SearchBrowseAboutContactDonate
Page Preview
Page 258
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૭ પીસ્તાલીશ આગમની પૂજા આગે આગમ બહુ હતાં, અર્થવિદિત જગદીશ; કાલવશે સંપ્રતિ રહ્યાં, આગમ પિસ્તાલીશ ૪ આથમતે કેવલ-રવિ, મંદિર દીપક જ્યોત; પંચમ આરે પ્રાણીને, આગમનો ઉદ્યોત. ૫ પ્રથમ જ્ઞાન પછી દયા, દશવૈકાલિક વાણ; . વસ્તુતત્વ સવિ જાણીએ, જ્ઞાનથી પદ નિર્વાણ. ૬ જ્ઞાનભક્તિ કરતાં થકા, પૂજ્યા જિન અણગાર; તે કારણ આગમતણી, પૂજા-ભક્તિ વિશાળ. ૭ જ્ઞાનોપગરણ મેલીયે, પુસ્તક આગળ સાર; પીઠ રચી જિનબિંબને, થાપીજે મનોહાર. ૮ પરમાત્માએ અર્થરૂપે કહેલાં આગળ ઘણાં આગમો હતાં. દુઃષમકાળના યોગે વર્તમાનકાળે પીસ્તાલીશ આગમો છે. ૪ કેવળજ્ઞાનરૂપી સૂર્ય અસ્ત થવા છતાં આજે પંચમકાળના જીવોને આ આગમોનો ઉદ્યોત-પ્રકાશ મંદિરમાં દીપકની જ્યોત જેવો (કલ્યાણકારી) છે. ૫ શ્રી દશવૈકાલિક સૂત્રમાં કહ્યું છે કે પઢમં ના તો ત્યાં -પ્રથમ જ્ઞાન અને પછી દયા છે. જ્ઞાનથી સર્વ વસ્તુના તત્ત્વને જાણી શકાય છે. નિર્વાણપદ-મોક્ષ પણ જ્ઞાનથી પ્રાપ્ત કરાય છે. ૬ જ્ઞાનભક્તિ કરવાથી શ્રી જિનેશ્વર ભગવંત અને મુનિ ભગવંતોની પૂજા કરી ગણાય છે. તે માટે આગમની વિશાળ પૂજાભક્તિ કરીએ. ૭ આગમના પુસ્તકોની આગળ શ્રેષ્ઠ જ્ઞાનના ઉપકરણો મૂકીએ. પીઠિકાની રચના કરી તે ઉપર મનોહર એવી જિનપ્રતિમાને સ્થાપીએ.૮ ૧૭. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001156
Book TitlePooja Sangraha with Meaning Tika
Original Sutra AuthorVirvijay , Yashovijay Upadhyay
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year1999
Total Pages308
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, & Worship
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy