SearchBrowseAboutContactDonate
Page Preview
Page 138
Loading...
Download File
Download File
Page Text
________________ શાસ્ત્રમર્યાદા • ૧૧૧ સુધારકો અને પુરવણીકારો કરતાં સર્જકો હંમેશાં જ ઓછા હોય છે. સર્જકોમાં પણ બધા સમાન જ કોટિના હોય એમ ધારવું એ મનુષ્યપ્રકૃતિનું અજ્ઞાન છે. રક્ષકોના મુખ્ય બે ભાગ પડે છે : પહેલો ભાગ સર્જકની કૃતિને આજન્મ વફાદાર રહી તેનો આશય સમજવાની, તેને સ્પષ્ટ કરવાની અને તેનો પ્રચાર કરવાની કોશિશ કરે છે. તે એટલા બધા ભક્તિસંપન્ન હોય છે કે તેને મન પોતાના પૂજ્ય અષ્ટાના અનુભવમાં કાંઈ જ સુધારવા જેવું કે ફેરફાર કરવા જેવું નથી લાગતું. તેથી તે પોતાના સટ્ટાનાં વાક્યોને અક્ષરશઃ વળગી તેમાંથી જ બધું ફલિત કરવાનો પ્રયત્ન કરે છે, અને દુનિયા તરફ જોવાની બીજી આંખ બંધ કરી દે છે. જ્યારે રક્ષકોનો બીજો ભાગ ભક્તિસંપન્ન હોવા ઉપરાંત દષ્ટિસંપન્ન પણ હોય છે. તેથી તે પોતાના પૂજ્ય અષ્ટાની કૃતિને અનુસરવા છતાં તેને અક્ષરશઃ વળગી રહેતો નથી. ઊલટું, તેમાં તે જે જે ઊણપો જુએ છે, અગર પુરવણીની આવશ્યકતા સમજે છે, તેને પોતાની શક્તિ પ્રમાણે દૂર કરી કે પૂર્ણ કરીને જ તે શાસ્ત્રનો પ્રચાર કરે છે. આ રીતે જ રક્ષકોના પહેલા ભાગ દ્વારા શાસ્ત્રો પ્રમાર્જન તેમજ પુરવણી ન પામવા છતાં એકદેશીય ઊંડાણ કેળવે છે અને રક્ષકોના બીજા ભાગ દ્વારા એ શાસ્ત્રો પ્રમાર્જન તેમજ પુરવણી મેળવવાને લીધે વિશાળતા પામે છે. કોઈ પણ અષ્ટાના શાસ્ત્રસાહિત્યનો ઇતિહાસ તપાસીશું તો ઉપરની વાતની ખાતરી થયા વિના નહિ રહે. અહીં દાખલા તરીકે આર્યઋષિઓના અમુક વેદભાગોને મૂળ સર્જન માની પ્રસ્તુત વસ્તુ સમજાવવી હોય તો એમ કહી શકાય કે મંત્રવેદનો બ્રાહ્મણભાગ અને જૈમિનીયની મીમાંસા એ પ્રથમ પ્રકારના રક્ષકો છે, અને ઉપનિષદો, જૈન આગમો, બૌદ્ધ પિટકો, ગીતા, સ્મૃતિ, અને બીજા તેવા ગ્રંથો એ બીજા પ્રકારના રક્ષકો છે; કારણ કે, બ્રાહ્મણગ્રંથોને અને પૂર્વમીમાંસાને મંત્રવેદમાં ચાલી આવતી ભાવનાઓની વ્યવસ્થા જ કરવાની છે, તેના પ્રામાણ્યને વધારે મજબૂત કરી લોકોની તે ઉપરની શ્રદ્ધાને સાચવવાની જ છે. કોઈ પણ રીતે મંત્રવેદનું પ્રામાણ્ય સચવાઈ રહે એ એક જ ચિંતા બ્રાહ્મણકારો અને મીમાંસકોની છે. તે કટ્ટર રક્ષકોને મંત્રવેદમાં ઉમેરવા જેવું કાંઈ જ દેખાતું નથી; ઊલટું, ઉમેરવાનો વિચાર જ તેમને ગભરાવી મૂકે છે. જ્યારે ઉપનિષદકારો, આગમકારો, પિટકકારો વગેરે મંત્રવેદમાંથી મળેલા વારસાને પ્રમાર્જન કરવા જેવો, ઉમેરવા જેવો અને વિકસાવવા જેવો લેખે છે. આવી સ્થિતિમાં એક જ વારસાને મેળવનાર જુદા જુદા સમયના અને સમસમયના પ્રકૃતિભેટવાળા માણસોમાં પક્ષાપક્ષી પડી જાય છે, અને કિલ્લેબંધી ઊભી થાય છે. નવા અને જૂના વચ્ચે દ્વન્દ્ર : ઉપરની સ્લેિબંધીમાંથી સંપ્રદાય જન્મે છે અને એકબીજા વચ્ચે વિચારનો સંઘર્ષ ખૂબ જામે છે. દેખીતી રીતે એ સંઘર્ષ અનર્થકારી લાગે છે, પણ એ સંઘર્ષને પરિણામે જ સત્યનો આવિર્ભાવ આગળ વધે છે. કોઈ પુષ્ટ વિચારક કે સમર્થ અષ્ટા એ જ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001198
Book TitleSamaj Dharma ane Sanskruti
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages232
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, Society, & Culture
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy