SearchBrowseAboutContactDonate
Page Preview
Page 10
Loading...
Download File
Download File
Page Text
________________ છતાં એનાથી વિરામ પામવાની પ્રતિજ્ઞાનો પરિણામ ન હોવાથી અવિરતિના કારણે તે સુખો ભોગવવાનું પણ પાપ લાગે છે. આથી સમજી શકાશે કે આ સંસારમાં પ્રવૃત્તિના કારણે બંધાતાં પાપોની અપેક્ષાએ અવિરતિના કારણે બંધાતાં પાપો અનંતગુણાં છે. પ્રવૃત્તિ પરિમિત છે, પરિણામ અનન્ત છે. કઇ રીતે આનો અન્ત આવશે ? આ અવિરતિના પાપના વિનાશ માટે સાધુધર્મને આરાધ્યા વિના છૂટકો નથી. ચૌદ રાજલોકમાંના કોઇ પણ જીવને મનથી, વચનથી અને કાયાથી પણ દુઃખ ન આપવું, ન અપાવવું અને ન અનુમોદ્યુંઆ રીતે ત્રિવિધ ત્રિવિધે હિંસાદિથી સર્વથા વિરામ પામેલા તેમ જ કોઇ પણ પ્રકારના વિષયોનો ઉપભોગ ન કરનારા પૂ. સાધુ મહાત્માઓ સર્વથા અવિરતિના પાપથી વિરામ પામ્યા છે. અહીં એ યાદ રાખવું જોઇએ કે સર્વથા સાવઘ(પાપ)થી વિરામ પામેલા પૂ. સાધુભગવન્તાદિ મહાત્માઓ આહાર-વિહારાદિની પ્રવૃત્તિ કરતા હોવાથી વિષયોપભોગની પ્રવૃત્તિ અને હિંસાદિની (વનસ્પતિકાયાદિ જીવોની હિંસાદિની) પ્રવૃત્તિ કરતા હોય એમ લાગે છે. પરન્તુ વાસ્તવિક રીતે શ્રી તીર્થંકરપરમાત્માની પરમતારક આજ્ઞા મુજબની આહારાદિની એ પ્રવૃત્તિથી પૂ. સાધુમહાત્માદિને એ પ્રવૃત્તિ પાપબંધનું કારણ બનતી નથી. ઉપભોગ અને ઉપયોગમાં જે ફરક છે-તે યાદ રાખવો જોઇએ. ઉપભોગ સુખ માટે અને દુઃખ ટાળવા માટે હોય છે અને શરીરના નિર્વાહાદિ માટે ઉપયોગ હોય છે. આથી જ પ્રવૃત્તિ હોવા છતાં પરિણામને આશ્રયીને તેઓશ્રી ત્યાગી છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001167
Book TitleSansarthi Moksh Sudhi
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan Jain Religious
Publication Year2007
Total Pages64
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy