SearchBrowseAboutContactDonate
Page Preview
Page 205
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૮ • સમાજ, ધર્મ અને સંસ્કૃતિ છે. આપણે પ્રચલિત સરકારી પદ્ધતિનાં ઓછાં અને માઠાં પરિણામો અનુભવીએ છીએ તથા તેનું ખર્ચાળપણું પણ જાણીએ છીએ. એ પદ્ધતિથી શિક્ષણ લેનારનાં શરીર અને મન બળવાન થવાને બદલે કેટલાં નિર્માલ્ય અને હતપ્રભ થઈ જાય છે; સરકારી શિક્ષણ આપવા જતાં માબાપનાં ઘર કેટલાં ખાલી થઈ જાય છે, તેઓ કેટલાં દેવાદાર થઈ જાય છે અને છતાંયે તે શિક્ષણ લેનાર સો પૈકી કેટલા જણ પોતાને અને પોતાની પાછળ આશા રાખી બેઠેલાને નિશ્ચિત્ત કરે છે, એ પ્રશ્નોના ઉત્તર હવે સૌ કોઈ જાણે છે. તેમ છતાં એવી નિર્માલ્ય અને ગુલામીપોષક પદ્ધતિમાં ગણ્યાક્યાં કોઈ આગળ વધે છે. એ જ પ્રલોભનમાં આપણી આખી પ્રજા સંડોવાયેલી છે અને તેથી તે નિષ્ફળ પદ્ધતિમાં બહુ ખર્ચાળપણું હોવા છતાં પણ પ્રજા તેને નભાવી લે છે. આથી ઊલટું, મોન્ટીસોરી પદ્ધતિમાં સ્વાભાવિકતા હોઈ બાળકોનાં આત્મા, મન અને વાણી એ ત્રણે વ્યવસ્થિત રીતે ખીલે એવી યોજના છે. આ યોજના પ્રમાણે શિક્ષણ લેવા જનારને મટામાં મોટું પ્રલોભન સરકારી પ્રતિષ્ઠા નહિ, પણ સર્વાગીણ વિકાસ એ છે. જો આ પદ્ધતિના પ્રયોગો વિચારશીલ અને ધૈર્યશાળી વ્યક્તિઓને હાથે થોડાં વર્ષ અવિચ્છિન્ન ચાલે તો તેનાં પરિણામો લોક સમક્ષ આવે, અને પરિણામ સામે આવતાં વાતાવરણ તે પદ્ધતિને અનુકૂળ થાય. એક વાર મોન્ટીસોરી પદ્ધતિનું વાતાવરણ સાધારણ લોકોના મનને આકર્ષિત કરે તો બહુ ખર્ચાળપણાનો પ્રશ્ન રહે જ કેવી રીતે ? અત્યારે પ્રજાનો જે ગરીબ, સાધારણ અને તવંગર વર્ગ પોતાનાં બાળકોનાં આત્મા, મન અને વાણીના સાહજિક વિકાસમાં રસ નથી લેતો કે વગર ખર્ચે તે વિકાસ સાધવાનો લાભ મળતો હોય તોયે તે લાભ ઉઠાવવા લક્ષ નથી આપતો; પણ તેથી ઊલટું ભીખ માગીને, કરજ કરીને કે સર્વસ્વ હોમીને પોતાનાં બાળકોના ઉપનયન, વિવાહ વગેરે પ્રસંગોમાં કૃતકૃત્યતા માને છે, તે જ પ્રજા કોઈ પણ શિક્ષણ પદ્ધતિનું આકર્ષક વાતાવરણ જુએ ત્યારે તે ખર્ચની દિશા બદલાવી એ પદ્ધતિને જરૂર પોષે. પ્રજાનો મોટો ભાગ ધર્મને નામે જડ સંસ્કારોની અભ્યર્થનામાં લાખો અને કરોડો રૂપિયાનો ખર્ચ કરે છે તથા ધર્મગુરુઓ પોતાના દમામ સાચવવા પાછળ પ્રજાની રોટીમાંથી મોટો ભાગ ચોરે છે. પ્રજા પણ પોતાના અનેક નિરર્થક રીતરિવાજોમાં નિચોવાઈ ખર્ચ કર્યે જાય છે. પરંતુ જ્યારે પ્રજાનું ધ્યાન કોઈ પણ શિક્ષણ પદ્ધતિના સુન્દરતમ પરિણામવાળા વાતાવરણ તરફ આકર્ષાય ત્યારે એ પ્રજાને હાથે જડ સંસ્કારો, ધર્મગુરુઓના અણછાજતા આડંબરો અને નાશકારક રીતરિવાજો ન જ પોષાઈ શકે, એ નિયમ ઐતિહાસિક છે. જો મોન્ટીસોરી શિક્ષણ પદ્ધતિના પ્રયોગ કરનારાઓનો અનુભવ તેઓને પોતાને ઘેર્ય અને ઊંડી આશા અર્પતો હોય તો ખર્ચાળપણાનો પ્રશ્ન આડે આવવાનો નથી. અલબત્ત, એ ખર્ચાળપણાનો પ્રશ્ન તત્કાળ પૂરતો હોય તો તે કંઈક અંશે ઠીક છે, પણ જો કાયમ માટે બહુ ખર્ચાળપણાને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001198
Book TitleSamaj Dharma ane Sanskruti
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages232
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, Society, & Culture
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy