SearchBrowseAboutContactDonate
Page Preview
Page 344
Loading...
Download File
Download File
Page Text
________________ જેની ડિકશન [૩૨૯ આ બધી વાતો પરથી સમજી શકાશે કે આવા વિર્ભાગજ્ઞાનની ઊંડી સમજણ આપતું જિનાગમ એ જ પૂર્ણ તત્ત્વજ્ઞાન છે, વિજ્ઞાન તે હજી ઘણું અપૂર્ણ છે. પૂર્ણ તત્ત્વજ્ઞાનસ્વરૂપ જિનાગમને કહેનારા પરમાત્મા આજના જેવા કોઈ વૈજ્ઞાનિક ન હતા કે જેમણે પ્રગશાળાઓ ઊભી કરીને વર્ષો સુધી સંશોધન કરીને બધી શેધને અહેવાલ તૈયાર કરીને આગમગ્રંથમાં રજૂ કર્યો હોય. - ના, એ પ્રયેગી ન હતા, એ તે યોગી હતા. વિશુદ્ધ આત્મા હતા. એ વિશુદ્ધના પ્રકાશમાં જ એમને પ્રત્યેક પરમાણુ પણ સ્પષ્ટરૂપે દેખાય હતે. સાંભળવા મુજબ ભગવાન મહાવીરના સમકાલીન ગૌતમ બુદ્ધ પણ કહ્યું હતું કે નિન્ય, આયુષ્યમાન એ જ્ઞાનપુત્ર (ભગવાન મહાવીર) સાચે જ સર્વજ્ઞ અને સર્વદશ છે. કેમ કે એ તમામ વાતને સંપૂર્ણ પણે જાણે છે. મારી પણ બેસવાની, ઊઠવાની, ચાલવાની તમામ ક્રિયા વગેરેને એ ત્યાં બેઠા બેઠા જાણે છે! ભગવાન જિન સર્વજ્ઞ હતા એ વાતની સિદ્ધિ માટે આ ગ્રન્થ લખવાનો પ્રયત્ન કર્યો છે. જે સર્વજ્ઞ હોય તે અવશ્ય વીતરાગ હોય અને વીતરાગ સર્વજ્ઞ અવશ્ય સત્યવાદી હોય એ વાત આપણે આરંભમાં જ જોઈ ગયા છીએ. “આપણે સહુ એ વીતરાગ–સર્વજ્ઞ, સત્યવાદી ભગવાન જિનને આજે અંતરથી નમીએ. એમણે જણાવેલી તમામ વાતને હૃદયથી સ્વીકારીએ. એમણે બતાવેલા સુખના રાહે કદમ માંડીએ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001193
Book TitleVigyana ane Dharma
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year1991
Total Pages408
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy