SearchBrowseAboutContactDonate
Page Preview
Page 14
Loading...
Download File
Download File
Page Text
________________ ગુણસ્થાનક(ગુણઠાણું) કહેવાય છે. અનન્તગુણોથી સર્વથા સદાને માટે આત્મા પરિપૂર્ણ છે અને એમાં દોષનો અંશ પણ નથી. આ વાસ્તવિકતા હોવા છતાં કર્મના યોગે આત્માના ગુણો અવરાયેલા (ઢંકાયેલા) છે અને દોષો દેખાયા કરે છે. આપણા જ ગુણો આપણે પ્રગટ કરવાના છે. નવું કશું જ મેળવવાનું નથી. માત્ર કર્મનાં આવરણો દૂર કરી આપણા સ્વરૂપને પ્રગટ કરી આપણા શુદ્ધ સ્વરૂપને પ્રાપ્ત કરવાનું છે. આ પ્રક્રિયાને ગુણસ્થાનકના વિકાસક્રમ તરીકે વર્ણવાય છે. આથી સમજી શકાશે કે આવરણભૂત કર્મના વિગમથી આત્માની યોગ્યતા અસંખ્ય પ્રકારની હોય છે. પણ એ બધી યોગ્યતાને ચૌદ ગુણસ્થાનકમાં સમાવીને શાસ્ત્રકાર પરમર્ષિઓએ એનું વર્ણન કર્યું છે, જે ચૌદ ગુણઠાણાં તરીકે પ્રસિદ્ધ છે. અનાદિકાળથી આત્મા અવ્યવહારરાશિમાં હતો. તથાભવ્યત્વાદિના સહકારથી આત્મા વ્યવહારરાશિમાં આવે છે. અનેક પ્રકારનાં દુઃખોને સહન કરતાં કરતાં જ્યારે પણ આત્મા ઉપર લાગેલાં કર્મોની સ્થિતિ આયુષ્યકર્મને છોડીને બાકીનાં સાત કર્મોની સ્થિતિ; અન્તઃકોટાકોટિ સાગરોપમ પ્રમાણ જેટલી (એક કોટાકોટિ સાગરોપમથી કંઇક ન્યૂન) હોય છે; ત્યારે જીવ ગ્રન્થિદેશે આવેલો હોય છે. રાગદ્વેષની તીવ્ર પરિણતિને ગ્રન્થિ કહેવાય છે. ગ્રન્થિદેશે આવ્યા વિના ગ્રન્થિને ઓળખવાનું કાર્ય થતું નથી. અચરમાવર્ત્તકાળમાં પણ જીવો ગ્રન્થિદેશે અનન્તીવાર આવે છે. પરન્તુ મોટા ભાગે તે વખતે Jain Education International For Private & sonal Use Only ww.jainelibrary.org
SR No.001167
Book TitleSansarthi Moksh Sudhi
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan Jain Religious
Publication Year2007
Total Pages64
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy