SearchBrowseAboutContactDonate
Page Preview
Page 292
Loading...
Download File
Download File
Page Text
________________ - ત્રીજો અધિકાર | ૨૭૫ વિવરણ : એક સુંદર કલ્પનચિત્ર. કલ્પન ધૂંસરીએ નવાસવા જોતરાતા બળદનું છે. વારંવાર મસ્તક ધુણાવીને બળદ આ નવી પરિસ્થિતિ પ્રત્યેનો અણગમો – ડર વ્યક્ત કરે છે. એ જ રીતે જેણે આજદિન સુધી કોઈ જવાબદારી જ વહન કરી નથી અને સ્વતંત્ર વિહર્યો છે તે સ્થૂલિભદ્રની ભાવપરિસ્થિતિને વ્યક્ત કરતું આ કલ્પનાચિત્ર સચોટ બન્યું છે. પાઠાંતર ઃ ૧. ૪ મોકલપણઈ. ૨. ૨૦ ધર (ધુરિને બદલે; , ગ શ સ જોતરિઉ જ જોતર્યા. ગણિકાગુણિકાદવિ કલ્યઉં, બાંધવિ કાચઉ તારિ, તવ ઊભી આગલિ રહી, કોઠ્યા વડઈ વિનારિ. ૨૦. ગદ્યાનુવાદ: ગણિકાના ગુણકાદવમાં ખૂંપ્યો હતો. તેને ભાઈએ બહાર) તાણી કાઢ્યો. ત્યારે કોશા ખૂબ ચતુરાઈથી આગળ આવીને ઊભી રહી. પાઠાંતર : ૧. ર ગલ્યો (‘કલ્યઉ'ને બદલે); રર, ગ, ઘ, ૩, ૪, ૪ કાઢઇં. ૨. ૩ આંગણિ રહી; ટ ખડી (રહી’ને બદલે). ચતુર ન ચાતરતઉ કિમઈ, આઘઉ મુઝ વિણ પાઉં, વીસાસી મંદિરિ રહી, ઈમ કિમ દઈ દઉ. ૨૧ ગદ્યાનુવાદ : ચતુર, તું મારા વિના કેમેય આગળ પગ ખસેડતો – મૂકતો નહીં. વિશ્વાસ રાખીને, આ નિવાસમાં રહીને આમ શાને મોકો મેળવાય છે, લાગ જોવાય વિવરણ: બીજા અધિકારની અંતિમ કડીઓમાં, ધૂલિભદ્ર સાથેના સહચારનાં કેવાંકેવાં સ્વખો કોશાએ જોયાં હતાં ! અને હવે જે વિપરીત પરિસ્થિતિ સર્જાઈ છે ત્યારે કોશાના ઉદ્ગારો હૃદયદ્રાવક બને છે. પાઠાંતર : ૧. રવ ચાતુર (ચાતરતજીને બદલે); ટ પાઈ. ૨. ૪ વેશ્યાસી ઇ વેસ ઈસી ટ વિમાસી (“વાસી’ને બદલે); ટ રહો; ધ્રહ ટ દાઈ (દાઉને બદલે). ભમરા તું નવિ મૂકતઉં, કાશિકમલ ગુણગેહ, ક્ષિણ વિરહય ખમતી નહીં, તે કિહાં ગયઉ સનેહ ૨૨ ગદ્યાનુવાદ : હે ભમરા, પહેલાં તો) તું કદી ગુણોના ગૃહ જેવું કોશા રૂપી કમલ મૂકતો નહીં, ક્ષણનો પણ વિરહ ખમતો નહીં. તે (તારો) સ્નેહ ક્યાં ગયો ? પાઠાંતર ઃ ૧. ગ, ટુ વર (“ગુણને બદલે). ૨. 1 “નહીં' નથી. જિમ જિમ પ્રીજ પગલાં ભરઈ, તિમતિમ અધિક રતિ, આગલિ પાછલિ ઊતરી, પ્રીફ પાલવ ઝાલતિ. ૨૩ ગદ્યાનુવાદ : જેમ જેમ પિયુ પગલાં ભરે છે તેમતેમ કોશા) અધિક રડે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001192
Book TitleGunratnakarchand
Original Sutra AuthorN/A
AuthorSahajsundar, Kantilal B Shah
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year1998
Total Pages398
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy