SearchBrowseAboutContactDonate
Page Preview
Page 180
Loading...
Download File
Download File
Page Text
________________ સ્વરાજ્યને છ વર્ષે • ૧૫૩ વિશે સાંભળીને જ આભો થઈ જાય. છતાં આપણે જોઈએ છીએ કે એમાંથી હજી સુધી તો એક પણ માઈનો લાલ એવો નથી નીકળ્યો કે જે સરકારી તંત્રના મુખ્ય સડાને દૂર કરવાની જડીબુટ્ટી બતાવી શક્યો હોય. આવી સ્થિતિમાં છૂટથી ફરિયાદ કરવા પૂરતું સ્વરાજ્ય પ્રાપ્ત થયા બાદ જો લોકો એમ કહ્યા કરે કે સરકારી તંત્ર ઉપર આવનારા અમલદારો અને નોકરી લાંચની બદીથી મુક્ત નથી અને લાગવગ એ તો તેની ભૂમિકા છે, તો પ્રજાને દોષ દઈ નહિ શકાય. મોટા મોટા વ્યાપારીઓ લોભવશ પ્રજાદ્રોહ કરી સરકારને ઠગે તો એ સમજી શકાય, પણ કેટલાક સરકારી હોદેદ્દારો જ સરકારને ઠગે તો એ મહેલ રેતી ઉપર ઊભો છે એમ કોઈ પણ કહી શકે. જેઓએ સરકારને ધોખો આપ્યો હોય – પછી તે વ્યાપારી હોય કે અમલદાર – તેમને સખત નસિયત કરવામાં જેટલું મોડું થાય છે તેટલો જ લોકોનો ઉકળાટ વધે છે; અને બીજી બાજુથી લાંચ આપનાર અને લેનાર એમ સમજતા થઈ જાય છે કે ચાલતું હોય તેમ ચાલશે. કાંઈ આફત આવશે તો જોયું જશે, કેમકે તેમને નથી હોતો તરત શિક્ષા થવાનો ભય, કે નથી હોતો સખત નસિયત થવાનો ભય. કરોડોના ગોટાળા કરનાર વ્યાપારીઓ અને અમલદારો સુખે શા માટે સૂવા જોઈએ ? તેમણે છેવટે તો પ્રજાનું જ લોહી ચૂસ્યું છે, અને લોહી ચૂસનાર ને એક પણ માણસને ફાડી ખાનાર જંગલી પ્રાણી જો ગોળીનું નિશાન મનાતું હોય તો આવા ઊજળા દેખાતા વ્યાપારીઓ અને અમલદારો જે આખી પ્રજાનું સીધી કે આડકતરી રીતે લોહી પીતા હોય, તેઓ તુરતાતુરત સખત સજાને પાત્ર કેમ ન બનવા જોઈએ? એટલે સરકારી સડો દૂર કરવાની જવાબદારી પણ સરકારી તંત્રની જ છે. એમ કહ્યું નહિ ચાલે કે પ્રજા લાંચ ન આપે તો અમલદારો ન લોભાય. પ્રજા અભણ છે, અસંસ્કારી છે, શિસ્તબદ્ધ નથી, એમ સમજીને જ તો સરકાર ચાલે છે. એટલે એણે પોતાના તંત્રને વહેલામાં વહેલું સડામુક્ત કરવા તરફ જ લક્ષ આપવું ઘટે છે. છેલ્લાં પાંચ વર્ષોની સડાની ફરિયાદે બ્રિટિશ અમલના સડાને ભુલાવી દીધો છે. ૫. આજે પ્રજા એમ તો જાણે છે કે રાજ્યકર્તા અમારા જ ભાઈઓ છે ને અમારામાંથી જ તેઓ અમારી સંમતિથી આગળ આવ્યા છે, પણ સાથે સાથે પ્રજા એમ પણ સમજી રહી છે કે હોદ્દેદારો – ખાસ કરીને મોટા હોદ્દેદારો – જે પગાર લે છે તે સેવા અર્થે નીકળેલને ન શોભે તેવો છે. જો મોંઘવારીનું બહાનું આગળ ધરવામાં આવે તો પ્રજા એમ કહે છે કે મોંઘવારી તો સૌને છે. વળી સામાન્ય પ્રજાજન કરતાં અને સાધારણ કોટિના સરકારી નોકરી કરતાં ઊંચી કોટિના અમલદારોને પોતાના તંત્ર વિશે અને પોતાના જીવન વિશે વધારે આત્મશ્રદ્ધા હોવી જોઈએ. તે એ અર્થમાં કે અમે કશો સંગ્રહ નહિ કરીએ તોપણ કદી ભૂખે મરવાના નથી કે અમારાં બાળબચ્ચાં હેરાન થવાનાં નથી. જો તેમનામાં આવી ઊંડી શ્રદ્ધા ન હોય તો સહેજે જ તેમનાં મન પગારના ધોરણ પરત્વે ઢીલા રહેવાનાં અને જેટલું મળતું હોય તે પણ ઓછું લાગવાનું. એ તો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001198
Book TitleSamaj Dharma ane Sanskruti
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages232
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, Society, & Culture
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy