SearchBrowseAboutContactDonate
Page Preview
Page 256
Loading...
Download File
Download File
Page Text
________________ પીસ્તાલીશ આગમની પૂજાની વિધિ આ પૂજામાં આઠ પૂજા આવે છે. પહેલી પૂજા જળપૂજા, બીજી ચંદનપૂજા, ત્રીજી પુષ્પપૂજા, ચોથી ધૂપપૂજા, પાંચમી દીપકપૂજા, છઠ્ઠી અક્ષતપૂજા, સાતમી નૈવેદ્યપૂજા અને આઠમી ફળપૂજા- દરેક પૂજા વખતે તે તે દ્રવ્ય લઇને પ્રભુ પાસે સ્નાત્રીયાએ ઉભા રહેવું. ઉત્તમ ફળ-નૈવેદ્ય વગેરે આઠ આઠ લાવવાં. શક્ય ન હોય તો એક એક પણ લાવીને પૂજા થઈ શકે. કળશ-દીપક-નાડાછડી-ધૂપઘસેલું કેસર આદિ પૂર્વની પૂજાની જેમ જ અહીં પણ સમજી લેવું. સ્નાત્રીયાએ પ્રથમ સ્નાત્ર ભણાવવું. પછી આ પૂજા ભણાવવી. અંતે લુણ ઉતારણ, આરતી, મંગળદીવો, શાન્તિકળશ કરી ચૈત્યવંદન કરવું. આ પૂજામાં ૧૧ અંગ, ૧૨ ઉપાંગ, ૧૦ પન્ના, ૬ છેદસૂત્ર, ૪ મૂળસૂત્રો અને ૨ સૂત્રો, એમ કુલ ૪૫, આગમોનું વર્ણન છે. કયા કયા આગમમાં કયા કયા વિષયો છે. તેના કેટલા ભેદ-પ્રતિભેદ છે. તે સમજાવ્યું છે. પીસ્તાલીશ આગમ સ્વરૂપ શ્રુતજ્ઞાનની અષ્ટપ્રકારી પૂજા ભણાવાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001156
Book TitlePooja Sangraha with Meaning Tika
Original Sutra AuthorVirvijay , Yashovijay Upadhyay
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year1999
Total Pages308
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, & Worship
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy