SearchBrowseAboutContactDonate
Page Preview
Page 506
Loading...
Download File
Download File
Page Text
________________ ગાથા-૧૧૦ ४७३ તત્ક્ષણ છોડી દે છે. પણ જીવને આગ્રહ દુઃખદાયક લાગ્યો જ નથી, તેના કારણે ઉત્પન્ન થતી અશુદ્ધિ સમજાઈ જ નથી, તેથી જ આગ્રહ ટકી શક્યો છે. તે જેમ જેમ આગ્રહને વળગતો જાય છે, તેમ તેમ તે વધારે ને વધારે બંધાતો જાય છે. જો જીવે આત્મહિત સાધવું હોય તો તેણે આગ્રહનું હાનિકારક સ્વરૂપ ઓળખીને આગ્રહ સર્વથા છોડી દેવો જોઈએ. તેણે આગ્રહને ટાળી, સિદ્ધપદના સર્વશ્રેષ્ઠ ઉપાયરૂપ સશુરુઆજ્ઞાનું આરાધન કરવું જોઈએ. આગ્રહનો ત્યાગ કરી સદ્ગુરુના ચરણની સમુપાસના કરતાં શુદ્ધ સમકિતની પ્રાપ્તિ થાય છે. સત્યનો સાક્ષાત્કાર કર્યો છે એવા જ્ઞાની પુરુષોનાં માર્ગદર્શનનો, જેમ કહ્યું તેમ અમલ કરતાં જીવને સત્યની ઉપલબ્ધિ થાય છે અને આનંદમય દશાની પ્રાપ્તિ થાય છે. જિજ્ઞાસુ જીવ સત્યનો ઈચ્છુક હોવાથી સદ્ગુરુની આજ્ઞાના આરાધનમાં આત્માર્થનો ઉચ્છેદ કરનારા મત-દર્શનના કદાહોને વચ્ચે લાવતો નથી. તે આગ્રહને આત્માર્થનો વિરોધી અને મોક્ષમાર્ગનો પ્રતિપક્ષી જાણી તેનો ત્વરાથી તૃણની જેમ ત્યાગ કરે છે. તે પોતાના ઇષ્ટ પ્રયોજનની સિદ્ધિમાં વિઘ્નકર્તા એવા આગ્રહથી દૂર જ રહે છે અને સદ્ગુરુલશે પ્રવર્તે છે. જિજ્ઞાસુ જીવ આજ્ઞાના દઢ આરાધનમાં પ્રીતિવંત અને ઉદ્યમી હોય છે. તે જાણે છે કે પોતાની ઇચ્છાએ પ્રવર્તતાં જીવ અનાદિ કાળથી રખડ્યો છે. સગુરુની આજ્ઞા અનુસાર પુરુષાર્થ કરનારને જ સ્વરૂપપ્રાપ્તિ થાય છે, તેથી જિજ્ઞાસુ પોતાના સર્વ અભિપ્રાયનો ત્યાગ કરે છે અને નિત્ય સદ્ગુરુની આજ્ઞા ઉપાસવાનો નિર્ણય કરે છે. ભવમાં જવાને આડા પ્રતિબંધ જેવી આજ્ઞાને પાળીને મારે સર્વ દોષથી છૂટવું જ છે' એવું અપૂર્વ નિશ્ચયબળ તેને પ્રગટે છે. ગમે તેવી પ્રતિકૂળતા આવવા છતાં આજ્ઞાપાલનમાં ઢીલાશ નહીં આવવા દઉં' એવો અફર નિશ્ચય તે કરે છે. આજ્ઞાપાલન માટે આવી અડગતા હોય તો જ મોક્ષ મળે છે. આજ્ઞારાધન વડે આત્મા ઉપરનાં આવરણનો ક્ષય થતાં સિદ્ધસુખ પ્રાપ્ત થાય છે. શ્રીમદ્ લખે છે – આત્માને પુરુષનો નિત્ય આજ્ઞાંકિત રહેવામાં જ કલ્યાણ છે..... સપુરુષની આજ્ઞામાં વર્તવાનો જેનો દઢ નિશ્ચય વર્તે છે અને જે તે નિશ્ચયને આરાધે છે, તેને જ જ્ઞાન સમ્યક્રપરિણામી થાય છે, એ વાત આત્માર્થી જીવે અવશ્ય લક્ષમાં રાખવા યોગ્ય છે.” ૧- જુઓ : ઉપાધ્યાય શ્રી યશોવિજયજીકૃત, ‘અધ્યાત્મસાર', પ્રબંધ ૪, શ્લોક ૧૬૯ 'इदं विदस्तत्त्वमुदारबुद्धिरसद्गृहं यस्तृणवज्जहाति । जहाति नैनं कुलजेव योषिद्गुणानुरक्ता दयितं यशःश्रीः ।।' ૨- ‘શ્રીમદ્ રાજચંદ્ર', છઠ્ઠી આવૃત્તિ, પૃ.૫૫૮ (પત્રાંક-૭૧૯) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001136
Book TitleAtma Siddhi Shastra Vivechan Part 3
Original Sutra AuthorShrimad Rajchandra
AuthorRakeshbhai Zaveri
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2001
Total Pages818
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Spiritual, & Rajchandra
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy