SearchBrowseAboutContactDonate
Page Preview
Page 185
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૦] વિજ્ઞાન અને ધર્મ તે જગતને વિનાશ કરવાની રમત કરું” કે તરત તેવી કીડાથી તેઓ જગતને ઉત્પાદ કે નાશ કરવામાં પ્રવૃત્ત થઈ જાય છે. * ઉ–રે! કીડા એ તે રાગજનિત પ્રવૃત્તિ છે. જેઓ રાગમુક્ત છે તેનામાં કીડા હોઈ શકે જ કેમ? પ્રસારું. તે એમ કહી શકાય ને કે સૃષ્ટિનિર્માણ કરવામાં ઈશ્વરની કૃપા (કરુણા) જ કારણ છે. ઉ–એ પણ બરાબર નથી. કેમકે જે જગત્ને જીની કરુણતાથી જ જગતનું નિર્માણ કરવામાં ઈશ્વર પ્રવૃત્ત થતા હોય તો પછી એ કરુણા તે બધાને સુખી જ બનાવે ને? એકને પણ દીન, ગરીબ, રાગી વગેરે બનાવે જ શા માટે ? ઈશ્વર સર્વશક્તિમાન હોય અને વળી જીવ પ્રત્યેના દયાલુભાવથી જ જગતનું નિર્માણ કરતા હોય તે એક પણ જીવને દુઃખી બનાવવાનું કોઈ કારણ જ રહેતું નથી. * પ્ર.–ઈશ્વર દયાલુભાવથી જગતનું નિર્માણ કરે છે, છતાં એ જગતમાં અનેક દુઃખી આત્માઓ હોય છે તેનું કારણ ઈશ્વર નથી પરંતુ તે આત્માઓનાં અશુભ કર્મો છે. ઈવર પણ અંતે તે જીવનાં કર્મને પરાધીન છે. જેવું જીવનું કર્મ એને દેખાય એ રીતે જ એને સુખી કે દુઃખી બનાવે. એટલે એમાં કૃપાલુ ઈવરને કઈ દોષ નથી. + ઉ–રે! આ રીતે જે દયાલુ ઈવર પણ જીવેનાં કર્મને પરાધીન છે, કર્મના અનુસારે જ તે જીવોને સુખ દુઃખની સામગ્રી આપી શકે છે, પિતે પૂર્ણ દયાળુ હોવા છતાં જે પરાધીનતા તેનામાં હોય તે આપણામાં અને તેનામાં ફેર છે? આપણે પણ કર્મપરાધીન! એ પણ કર્મપરાધીન ! પરાધીનમાં ઈશ્વરપણું કેમ સંભવે? ૪ : પાથ વૃત્તીર્ણ મુરચે સારું કૃત / જય : : યદુનિક મહિલાવિત્રમ્ जनं तुं सृजतस्तस्स्य कृपालोः का कृपालुता ॥४॥ + : कर्मापेक्षः स चेतहि न स्वतन्त्रोऽस्मदादिवत् । Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001193
Book TitleVigyana ane Dharma
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year1991
Total Pages408
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy