SearchBrowseAboutContactDonate
Page Preview
Page 383
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૫૦ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન હારીને ચાલ્યો જાય છે. તેનો મનુષ્યભવ એળે જાય છે, ઉત્તમ અવસર તેના હાથથી નીકળી જાય છે; માટે જીવે ચેતી જવું જોઈએ, સાવધાન થવું જોઈએ. આવો અવસર ફરી ફરી નથી મળતો. આ અતિદુર્લભ મનુષ્યભવનો લ્હાવો લઈ લેવો જોઈએ. મર્યાદિત સમયમાં અમર્યાદિત આત્મપુરુષાર્થ આદરવો જોઈએ. સદા શરણભૂત એવા શુદ્ધાત્મદ્રવ્યને અનુભવવાનો ઉદ્યમ કરવો જોઈએ. પોતાના જીવનની એક એક ક્ષણનો ઉપયોગ ત્રિકાળી સ્વરૂપને પકડવામાં જ કરવો જોઈએ. મોક્ષરૂપી પંચમ સ્થાનકની પ્રાપ્તિ માટે આત્મસ્વરૂપનો આશ્રય આવશ્યક હોવાથી જ્ઞાનીઓ, અમૂલ્ય ચિંતામણિ જેવો મનુષ્યદેહ પામીને વિષય-કષાયમાં પ્રવર્તનાર જીવોને આત્માનું અવલંબન લેવાની પ્રેરણા કરે છે. મોક્ષનો ઉપાય કરતાં અવશ્ય મોક્ષ પ્રગટે છે એવી બાંહેધરી આપી તેઓ અતિ પુણ્યના પ્રભાવથી પ્રાપ્ત થયેલા મનુષ્યદેહ દ્વારા શીધ્ર આત્મસાધન કરવા પ્રેરણા કરે છે. તેઓ કરુણાભાવથી જીવોને ઉદ્બોધન કરી કહે છે, હે જીવ! તને આ દુર્લભ મનુષ્ય અવતાર પ્રાપ્ત થયો છે. તે દ્વારા ત્વરાથી આત્માની ઓળખાણ કર. વીતરાગમાર્ગમાં સાવધાન થા. આત્માનો અનુભવ કરીને મોક્ષ સાધવાની આ તક છે. સમ્યગ્દર્શન પ્રાપ્ત કરવાનો આ અવસર મળ્યો છે, માટે હે જીવ! હવે તું પ્રમાદ કરીશ નહીં. અબજો રત્ન આપવા છતાં જેની એક ક્ષણ મળવી મુશ્કેલ છે એવું મનુષ્યપણું જગતના વ્યાપારમાં ગુમાવવાને બદલે આત્માના લાભનો વ્યાપાર કર. તું મનુષ્યભવનો ઉપયોગ ધન, સત્તા આદિ એકઠું કરવામાં કરે છે, પણ તે બધું વ્યર્થ છે. તેનાથી કોઈ લાભ નથી. આત્માની આરાધના કરવાથી લાભ જ લાભ છે. પરદ્રવ્યના ગ્રહણની બુદ્ધિથી તું સંસારદુઃખમાં પીલાઈ રહ્યો છે. હવે તું ઉપયોગને અંતરમાં વાળી ત્વરાથી આત્માને અંગીકાર કર. સ્વદ્રવ્યનો ગ્રાહક થા, રક્ષક થા, વ્યાપક થા, ધારક થા, રમક થા. આત્માને ભૂલીને તે અનંત કાળ ભાવમરણ કર્યું, હવે સ્વપરની ભિન્નતાને જાણીને તારા આત્માને ભાવમરણથી બચાવ. આ માનવભવનો કાળ ભલે ટૂંકો હોય, પરંતુ તે જ તો આત્મહિત સાધવાનું ટાણું છે, ધર્મની કમાણી કરવાનો અવસર છે; માટે ધર્મની કમાણી કર, ચૈતન્યમાં લીન થા, મોક્ષસુખને પામ.' જે જીવ મોક્ષ સાધી શકાય એવા આ મનુષ્યભવરૂપ અવસરને ઓળખીને, સ્વપરનું યથાર્થ જ્ઞાન પ્રગટાવીને આત્માને ઓળખે છે, તેનો નિઃસંદેહપણે મોક્ષ થાય છે. જે આત્માના શુદ્ધ સ્વભાવની શ્રદ્ધા કરે છે તથા તે નિર્દોષ સ્વભાવમાં એકાગ્રતારૂપ ઉત્તમ આચારનું પાલન કરે છે તે અવશ્ય મોક્ષ પામે છે, તેથી શ્રીમદ્ આ ગાથામાં આત્માનાં પાંચ સ્થાનક વિચારીને છઠ્ઠા સ્થાનકે પ્રવર્તી મોક્ષપદરૂપ પંચમ સ્થાનક પ્રાપ્ત કરવાની ભલામણ કરે છે. ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર'નું અધ્યયન કરીને જીવે પાંચ પદની વિચારણા કરી, મોક્ષના ઉપાયમાં પ્રવર્તન કરી, મોક્ષપ્રાપ્તિ કરવા યોગ્ય છે. મોક્ષપ્રાપ્તિ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001137
Book TitleAtma Siddhi Shastra Vivechan Part 4
Original Sutra AuthorShrimad Rajchandra
AuthorRakeshbhai Zaveri
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2001
Total Pages794
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Spiritual, & Rajchandra
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy