SearchBrowseAboutContactDonate
Page Preview
Page 495
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૬૨ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન પૂર્વગૃહીત અભિપ્રાયો અને માન્યતાઓનો ત્યાગ કરી, સગુરુએ સમ્મત કરેલું સર્વ સમ્મત કરી, તેમની પવિત્ર આજ્ઞાનો આરાધક બને છે અને સદ્ગુરુના માર્ગદર્શન અનુસાર આત્મસાધના કરે છે. તે સગુરુના બોધનું ચિંતન-મનન કરી, આત્મસ્વરૂપનો દઢ નિર્ણય કરી, તેના અજોડ મહિમા સહિત શુદ્ધાત્માની ભાવનામાં રત રહે છે. આત્મભાવના ભાવતાં ભાવતાં આત્મસ્વરૂપમાં એવી તો રમણતા થઈ જાય છે કે સમસ્ત વિકલ્પો અસ્ત પામે છે અને ઉપયોગ નિજસ્વરૂપમાં સ્થિર થાય છે. આમ, જીવ જ્યારે સદ્ગુરુના લક્ષે સ્વસમ્મુખ પુરુષાર્થમાં વર્તે છે ત્યારે કોઈ પરમ ધન્ય પળે તે નિર્મળ, નિરાકુળ, અપરિમિત આનંદમય શુદ્ધાત્માનુભવરૂપ નિશ્ચય સમ્યગ્દર્શનની પ્રાપ્તિ કરે છે. આ નિશ્ચય સમ્યગ્દર્શન કે શુદ્ધ સમકિત ગમે તે મત, પંથ કે સંપ્રદાયમાં, ગમે તે ક્ષેત્ર કે કાળમાં, ગમે તે સગુરુ કે સત્સાધન દ્વારા થાય; પણ ત્યાં આત્માનુભવ તો એક જ પ્રકારનો હોય છે, અર્થાત્ તેમાં કોઈ ભેદ કે પક્ષ હોતો નથી. - જે જીવના અંતરમાં સાચી મુમુક્ષતા જાગે છે, તેને સદ્ગુરુના ચરણવિશેષાર્થ કમળની ઉપાસનાથી આત્માની પ્રીતિ-પ્રતીતિ પ્રગટે છે. તે સદ્ગુરુ પાસેથી જ્ઞાનાનંદસ્વરૂપ આત્માનો અગાધ મહિમા જાણીને લક્ષગત કરે છે અને પછી વારંવાર અભ્યાસ વડે પોતાનાં પરિણામને તેમાં જોડે છે. તે બહાર ભટકતા ઉપયોગને ફેરવીને પોતાના આત્મામાં સ્થિર કરવાનો પુરુષાર્થ કરે છે. પરિણામોની વિશુદ્ધિ થતાં અને કર્મની સ્થિતિ ઘટતાં કોઈ એવો અપૂર્વ અવસર આવીને ઊભો રહે છે કે તેને આત્માનું દર્શન થાય છે. અંતર્મુખ ઉપયોગ વડે તેને આત્માનો અપરોક્ષ અનુભવ થાય છે. આ નિશ્ચય સમ્યગ્દર્શન છે. પાત્રતાથી લઈને પ્રાપ્તિ પર્વતની આ સમગ્ર પ્રક્રિયાને જ્ઞાનીઓએ પાંચ લબ્ધિઓ દ્વારા સ્પષ્ટ રીતે સમજાવી છે. સમ્યગ્દર્શનની પ્રાપ્તિમાં પાંચ લબ્ધિ કારણભૂત છે, અર્થાત્ સમ્યગ્દર્શન પ્રકાશે છે તેની પૂર્વે પાંચ લબ્ધિઓ પ્રાપ્ત થાય છે. લબ્ધિ એટલે સિદ્ધિ. તે લબ્ધિઓ આ પ્રમાણે છે - ક્ષયોપશમલબ્ધિ, વિશુદ્ધિલબ્ધિ, દેશનાલબ્ધિ, પ્રાયોગ્યલબ્ધિ અને કરણલબ્ધિ.૧ કરણલબ્ધિના ત્રણ તબક્કા છે - અધઃકરણ, અપૂર્વકરણ અને અનિવૃત્તિકરણ. આ પાંચ લબ્ધિઓની પ્રાપ્તિ જીવને ક્રમપૂર્વક થાય છે. આ પાંચ લબ્ધિમાંથી પહેલી ચાર સાધારણ લબ્ધિ છે, એટલે કે તે ભવ્ય અને અભવ્ય બન્ને પ્રકારના જીવને હોઈ શકે છે. પ્રાયોગ્યલબ્ધિ સુધી ભવ્ય અને અભવ્ય બન્ને પ્રકારના જીવો પહોંચી શકે છે, અર્થાત્ ગ્રંથિપ્રદેશ સુધી બન્ને પ્રકારના જીવ પહોંચી શકે છે. પાંચમી કરણલબ્ધિ ૧- જુઓ : આચાર્યશ્રી વીરસેનજીકૃત, ધવલા', પુસ્તક ૬, ખંડ ૧, ભાગ ૯-૮, સૂત્ર ૩, ગાથા ૧, પૃ. ૨૦૫ 'खयउवसमिय-विसोही देसण-पाओग्ग-करणलद्धी य । चत्तारि वि सामण्णा करणं पण होइ सम्मत्ते ।।' Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001136
Book TitleAtma Siddhi Shastra Vivechan Part 3
Original Sutra AuthorShrimad Rajchandra
AuthorRakeshbhai Zaveri
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2001
Total Pages818
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Spiritual, & Rajchandra
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy