SearchBrowseAboutContactDonate
Page Preview
Page 768
Loading...
Download File
Download File
Page Text
________________ ગાથા - ૧૨૫ ગાથા અર્થી - ગાથા ૧૨૪માં સુશિષ્ય કરુણાસિંધુ એવા સદગુરુના અમાપ ઉપકાર પ્રત્યે ભૂમિકા, 4 કૃતજ્ઞપણે અહોભાવ દર્શાવ્યો છે. સદ્ગુરુની ઉચ્ચ આત્મદશા તથા તેમના પરમ ઉપકારને વાચા દ્વારા કહી શકાય તેવાં નહીં હોવાથી શિષ્ય “અહો! અહો!' શબ્દ કહીને આશ્ચર્યયુક્ત અદ્દભુતતાના ભાવ પ્રદર્શિત કર્યા. શ્રીગુરુના પરમ ઉપકારનો પ્રત્યુપકાર વાળવાનો ભાવ સુપાત્ર શિષ્યને થતાં, તે હવે ઉપકારનો બદલો વાળી શકવાની શક્યતા ઉપર વિચાર કરે છે. શ્રીગુરુના પાવન ચરણમાં આત્મનિવેદન કરતાં તે કહે છે – “શું પ્રભુચરણ કને ધરું, આત્માથી સૌ હીન; તે તો પ્રભુએ આપિયો, વતું ચરણાધીન.” (૧૨૫) હું પ્રભુના ચરણ આગળ શું ધરું? (સદ્ગુરુ તો પરમ નિષ્કામ છે; એક નિષ્કામ કરુણાથી માત્ર ઉપદેશના દાતા છે, પણ શિષ્યધર્મે શિષ્ય આ વચન કહ્યું છે.) જે જે જગતમાં પદાર્થ છે, તે સૌ આત્માની અપેક્ષાએ નિર્મુલ્ય જેવા છે, તે આત્મા તો જેણે આપ્યો તેના ચરણસમીપે હું બીજું શું ધરું? એક પ્રભુના ચરણને આધીન વતું એટલે માત્ર ઉપચારથી કરવાને હું સમર્થ છું. (૧૨૫) ઉપકારનો બદલો વાળવો એ એક કર્તવ્યક્રમ છે. વ્યવહારમાં સજ્જન પુરુષ ભાવાર્થ 1 પોતાના ઉપર કરેલા અલ્પ ઉપકારને પણ ભૂલતા નથી અને યથાશક્તિ પ્રત્યુપકાર વાળવાના ભાવ સેવે છે તથા તે ભાવને કાર્યાન્વિત કરવા તત્પર રહે છે. અહીં શિષ્ય વિનયી છે, વિવેકી છે, સુપાત્ર છે, ઉચ્ચદશાવાન છે; તેથી શ્રીગુરુએ કરેલા અમાપ ઉપકારનો પ્રત્યુપકાર વાળવાનો ભાવ તેને સહેજે થાય છે. તે વિચારે છે કે ‘શ્રીગુરુએ નિષ્કારણ કરુણાથી મારા ઉપર અનંત ઉપકાર કર્યા છે. મને જ્ઞાનદાન આપી કૃતાર્થ કર્યો છે. અજ્ઞાનથી અંધ એવા મને ઉપદેશરૂપ અંજન આંજી દેખતો કર્યો છે. મારા અમર્યાદિત સંસારને મર્યાદિત કર્યો છે. આવા પરમ ઉપકારી શ્રીગુરુના ચરણસમીપે દક્ષિણારૂપે હું શું મૂહું તો ઉપકારનો બદલો વાળી શકાય? હું શ્રીગુરુના ચરણકમળમાં શું ધરું?' વ્યવહારમાં કોઈએ કોઈને કંઈ પણ વસ્તુ આપવી હોય તો તે તેના હાથમાં આપવામાં આવે છે, પણ અહીં શિષ્ય શ્રીગુરુને પરમેશ્વરરૂપ માનતો હોવાથી ભક્તિથી તેમના ચરણમાં કંઈક ધરવાનો ભાવ કરે છે. આ ભાવ શ્રીગુરુ પ્રત્યેનો તેનો પૂજ્યભાવ દર્શાવે છે. “શ્રીગુરુના ચરણકમળમાં હું શું અર્પણ કરી શકું?' તેનો વિચાર કરતાં શિષ્યને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001136
Book TitleAtma Siddhi Shastra Vivechan Part 3
Original Sutra AuthorShrimad Rajchandra
AuthorRakeshbhai Zaveri
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2001
Total Pages818
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Spiritual, & Rajchandra
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy