SearchBrowseAboutContactDonate
Page Preview
Page 135
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૦ અધ્યાય : ૪-સૂત્ર-૨૩ તત્ત્વાર્થાધિગમસૂત્ર હીન-હીનતર હોય છે. ગમનાગમન ઓછું ઓછું કરનારા છે. શરીરની લંબાઈ (અવગાહના) ઓછી ઓછી છે. પરિગ્રહ (મમતામૂછ) હીન હીન છે અને અભિમાન મોટાઈ વગેરે કષાયોની માત્રા પણ ઓછી ઓછી છે. કનિષ્ટભાવો હીન-હીનતર છે. ૪-૨૨. પતાિશકર્તાને દ્વિત્રિવેષ ૪-૨૩ પીતપદ્મશુક્લલેશ્યા દ્વિત્રિશેષ ૪-૨૩ પિત-પા-શુક્લલેશ્યાઃ દ્વિ-ત્રિ-શેષેષ ૪-૨૩ સૂત્રાર્થ-બે દેવલોકમાં તેજલેશ્યા, ત્રણ દેવલોકમાં પાલેશ્યા, અને બાકીના સર્વ દેવલોકમાં શુક્લલેશ્યા હોય છે. ૪-૨૩. ભાવાર્થ-સૌધર્મ અને ઈશાન નામના પ્રથમ બે દેવલોકમાં ફક્ત ૧ તેજલેશ્યા હોય છે. સનસ્કુમાર, માહેન્દ્ર અને બ્રહ્મલોક નામના ત્રીજા, ચોથા અને પાંચમા દેવલોકમાં પદ્મવેશ્યા હોય છે. અને લાન્તકાદિ છઠ્ઠા દેવલોકથી ઉપરના તમામ દેવલોકોમાં માત્ર એક શુક્લલેશ્યા જ હોય છે. આ બધી દ્રવ્યલેશ્યા જાણવી. ભાવલેશ્યા અનિયત છે. તેથી જ સંગમદેવ વૈમાનિક હોવાથી દ્રવ્યથી તેજોલેક્ષા વાળો હોવા છતાં ભાવથી કૃષ્ણાદિ લેશ્યાના કારણે ભગવાનને ઉપસર્ગ કરનાર બને છે અને સાતમી નારકીના જીવો દ્રવ્યથી કૃષ્ણલેશ્યાવાળા હોવા છતાં ભાવથી શુભ લેશ્યાવાળા બનવાથી સમ્યત્વ પામનાર બને છે. માટે દેવ-નારકીમાં દ્રવ્યલેશ્યા નિયત છે અને ભાવલેશ્યા અનિયત છે. ૪-૨૩. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001095
Book TitleTattvarthadhigama sutra Tika
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorDhirajlal D Mehta
PublisherJinshasan Aradhana Trust
Publication Year2002
Total Pages357
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Philosophy, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy