SearchBrowseAboutContactDonate
Page Preview
Page 92
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૧૨૨ ] ૬ જો તુચ્છ સવાદેઃ નાટક: ચેટકા: પ્રેક્ષણકાઃ અને પ્રહસનાથી જ ધર્મ અને સંસ્કૃતિઃ ટકવાના હોત, તેા જગત્ની કાષ્ઠપણુ સાધુસ ́સ્થા કરતાં વિલક્ષણ છકાયની રક્ષક: અને અડીખમઃ શ્રમણુ મુનિઓની પરંપરા તીર્થંકર ભગવંતા સ્થાપિત ન કરત, તેને બદલે નાટકઃ ચેટક ભજવનારાઆના ટાળાંના ટાળાં ઊભા કર્યાં હોત. માટે શ્રમણ: મહાત્માના પ્રાણ સમાન આગમા તેમના જ હવાલામાં રહેવા જોઇએ. આગમેઃ મેલા-ધેલા કાગળેામાં લખેલા પણુ મહામૂલી ચીજ છે તેને ખેાટી રીતે શણગારવામાં તેનું અપમાન છે. સાચી રીતે શણગારવાની ફરજ છે. ૭ રૂપસ'પન્ન અને બુદ્ધિકુશળતાવાળા પૂજ્ય સાધ્વીજી મહારાજને કાઈ વ્યક્તિ કે સત્તા, નાટક * સીનેમાની એકટ્રેસ બનાવવા લાખે। શું કરોડા રૂપિયા આપે, તે પણ આપણે તેમને લઈ જવા દઈશુ કે? જાતને ભાગે પણુ તેમનું શ્રમણપણામાં ટકી રહેવા માટેનું રક્ષણ કરીશું? તે પ્રમાણે પૂજ્ય આગમા વિષે પણ સમજવાનુ છે. ૮ ટ્રસ્ટ કરવા પૂર્વક આપણે આધુનિક બની સંસ્થા ઉભી કરીને, ખરી રીતે તે આપણે પૂજ્ય આગમેાને પરપરાએ ખીજાતે જ હવાલે કરીયે છીએ. ઉપાશ્રયમાંના મુનિયેા હસ્તકના જ્ઞાનભંડારા અને કબાટ પબ્લીક ટ્રસ્ટ એકટના દબાણુથી વહીવટદારેને સોંપી દેવા પડે, અને તે મારફત પબ્લીક કમીશ્નરના તેના ઉપર અધિકાર થાય, તેથી એ જ્ઞાનભંડાર મૂળ જોખમદારાના હાથથી છુટી જાય છે, અને પબ્લીકની મિલ્કત બનાવી દેવાય છે. એ રીતે પરિગ્રહ રહિત થવાની ભાવનાથી જે પૂજ્ય પુરૂષા એવી રીતે સોંપી દેવામાં સ`મત થાય છે, તે આગમા તરફની પેાતાની જવાબદારી અને જોખમદારીથી છુટા થયા છે. એ બનવફાદારીને મહાદોષ તેઓને માથે ન આવી પડે, તે ધ્યાનમાં ખાસ લેવાની બાબત ઉપેક્ષા કરવા જેવી નથી જ. આગમ શાસ્ત્રો અને તેના પુસ્તકા સાચા ત્યાગી મુનિએ માટે પરિગ્રહ નથી, પણ તેના ચારિત્રના જીવન પ્રાણ છે. તેને ભણવાઃ` પાત્રાને ભણાવવા જ રાખવાઃ સાચવવાઃ એ શાસનની રક્ષાનું મહાન કાય છે. જગતના કલ્યાણનુ અદ્ભુત કર્તવ્ય છે. આ તેનુ સાચુ' રહસ્ય છે. પ્રભુએ તે તે વર્ષાંતે જ સાંપ્યાં છે. શ્રાવકે તેની વતી રક્ષણ કરે છે. ૯ મદિરામાંના પ્રતિમાજીના દર્શન એ રીતે થાય છેઃ—(૧) ભાવિક ભક્ત તેની આધ્યાત્મિકતામાં પ્રેરણા આપવાની શક્તિથી રાજી થાય છે. (ર) ત્યારે આધુનિક શેાધકા તેની આકૃતિ શિલ્પ વગેરેથી રાજી થાય છે. અન્તેય બહાર આવીને પ્રતિમાજીની અદ્ભૂતતાના વખાણ કરે છે. પરંતુ બન્નેયની દૃષ્ટિમાં મેટે ફરક હેાય છે. અને તે વખાણની પાછળના હેતુઃ તથા પરિણામેમાં પણુ માટેા ફરક હોય છે. શિલ્પના વખાણુ કરનારાએ તેના મસ્તક કપાવીને પણ તે ખરીદતા હોય તેવા દાખલા બહાર આવતા હોય છે. ત્યારે ભાવિક ભક્ત તેને પેાતાના વસ્ત્રને છેડે પણ સ્પર્શી જાય, તે ક`પી ઉઠતા હૈાય છે. વિરહ-કાતર– પ્રેમી પત્નીની સાડીના કકડાને કે કાગળની ચબરખીને પણ પ્રાણ સમાન ગણી છાતીએ લગાડતા હોય છે. તેમ પ્રભુની હાજરી વિનાના કાળમાં આગા અને પ્રભુપ્રતિમાને વિરહ-કાતર-ભક્ત, પ્રાણ કરતાં પણ અધિક માનતા હોય છે. તે પ્રમાણે આગમેઃ અને શાસ્ત્રાની પ્રશંસા અને વખાણુમાં તથા પ્રસિદ્ધિમાં પણ આજે બે હેતુએ કામ કરી રહ્યા છે. તે સમજવું તેએ. આજે વાહવાહથી દીધદષ્ટિ વિના આપણે ગમે તે કરી બેસીએ અને તેના ભાવિ પરિણામે! જ્યારે વિપરીત આવવા લાગે, ત્યારે કાળુ તેને રોકી શકે ? આપણા સંતાતેમાં એ તાકાત ભાગ્યે જ રહી હશે. અને તે પહેલાં તે તેના ઉપર ખીજાઓને સાક્ષાત્ કબજો થઇ ચૂકયા હશે, અને તેને આધુનિક દષ્ટિથી જે ઉપયોગ કરવા હરશે, તે ચાલુ થઇ ગયેલ હશે. માટે આજથી જ For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.001120
Book TitleTattvarthadhigamsutra Bhumika
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorBechardas Prabhudas Parekh
PublisherJain Shreyaskar Mandal Mahesana
Publication Year1960
Total Pages223
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Principle, Tattvartha Sutra, & Tattvarth
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy