SearchBrowseAboutContactDonate
Page Preview
Page 167
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૦ • સમાજ, ધર્મ અને સંસ્કૃતિ કેળવણીનાં જૂનાં ધોરણ અને જૂની સંસ્થાઓ ઉપર ફટકો પડ્યો છે એમ ઉપર ઉપરથી જોતાં લાગે છે, પણ બારીકીથી વિચાર કરીએ તો એ દેખાઈ આવશે કે નવી કેળવણી અને નવા પ્રકારની સંસ્થાઓ દ્વારા જ ભારતના આખા જીવનમાં ક્રાન્તિકારી વાંછનીય ફેરફાર થયો છે. પરદેશી શાસનનો હેતુ પરોપકારી હતો કે પોતાનું સ્વાર્થી તંત્ર ચલાવવાનો હતો એ પ્રશ્ન અહીં અપ્રસ્તુત છે. પ્રશ્ન એટલો જ છે કે પરદેશી શાસને શરૂ કરેલ કેળવણી, તેના વિષયો અને તેની સંસ્થાઓ એ બધું એકંદરે શાસન પહેલાંના દેશની કેળવણી વિષયક સ્થિતિ કરતાં પ્રગતિશીલ છે કે નહિ ? તટસ્થપણે વિચાર કરનાર ભાગ્યે જ એવો અભિપ્રાય આપશે કે નવું કેળવણીતંત્ર પ્રગતિકાઈ નથી. આ કેળવણીતંત્રને લીધે અને પરદેશીઓના સહવાસ તેમજ દેશાંતરના વધતા જતા પ્રવાસને લીધે અનેક સામાજિક બાબતોમાં અંગ્રેજી શાસન દરમ્યાન મૂળનો તફાવત પડી ગયો. છે એની કોઈથી ના પાડી શકે તેમ નથી. દલિતો અને અસ્પૃશ્યોને જીવનના દરેક ક્ષેત્રમાં પોતાના જેવા ગણવાની અને તેમને ઊંચા ઉઠાવવાની દિવસે દિવસે બળવત્તર થતી ભાવના દરેક સવર્ણના મનમાં મૂળ નાખતી જાય છે. સુષુપ્ત સ્ત્રીશક્તિ જાગ્રત બની દરેક ક્ષેત્રમાં પુરુષને સાથ આપી રહી છે અને તેનો બોજો હળવો કરવા સાથે સાથે તેના અભિમાનને પણ હળવું કરી રહી છે. પંચ અને મહાજનોની સંસ્થા લોકતંત્રની ઢબે પુનર્જીવન પામતી જાય છે, અને તેની ગતિ સેવાની દિશામાં વધ્યે જાય છે. અંગ્રેજી શાસન સ્થપાયા પછી જ આપણે આખા દેશની અખંડતા અને એકરૂપતાની કલ્પના કરવા લાગ્યા. તે પહેલાં સાંસ્કૃતિક એક્તા હતી એ ખરું, પણ રાજકીય એકતાને માત્ર સૂત્રપાત જ નહિ, વહીવટી અનુભવ સુધ્ધાં બ્રિટિશ શાસને જેવો કરાવ્યો છે તેવો ભૂતકાળમાં ક્યારે પણ ન હતો. નાની મોટી રાજસત્તા માટે અંદરોઅંદર આખડતા સાંઢો. જેવા જમીનદારો, ઠાકોર અને રાજા મહારાજાઓને અંગ્રેજી શાસને જ નાચ્યા અને પ્રજાજનને કાંઈક નિરાંત વળે એવી સ્થિતિ ઊભી કરી. બ્રિટિશ તંત્રે પોતાનું જ જીવન ટકાવવા ને વિકસાવવા આ દેશમાં જે જે કર્યું છે તેનાં અનિષ્ટ પરિણામો ઓછાં નથી, છતાં તેણે જે લોકતંત્રનો પદાર્થપાઠ આપ્યો છે અને જે કેળવણીનું દૃષ્ટિબિંદુ પૂરું પાડ્યું છે, તેમજ શિક્ષણ, વ્યાપાર અને પ્રવાસ માટે જે મોટા પાયા ઉપર પરદેશનાં દ્વાર ખુલ્લાં કર્યા છે, અગર તો જે જળ અને સ્થળનાં બંધનો તોડી ભારત અને ઈતર દેશોને વધારે ને વધારે નજીક આણ્યા છે તેની સરખામણીમાં બીજાં અનિષ્ટો નગણ્ય જેવાં લાગે છે. બ્રિટિશતંત્ર દરમ્યાન સાંપડેલ આ એક જ લાભ એવો છે કે જેમાં સ્વતંત્રતાનાં બધાં બીજોનો સમાવેશ થઈ જાય છે. અત્યારે ભારતને સ્વતંત્રતા પ્રાપ્ત થાય છે ત્યારે બ્રિટિશ શાસન દરમ્યાન પેદા થયેલ અનિષ્ટ તત્ત્વો અને તે દરમ્યાન સાંપડેલ સિદ્ધિઓ એ બંને આપણને વારસામાં મળે છે. હવે ઓગસ્ટની ૧૫મી પછી આપણે માટે સ્વતંત્રતાનો શો અર્થ હોઈ શકે એ વિચારવાનું કામ આપણું છે, નહિ કે અંગ્રેજોનું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001198
Book TitleSamaj Dharma ane Sanskruti
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages232
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, Society, & Culture
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy