SearchBrowseAboutContactDonate
Page Preview
Page 445
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૧૨ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર'માં જોવા મળે છે. શ્રીમદ્ ઓછા શબ્દોમાં પોતાના ભાવને કેવી ગરિમા સુધી પહોંચાડે છે તે આ કાવ્યમાં સ્પષ્ટપણે અનુભવી શકાય છે. સરળ શબ્દોમાં પરમાર્થ ગૂંથ્યો હોવાથી આ કાવ્ય વધુ મૂલ્યવાન બન્યું છે. શ્રીમદે અત્યંત સંક્ષેપમાં, છતાં સચોટ અને રોચક રીતે આ ગ્રંથમાં આત્મતત્ત્વની મીમાંસા કરી છે, જે તેમના ગહન શાસ્ત્ર-અભ્યાસની, ઉન્નત આત્મદશાની અને ઉત્તમ કવિત્વશક્તિની પ્રતીતિ કરાવે છે. બ્રહ્મચારીજી શ્રી ગોવર્ધનદાસજી લખે છે ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' વિવેચન — = ‘અનાદિથી પરમગૂઢ અગોચર એવા આત્મતત્ત્વની વ્યાખ્યા આર્ય દર્શનકારોએ અનેક પ્રકારે કરેલી છે અને તે દર્શનસાહિત્યો એટલાં વિશાળ બન્યાં છે કે સામાન્ય શક્તિમાન મુમુક્ષુઓને તે હસ્તગત કરવાં, તેમાં પ્રણીત કરેલાં દૃષ્ટિદ્વાર અને સાધનદ્વારોનો ભેદ ઉકેલી મુક્તિમાર્ગને ખોળવો અને પામવો અત્યંત અત્યંત વિકટ થઈ પડેલ છે. તે દર્શનકારોની આત્મદર્શનપદ્ધતિઓની અતિ સંક્ષિપ્ત અને સચોટપણે છેક જ છણાવટ કરી તેના દોહનરૂપે પોતાના અમોઘ પ્રગટ અનુભવજ્ઞાન-શક્તિ વડે આ ‘આત્મસિદ્ધિ' કોઈક વિરલ નિકટ મોક્ષગામી જીવોના કરકમલમાં અને હૃદયકમલમાં જ્ઞાનાવતાર પરમકૃપાળુ શ્રીમદ્ રાજચંદ્ર પ્રભુએ અર્પણ કરેલ.’૧ Jain Education International શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર'માં શ્રીમદે આત્માર્થા જીવ જ્યાં મૂંઝાઈ જાય એવા ઘણા ઘણા પ્રશ્નોના સચોટ જવાબ આપ્યા છે, જે દરેકને નિરુત્તર જ નહીં પણ નિઃશંક બનાવી દે એવા સચોટ છે. આવા પ્રશ્નોનું સચોટ નિરસન પણ તેમણે ખૂબ જ ટૂંકા છતાં માર્મિક શબ્દોમાં કર્યું છે. આ કૃતિની ખૂબી એ છે કે શબ્દોનો સંક્ષેપ છતાં શ્રીમદ્ તે વિષયના ભાવોને પૂર્ણપણે આવરી લે છે, તેથી તેમની રચના અર્થઘન છે એમ જોઈ શકાય છે. સામાન્ય નજરે જોતાં સરળ લાગતી આ ગાથાઓમાં ઊંડાણનાં દર્શન થાય છે. જીવને પ્રગતિ કરાવવા માટે તેમાં ઉપદેશ આપ્યો છે, શિખામણો સૂચવી છે અને રહસ્યજ્ઞાનનું સ્ફોટન કર્યું છે. કેટલી ઓછી પંક્તિઓમાં શ્રીમદે અધ્યાત્મમાર્ગનો સાર આપી દીધો છે! સાધકને ઉત્તમ માર્ગ બતાવતા આ ગ્રંથનું અર્થગૌરવ અતિ અસરકારક છે. ભાષાપ્રવાહ હૃદય ઉપર સચોટ અસર કરે છે. એક વાર વાંચ્યા પછી ન ભુલાય એવો આ ગ્રંથ અર્થથી ભરપૂર અને સચોટ છે. તેની પંક્તિઓ એવી હૃદયસ્પર્શી છે કે વારંવાર વાંચવાની ઇચ્છા થાય. વારંવાર રટણ કરવા છતાં કંટાળો ન આવતાં અંતર્મુખ બનાવે એવું દૈવત તેમાં રહેલું છે. આવી રચના કોઈ સાધારણ લેખકથી નીપજી શકે નહીં. સ્વાનુભવ વિના આવું કાવ્ય સર્જી શકાય નહીં એમ સૌ કોઈને આ કાવ્ય વાંચતાં ૧- બ્રહ્મચારીજી શ્રી ગોવર્ધનદાસજી, ‘આત્મસિદ્ધિ વિવેચન’, પ્રાસ્તાવિક, પૃ.૪-૫ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001137
Book TitleAtma Siddhi Shastra Vivechan Part 4
Original Sutra AuthorShrimad Rajchandra
AuthorRakeshbhai Zaveri
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2001
Total Pages794
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Spiritual, & Rajchandra
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy