SearchBrowseAboutContactDonate
Page Preview
Page 128
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી નવાણુપ્રકારી પૂજા ૧ ૨૭ અગિયારમી પૂજા દુહા શત્રુંજયગિરિ મંડણો, મરુદેવાનો નિંદ; યુગલાધર્મ નિવારકો, નમો યુગાદિ નિણંદ. ૧. ઢાળ તીરથની આશાતના નવિ કરીએ, નવિ કરીએ રે નવિ કરીએ; ધૂપ ધ્યાન ઘટા અનુસરીએ, તરીએ સંસાર. તીરથની ૧ આશાતના કરતાં થકાં ધનહાણી, ભૂખ્યા ન મળે અન્નપાણી; કાયા વળી રોગે ભરાણી, આ ભવમાં એમ. તીરથનીઓ ૨ પરભવ પરમાધામીને વશ પડશે, વૈતરણી નદીમાં ભળશે; અગ્નિ ને કુંડે બળશે, નહીં શરણું કોય. તીરથની ૩ દુહાનો અર્થ શત્રુંજયગિરિના આભૂષણરૂપ, મરુદેવા માતાના પુત્ર અને યુગલિકધર્મને નિવારનાર એવા યુગાદિનિણંદ ઋષભદેવ પ્રભુને નમસ્કાર થાઓ. ૧. ઢાળનો અર્થ- આ મહાતીર્થની આશાતના ન કરીએ. ધૂપઘટા સાથે ધ્યાનઘટાને જોડીએ તો આ સંસારને તરી જઇએ. ૧. તીર્થની આશાતના કરવાથી ધનની હાનિ થાય, ભૂખ્યા હોવા છતાં અન્ન-પાણી ન મળે. કાયા રોગથી વ્યાપ્ત થાય, આ ભવમાં એવી - સ્થિતિ પ્રાપ્ત થાય. ૨. તીર્થની આશાતના કરનાર જીવો પરભવમાં પરમાધામીને વશ પડે, તેઓ વૈતરણી નદીમાં વહેવરાવે, અગ્નિના કુંડમાં બાળે. ત્યાં તે જીવોને કોઈ શરણભૂત નથી. ૩. આ તીર્થ શ્રી આદિનાથ પ્રભુ પૂર્વ નવાણું વાર આવ્યા છે. અનેક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001156
Book TitlePooja Sangraha with Meaning Tika
Original Sutra AuthorVirvijay , Yashovijay Upadhyay
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year1999
Total Pages308
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, & Worship
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy