SearchBrowseAboutContactDonate
Page Preview
Page 49
Loading...
Download File
Download File
Page Text
________________ ભાય બંનેના કર્તા તરીકે પોતાને જણાવનારી પિતાની પ્રશસ્તિ લખી છે. આ ઉપરાંત નીચેની બે દલીલે આપણને સૂત્રકાર અને ભાષ્યકારનું એક માનવા પ્રેરે છે: ૧. શરૂઆતની કારિકાઓમાં અને કેટલેક સ્થળે ભાષ્યમાં “કહીશું' એવા અર્થ માં “વફા” “વચાર:' વગેરે પ્રથમ પુરુષને નિર્દેશ છે અને એ નિર્દેશમાં કરેલી પ્રતિજ્ઞા પ્રમાણે પાછું સૂત્રમાં જ કહેવામાં આવ્યું છે, તેથી સૂત્ર અને ભાષ્ય બંનેને એકની કૃતિ માનવા વિશે સંદેહ રહેતું નથી. ૨. પહેલેથી ઠેઠ સુધીનું ભાષ્ય જોઈ જતાં એક વાત મન પર હસે છે અને તે એ કે, કોઈ પણ સ્થળે સૂત્રને અર્થ કરવામાં શબ્દની ખેંચતાણ થયેલી નથી, ક્યાયે સૂત્રને અર્થ કરવામાં સંદિગ્ધપણું અગર તો વિકલ્પ કરવામાં નથી આવ્યા; તેમજ સૂત્રની બીજી કોઈ વ્યાખ્યા મનમાં સામે રાખીને સૂત્રને અર્થ કરવામાં નથી આવ્યો, અને ક્યાંયે પણ સૂત્રને પાઠભેદ અવલંબવામાં નથી આવ્યું. આ વસ્તુ સૂત્ર અને ભાષ્ય એકકતૃક હોવાની ચિરકાલીન માન્યતાને સાચી ઠરાવે છે. જ્યાં મૂળ અને ટીકાના કર્તા १. "तत्त्वार्थाधिगमाख्यं बह्वर्थे संग्रह लघुग्रन्थम् । वक्ष्यामि शिष्यहितमिममहद्वचनैकदेशस्य । २२ ॥ "नर्ते च मोक्षमार्गाद्ब्रतोपदेशोऽस्ति ज गति कृत्स्नेऽस्मिन् । “તમારામેતિ મોક્ષના પ્રવક્યામ” રૂ . ૨. ગુજન સૃક્ષો વાઃા –-૫, ૩૭નું ભાષ્ય, આગળનું સૂત્ર ૫. ૪૦ અનાદિરારમાંજ સં પરસ્તાક્યા: ' --૫, ૨૨નું ભાષ્ય, આગળનું સૂત્ર ૫, ૪૨. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001074
Book TitleTattvartha sutra
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorSukhlal Sanghavi
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1977
Total Pages667
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Tattvartha Sutra, Philosophy, J000, J001, Tattvartha Sutra, & Tattvarth
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy