SearchBrowseAboutContactDonate
Page Preview
Page 484
Loading...
Download File
Download File
Page Text
________________ ગાથા-૧૦૯ ૪૫૧ અવલોકન કરે છે. તે જાણે છે કે માત્ર શાસ્ત્ર-અધ્યયન કરવાથી કાર્યસિદ્ધિ થતી નથી. શબ્દો વંચાય પણ પોતાના ભાવો ન વંચાય તો યથાર્થ લાભ થતો નથી. નિજ અવલોકન દ્વારા પોતાના ભાવો વાંચવાના છે. તે શાસ્ત્રાધ્યયન કરે છે ત્યારે તેને શબ્દો ઉકેલવા સાથે પોતાના ભાવો ઉકેલવાનું લક્ષ પણ મોજૂદ હોય છે. તે તપાસે છે કે વર્તમાન ઉદયમાં સુખ વેદાય તેવા અહિતકારી ભાવોમાં પરિણમવું શા માટે થાય છે? સ્વરૂપપ્રાપ્તિની ભાવનાને એ ભાવો પ્રતિકૂળ હોવા છતાં તેનું શમન શા માટે થતું નથી? તે વખતે જાગૃતિનો અભાવ શા માટે રહે છે? પોતે જ્ઞાન-સુખાદિ અચિંત્ય શક્તિનું નિધાન છે તે જાણવા છતાં અન્ય સુખની વાંછા શા માટે રહે છે? સુખ આત્મામાં છે એમ સમજવું તે એક વાત છે અને પોતામાં સુખ ભાસવું એ જુદી વાત છે. નિજસ્વરૂપનું ભાવભાસન થાય તો જ પોતામાં સુખ ભાસે છે. દરેક જીવને સુખનું જ પ્રયોજન હોવાથી જ્યાં સુખ ભાસે ત્યાં જ તેની વૃત્તિ જાય છે. જીવા જ્યારે અંતરશોધ કરે છે ત્યારે પૌગલિક સુખ પ્રત્યેની વૃત્તિનું વલણ બદલાય છે, અર્થાત્ વૃત્તિનું વલણ આત્મિક સુખ પ્રત્યે થાય છે. હવે તેની વૃત્તિ સુખ માટે પર તરફ ન વળતાં સ્વ તરફ વળે છે. માત્ર ઉપરછલ્લી સમજ દ્વારા અનાદિની વૃત્તિના વલણમાં કોઈ જ ફરક પડતો નથી. ઉપલક સમજથી વિષયોનાં સુખનું આકર્ષણ મટતું નથી અને તેથી તે આત્મઘાતી ઝેર હોવા છતાં પણ ઉદયકાળે તેનો રસ લેવાઈ જાય છે. આત્મશાંતિની તીવ્ર જરૂર ન લાગે ત્યાં સુધી વર્તમાન જાણપણામાં માનસિક શાંતિ પ્રાપ્ત થાય છે, તેમાં ઠીકપણું લાગે છે અને તેમાં જાણ્યે-અજાણે સંતોષ વર્તે છે. પરંતુ જિજ્ઞાસુને માત્ર જાણપણાનો સંતોષ કે ઠીકપણું ન હોવાથી તેનું જાણપણું કાર્યગત થઈ પરિણમનરૂપ થાય છે. પ્રયોગનો પ્રારંભ તત્ત્વજ્ઞાનની સમજણને ઉદયકાળે લાગુ કરવાથી થાય છે. તે ઉદયગત કાર્યોમાં જરા પણ રસ ન લેવાઈ જાય એવી જાગૃતિ સહિત તેમાં પ્રવર્તે છે. પરની મીઠાશ ચૈતન્યરસ ઊપજવામાં અત્યંત વિજ્ઞરૂપ થાય છે એવું તે ગંભીરપણે લક્ષમાં રાખે છે. જો એક ચૈતન્યસ્વભાવ સિવાય બીજે કશે પણ મીઠાશ-રસ-મહિમા રહે તો ચૈતન્યરસ ઉત્પન્ન થઈ શકે નહીં. પરમાં રહી ગયેલી મીઠાશ એક એવી પરિણતિ છે કે જે ઉદય વખતે હાજર થઈ જાય છે અને તેથી તે મીઠાશ વધુ પુષ્ટ થતી જાય છે. અંતરશોધના પ્રયોગમાં આ પ્રકાર ખાસ બાધક છે. જિજ્ઞાસુ આને મોટું નુકસાન સમજતો હોવાથી જાગૃત રહે છે. વ્યવસાય આદિમાં જોડાવું પડતું હોય ત્યારે તેમાં ઉત્સાહ-રસ ન વધે તેવી જાગૃતિ તે રાખે છે, જેથી તેને તે ઉદયભાવનો રસ નડે નહીં. જ્યાં જ્યાં ઉદયમાં પોતાને મમત્વ વર્તતું હોય, ત્યાં પોતાનાં મમત્વપરિણામોને તપાસી મોળાં પાડે છે. ઉદયકાળ તીવ્ર રસ ઉત્પન્ન ન થાય તેનું ખાસ ધ્યાન રાખે છે. તેને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001136
Book TitleAtma Siddhi Shastra Vivechan Part 3
Original Sutra AuthorShrimad Rajchandra
AuthorRakeshbhai Zaveri
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2001
Total Pages818
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Spiritual, & Rajchandra
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy