SearchBrowseAboutContactDonate
Page Preview
Page 190
Loading...
Download File
Download File
Page Text
________________ ગાથા-૯૩ ૧પ૦ કોઈએ મુંડી કોઈએ લોચી, કોઈએ કેશ લપેટી; કોઈ જગાવી કોઈ સુતી છોડી, વેદન કિણહી ન મેટી. કોઈ થાપી કોઈ ઉથાપી, કોઈ ચલાવી કોઈ રાખી; એકમનો મેં કોઈ ન દીઠી, કોઈનો કોઈ નવિ સાખી.૧ અનેક જોગીઓએ એકત્ર થઈને મને મહામાયા બનાવી, સંન્યાસી પરિવ્રાજકોએ મને પરિવારિકા બનાવી, ભક્તિમાર્ગના ઉપાસકોએ મને ભગતડી બનાવી અને મસ્તાન યોગીઓએ મને તેમના મતમાં આસક્ત બનાવી. મને રામ નામ જપાવ્યું, રહેમાનની બંદગી કરાવી તેમજ અરિહંતનો પાઠ ભણાવ્યો અને આ રીતે અનેક જાતની રીત અજમાવી, પણ કોઈએ આત્માની ઓળખાણ કરાવી નહીં. કોઈએ મારું મસ્તક મૂંડાવ્યું, કોઈએ લોન્ચ કરાવ્યો, કોઈએ વાળ વડે મને વીંટી દીધી, કોઈએ જગાડી, કોઈએ ઊંઘતી ત્યજી દીધી, પણ કોઈએ મારા અંતરની વેદના મટાડી નહીં. કોઈએ મને સ્થાપી, કોઈએ ઉત્થાપી, કોઈએ રાખી અને કોઈએ રવાના કરી, પરંતુ એકસરખા અભિપ્રાયવાળા કોઈ ન મળ્યા. આમ, જગતમાં વિદ્યમાન દર્શન અને ધર્મમતો મોક્ષના ઉપાય માટે જે પ્રરૂપણા કરે છે તેમાં એકતા અને અવિરુદ્ધતા દેખાતી નથી. તેઓ વચ્ચે વિચાર-ઐક્યતા જોવા મળતી નથી. મતાનુયાયીઓમાં સત્ય સમજવાની તૈયારીનો અભાવ, સ્વમનસ્થાપન માટે અનેક પ્રકારના અયથાર્થ પ્રયાસ, સહિષ્ણુતાની ખામી અને ક્યારેક તો પરસ્પર વૈમનસ્ય જોવા મળે છે. આવી સ્થિતિમાં મોક્ષનો વાસ્તવિક ઉપાય ક્યો છે તેનો નિર્ણય કરવો અત્યંત કઠણ થઈ પડે છે. પ્રસ્તુત ગાથામાં શિષ્ય શ્રીગુરુ સમક્ષ આ મૂંઝવણ રજૂ કરે છે. શિષ્ય પરમાર્થપ્રાપ્તિનો ઈચ્છુક અને ગવેષક છે, તેથી તે મોક્ષના ઉપાય સંબંધી ઊંડી વિચારણા કરે છે. તત્ત્વ સમજવાની તેની અદમ્ય ઇચ્છા તથા જુદાં જુદાં મત-દર્શનોનો તેનો અભ્યાસ, પૂર્વના પાંચ પદ સંબંધી તેણે કરેલી દલીલો ઉપરથી સ્પષ્ટ જણાય છે. તેથી જ્યારે તે મોક્ષના ઉપાય સંબંધી વિચારણા કરવા બેસે છે ત્યારે તેના મનમાં ભિન્ન ભિન્ન મતદર્શનના અભિપ્રાયોના વિકલ્પો ચમકી ઊઠે છે. ભિન્ન ભિન્ન દર્શનો અને ધર્મમતોમાં મોક્ષમાર્ગની જુદી જુદી કેડીઓ જોઈ તે મૂંઝાઈ જાય છે અને સાચો માર્ગ ક્યો છે તેનો નિર્ણય કરી શકતો નથી. ડૉ. તરુલતાબાઈ મહાસતીજી કહે છે - શિષ્ય બધાં જ દર્શનોનો અભ્યાસ કર્યો છે. અનેકની વાતો સાંભળી છે. તેથી તે મૂંઝવણમાં મુકાઈ ગયો છે કે આટલા બધા માર્ગમાંથી કયો માર્ગ સાચો! વળી એકાદ માર્ગને સાચો માની તેના પર ચાલવા માંડીએ અને જો એ માર્ગ ખોટી મંઝિલે ૧- શ્રી આનંદઘનજીરચિત, પદ ૪૮, કડી ૨-૫ (‘શ્રી આનંદઘનજીનાં પદો', ભાગ-૧, પૃ.૪પ૬-૪૫૭) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001136
Book TitleAtma Siddhi Shastra Vivechan Part 3
Original Sutra AuthorShrimad Rajchandra
AuthorRakeshbhai Zaveri
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2001
Total Pages818
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Spiritual, & Rajchandra
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy