SearchBrowseAboutContactDonate
Page Preview
Page 48
Loading...
Download File
Download File
Page Text
________________ ૫. ધર્મ ક્યાં છે ? ધર્મનાં બે રૂપો છે: એક તો નજરે ચડે તેવું અને બીજું નજરે ન ચડે પણ માત્ર મનથી સમજી શકાય તેવું. પહેલા રૂપને ધર્મનો દેહ અને બીજા રૂપને તેનો આત્મા કહી શકાય. દુનિયાના બધા ધર્મોનો ઈતિહાસ કહે છે કે બધા ધર્મોને દેહ જરૂર હોય છે. પહેલાં એ જોઈએ કે એ દેહ શાથી બને છે ? દરેક નાના મોટા ધર્મપંથનું અવલોકન કરીએ તો આટલી બાબતો તો સર્વસાધારણ જેવી છે – શાસ્ત્ર, તેને રચનાર અને સમજાવનાર પંડિત કે ગુરુ, તીર્થ મંદિર આદિ પવિત્ર લેખાતાં સ્થળો, અમુક જાતની ઉપાસના અગર ખાસ જાતના ક્રિયાકાંડો, એવાં ક્રિયાકાંડો અને ઉપાસનાઓને પોષનારા અને તે ઉપર નભનાર એક વર્ગ. સર્વ ધર્મપંથની અંદર, એક અથવા બીજે રૂપે, ઉપર જણાવેલી વસ્તુઓ મળી આવે છે અને તે જ તે તે ધર્મપંથનો દેહ છે. હવે જોવું રહ્યું કે ધર્મનો આત્મા એ શું છે? આત્મા એટલે ચેતના કે જીવન. સત્ય, પ્રેમ, નિઃસ્વાર્થપણું, ઉદારતા અને વિવેક – વિનય આદિ સદ્ગણો તે ધર્મનો આત્મા છે. દેહ ભલે અનેક અને જુદા જુદા હોય, પણ આત્મા સર્વત્ર એક જ હોય છે. એક જ આત્મા અનેક દેહો દ્વારા વ્યક્ત થાય છે અથવા એમ કહીએ કે એક જ આત્મા અનેક દેહોમાં જીવન પોષે છે, જીવન વહાવે છે. જો જીવન અનેક દેહોમાં એક જ હોય અને અનેક દેહો એ તો માત્ર જીવનને પ્રગટ થવાનું વાહન હોય તો પછી એ બધા જુદા જુદા દેહોમાં વિરોધ, તકરાર, ક્લેશ અને અથડામણી કેમ સંભવે, એ મુદ્દાનો પ્રશ્ન છે. એક જ શરીરના અંગ બની રહેલા અને જુદે જુદે સ્થાને ગોઠવાયેલા તેમજ જુદું જુદું કામ કરવા નિયોજાયલા હાથ, પગ, પેટ, આંખ, કાન વગેરે અવયવો કાંઈ અંદરોઅંદર લડતા કે અથડાતા નથી, તો પછી એક જ ધર્મના આત્માને ધારણ કરવાનો દાવો કરનાર જુદા જુદા ધર્મપંથના જુદા જુદા દેહ અંદરોઅંદર કેમ લડે છે? એમનો આખો ઇતિહાસ અંદરોઅંદરની લડાઈથી કેમ રંગાયેલો છે ? એ પ્રશ્ન ઉપર દરેક વિચારકનું ધ્યાન જવું ઘટે છે. નિરીક્ષણ કરનાર અને વિચાર કરનારને સ્પષ્ટ જણાશે કે દરેક પંથો જ્યારે આત્મા વિનાના મડદા જેવા થઈ કોહવા માંડે છે અને તેમાંથી ધર્મના આત્માનું નૂર લોપ થઈ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001198
Book TitleSamaj Dharma ane Sanskruti
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages232
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, Society, & Culture
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy