SearchBrowseAboutContactDonate
Page Preview
Page 63
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી પૂજા સંગ્રહ સાથે કાવ્ય તથા મંત્ર ભોગી યદા લોકનતોડપિ યોગી, બભૂવ પાતાલપદે નિયોગી; કલ્યાણકારી દુરિતાપહારી, દશાવતારી વરદઃ સ પાર્શ્વઃ ૧. ૐ હ શ્રી પરમપુરુષાય પરમેશ્વરાય જન્મ જરા-મૃત્યુનિવારણાય શ્રીમતે નિંદ્રાય પુષ્પાણિ યજામહે સ્વાહા. ચ્યવનકલ્યાણકે બીજી ફળપૂજા દુહા કૃષ્ણ ચતુર્થી ચૈત્રની, પૂર્ણાયુ સુર તેહ; વામા માત ઉદર નિશિ, અવતરિયા ગુણગેહ. ૧. કાવ્યનો અર્થ-જેમના દર્શનથી યોગની એકાગ્રતાવાળો સર્પ પાતાળસ્થાનમાં સ્વામી (ધરણેન્દ્ર) થયો, એવા કલ્યાણના કરનારા, દુરિતને હરનારા અને દશ અવતારવાળા (સમકિત પામ્યા પછી જેમના દશ ભવ થયા છે એવા) તે પાર્શ્વનાથ ભગવંત વાંછિત આપનારા થાઓ. ૧. મંત્રનો અર્થ- પરમ પુરુષ, પરમેશ્વર, જન્મ-જરા મૃત્યુનું નિવારણ કરનાર કેવળજ્ઞાનરૂપી લક્ષ્મીવાળા જિનેન્દ્રની અમે પુષ્પો વડે પૂજા કરીએ છીએ. દુહાનો અર્થ ગુણના ભંડાર એવા પ્રભુ ચૈત્ર વદિ-૪ (ગુજરાતી ફાગણ વદિ-૪) ની રાત્રિએ દેવાયુ પૂર્ણ કરી વામામાતાના ઉદરમાં આવીને અવતર્યા. ૧. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001156
Book TitlePooja Sangraha with Meaning Tika
Original Sutra AuthorVirvijay , Yashovijay Upadhyay
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year1999
Total Pages308
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, & Worship
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy