SearchBrowseAboutContactDonate
Page Preview
Page 161
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૦ શ્રી પૂજા સંગ્રહ સાથે યંત્ર પીલણ સર નવિ શોષીએ રે લોલ, તેણે કરજો મયા મહારાજ જો; નહીં ખોટ ખજાને દીજીએ રે લોલ, શિવરાજ વધારી લાજ જો. મુને૦ ૮ રાજમંત્રીસુતા ફળ પામતી રે લોલ, વ્રત સાધક બાધક ટાળ જો; શુભવીર પ્રભુના નામથી રે લોલ, નિત્ય પામીએ મંગળમાળ જો. મુને, ૯ કાવ્ય તથા મંત્ર શ્રદ્ધાસંયુતદ્વાદશવ્રતધરાઃ શ્રાદ્ધાઃ શ્રુતે વર્ણિતા, આનંદાદિકદિગ્મિતા સુરભવં ત્યત્વા ગમિષ્યતિ વૈ; મોક્ષ તદ્ઘતમાચરસ્વ સુમતે ! ચૈત્યાભિષેક કુરુ, યેન – વ્રતકલ્પપાદપફલાસ્વાદ કરોષિ સ્વયમ્. ૧. 3ૐ હ્રીં શ્રી પરમપુરષાય પરમેશ્વરાય જન્મ-જરા-મૃત્યુનિવારણાય શ્રીમતે વીરજિનેન્દ્રાય અષ્ટમંગલાનિ યજામહે સ્વાહા. વળી યંત્રપાલનકર્મ અને સરોવરને શોષાવવાનું કર્મ ન કરવું. આ પ્રમાણે હું પંદર કર્માદાનનો ત્યાગ કરું છું. તેથી હે મહારાજા ! મારા ઉપર કૃપા કરજો. આપના ખજાનામાં ખોટ નથી. અમને મોક્ષનું રાજ આપો અને અમારી આબરૂ વધારો. ૮ આ વ્રતના આરાધનથી રાજાના મંત્રીની પુત્રી ઉત્તમ ફળને પામી છે. તેથી વ્રત પાળવામાં બાધક કારણો તજવાં, અર્થાત્ અતિચાર ટાળવા. શ્રી શુભવીર પ્રભુના નામથી હંમેશાં મંગલમાળ પામીએ. ૯ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001156
Book TitlePooja Sangraha with Meaning Tika
Original Sutra AuthorVirvijay , Yashovijay Upadhyay
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year1999
Total Pages308
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, & Worship
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy