છાતીસમા પાણીમાં ઊભો રહી તેઓનું અનુકરણ કરવા મથતો બથપગ પછાડતો, પણ આગળ વધી ન શકતો. એક વાર મનમાં થયું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001205
Book TitleMaru Jivanvrutt
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi, Dalsukh Malvania
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages216
LanguageGujarati
ClassificationBook_Gujarati & Biography
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy