SearchBrowseAboutContactDonate
Page Preview
Page 200
Loading...
Download File
Download File
Page Text
________________ રાષ્ટ્રીય સદાચાર અને નવનિર્માણ • ૧૭૩ માટે બીજો કોઈ રસ્તો નથી. તેથી એ સિદ્ધાંતોને વિશ્વના આચારના પાયા લેખે ઘટાવવાની વાત કર્યા પહેલાં રાષ્ટ્રીય આચારના પાયા લેખે જ ઘટાવવા જોઈએ. આમાંથી જ જોઈતું ઘડતર નીપજવાનું. આ માટે કેટલાક રાષ્ટ્રીય કહી શકાય એવા આચારો યોજી તેની સદાચાર તરીકેની તાલીમ શરૂ કરવી જોઈએ. સ્વતંત્રતા–દિન અને પ્રજાસત્તાકદિન જેવા કેટલાક દિવસોને ભારતે પર્વનુંરાષ્ટ્રીય પર્વનું-રૂપ આપ્યું છે. તે નિમિત્તે પ્રજા અને સરકારે મળી કેટલીક પ્રણાલીઓ ઊભી કરી છે, જેને રાષ્ટ્રીય આચાર જ નહિ પણ સદાચાર તરીકે ઓળખાવવામાં હરકત નથી. એ પર્વોમાં ધ્વજવંદન, રોશની, પ્રભાતફેરી, કવાયત, ખેલકૂદ આદિ વ્યાયામ, મનોરંજક કાર્યક્રમ, રાષ્ટ્રપતિ જેવાને અપાતી સલામી, મોટા પાયા ઉપર અપાતાં ખાણાં જેવી જે પ્રથાઓ શરૂ થઈ છે અને જેમાં આબાલવૃદ્ધ ઉત્સાહભેર ભાગ લે છે યા ભાગ લેવા લલચાય એવું વાતાવરણ સર્જાય છે તે બધી પ્રથાઓ રાષ્ટ્રીય આચાર જ કહેવાય. તેમાં કોઈ એક ધર્મપંથ કે કોઈ એક સમાજ કે કોઈ એક વર્ગનું પ્રાધાન્ય નથી; તે સમગ્ર ભારતીય પ્રજાએ અનુસરવાનો એક જાતનો વિધિ છે. તેથી એને રાષ્ટ્રીય સદાચારની પ્રતીક લેખી શકાય અને તે વખતે વ્યક્તિ રાષ્ટ્રસમષ્ટિની ભાવના પોષતી થઈ જાય એવી નેમ પૂલ રીતે સેવાય તો તે અસ્થાને ન કહી શકાય. પણ અહીં જ પ્રાણપ્રશ્ન ઊઠે છે કે શું આ અને આના જેવી ગમે તેટલી રાષ્ટ્રીય આચારની પ્રણાલિકાઓ યોજવામાં કે પોષવામાં આવે તો તેથી ગરીબ, બેકાર, દલિત, અજ્ઞાન અને લાચાર ભારતવાસીઓના મોટા ભાગનું દળદર ફીટે ખરું? આનો જવાબ કોઈ પણ વ્યક્તિ હકારમાં તો આપી નહિ જ શકે. તો પછી બીજો પ્રશ્ન એ ઊઠે છે કે આવા રાષ્ટ્રીય તહેવારો વખતે સરકાર અને પ્રજાએ કઈ કઈ જાતની બીજી પ્રણાલિકાઓ સાથે સાથે મક્કમપણે તેમજ વિચારપૂર્વક વ્યવસ્થિતપણે યોજવી અને પોષવી જોઈએ કે જેમાં સીધી રીતે સમષ્ટિનું હિત પોષાય અને ભારતના સૂકા હાડપિંજરમાં કાંઈક લોહી ભરાય ? આ પ્રશ્નના ઉત્તરમાં બીજો ગાંધીજીએ વેર્યા છે અવશ્ય, પણ આપણે એને પોષ્યાં નથી. તેથી પરાણે રસ ઉપજાવે એવી શુષ્ક પ્રણાલિકાઓમાં દેશનું હીર ખર્ચી નાખીએ છીએ. આટલાં વર્ષો થયાં દેશ એ પૂલ પ્રણાલિકાઓ પાછળ શક્તિ અને ધન ખર્ચે છે છતાં ખરું વળતર નથી મળતું એ વાત જો સાચી હોય તો રાષ્ટ્ર પૂલ ઉત્સવોની સાથે સાથે સજીવ કાર્યક્રમો પણ યોજવા જોઈએ. ગામડાં, શહેર અને કસબાઓ ગંદકીથી એવાં ખદબદે છે કે કોઈ તટસ્થ વિદેશી એ નિહાળી એમ કહી બેસે કે હિંદી ગંદવાડ વિના જીવી જ નથી શકતો, તો એને મૃષાવાદી કહી નહિ શકાય. તેથી સફાઈનો સાર્વત્રિક કાર્યક્રમ એ પ્રથમ આવશ્યકતા છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001198
Book TitleSamaj Dharma ane Sanskruti
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages232
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, Society, & Culture
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy