SearchBrowseAboutContactDonate
Page Preview
Page 190
Loading...
Download File
Download File
Page Text
________________ ઈશ્વર અને જગતક ત્વ [૧૫૫ છે. આ અવસ્થાથી ઊંચું બીજું એવું કોઈ ઈશ્વરી સ્વરૂપ સંભવી શકતું નથી. જો તેવું કોઈ સ્વરૂપ સંભવતું હેાય તે તેની વિશેષતાએ પણ ગણાવવી જોઈએ. અહિરાત્મદશા કે અન્તરાત્મદશાના જીવાત્માની વર્તમાન અવસ્થા અને એની ભાવીમાં સંભવિત બનનારી પરમાત્મા અવસ્થા એ એમાં જો કેાઈ ભેદ પાડનાર વસ્તુ હોય તે તે માત્ર કર્મ છે. કર્મ પુદ્ગલના જીવ ઉપરના અસ્તિત્વને કારણે જ જીવાત્મા પોતે અહિરાત્મ કે અંતરાત્મ અવસ્થામાં રહે છે. જ્યારે એવી સ્થિતિને જાળવી રાખનાર કર્મપુદ્દગલ હટી જાય છે ત્યારે જ એ જીવાત્મા સદેહમુક્ત પરમાત્મા બને છે અને જ્યારે આયુષ્ય ટકાવનારાં કર્મ વગેરે પણ આત્મા ઉપરથી ખસી જાય છે ત્યારે એ સહેમુક્ત પરમાત્મા જ વિદેહમુક્ત પરમાત્મા બની શકે છે. પરમાત્મપદ પામવાની લાયકાતવાળા તમામ જીવેા પરમાત્મા બની શકે છે. કાળ, સ્વભાવ, નિયતિ, કર્મ અને પુરુષાર્થ આ પાંચેય કારણેા મળતાં જેમ કાર્ય કાર્ય નિષ્પન્ન થાય છે તેમ પરમાત્મભાવને પામવાનું કાર્ય પણ આ પાંચે ય કારણેા ભેગાં મળતાં અવશ્ય નિષ્પન્ન થાય છે. ટૂંકમાં, અહીં એ જ કહેવાનું છે કે જીવાત્માની તમામ અવસ્થાઓ, એનાં વિવિધ સ્વરૂપે, એની વિધિવિધ ક્રિયાઓ-બધું જ એના પેાતાના પ્રયત્નથી જન્ય છે, કર્મ વગેરેથી જન્ય છે. એમાં કાં ય પણ કોઈ ઈશ્વરીય પ્રેરણા માનવાની જરૂર નથી. એટલે જવના મનુષ્ય તરીકે પર્યાય થવા, ગર્ભમાંથી જન્મ પામવાનેા પર્યાય થવા, મોટા થવાના પર્યાય થવા, વકીલ, બેરિસ્ટર કે ડોક્ટર થવાના પર્યાય થવા, કાઈ સ્ત્રીના પતિ થવાના કે ચાર બાળકૈાના પિતા થવાના પર્યાય થવા એ બધાયમાં જીવ-દ્રવ્ય કાયમ જ રહે છે અને જે પર્યંચા થતા જાય છે તે બદલાતા રહે છે, આમાં કચાય ઈશ્વરીય કત્વ માનવાની લેશ પણ જરૂર નથી કે જેના વિના આમાંનું કોઈ પણ કાર્ય અટકી પડતું હોય. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001193
Book TitleVigyana ane Dharma
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year1991
Total Pages408
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy