SearchBrowseAboutContactDonate
Page Preview
Page 47
Loading...
Download File
Download File
Page Text
________________ દિગંબરો વાચક ઉમાસ્વાતિને પિતાની પરંપરાના માની તેમની કૃતિ તરીકે માત્ર તત્વાર્થસૂત્રને જ સ્વીકારે છે. જ્યારે તાંબરે તેમને પિતાની પરંપરામાં થયેલા Fરંપરા માને છે અને તેમની કૃતિ તરીકે તત્ત્વાર્થ સૂત્ર ઉપરાંત ભાષ્યને સ્વીકારે છે. આમ હોવાથી પ્રશ્ન એ થાય છે કે, ઉમાસ્વાતિ દિગંબર પરંપરામાં થયેલા છે, કે તાંબર પરંપરામાં થયેલા છે, કે એ બેથી કઈ જુદી જ પરંપરામાં થયેલા છે? આ પ્રશ્નને નિકાલ ભાષ્યના કર્તવની પરીક્ષા અને પ્રશસ્તિની સત્યતાની પરીક્ષાથી જેવો આવી શકે, તે બીજા એકે સાધનથી આવી શકે તેમ અત્યારે લાગતું નથી; તેથી ઉક્ત ભાષ્ય ઉમાસ્વાતિની કૃતિ છે કે અન્યની, તેમ જ તેને અંતમાં આપેલી પ્રશસ્તિ યથાર્થ છે, કલ્પિત છે, કે પાછળથી પ્રક્ષિપ્ત છે, એ સવાલ ચર્ચવા પ્રાપ્ત થાય છે. ભાષ્યના પ્રારંભમાં જે ૩૧ કારિકાઓ છે, તે જોકે ફક્ત મૂળ સૂત્રરચનાને ઉદ્દેશ જણાવવા પૂરતી હેઈ, મૂળ ૧. આ સિવાય ભાષ્યના અંતમાં પ્રશસ્તિ પહેલાં ૩ર અનુષ્ટ્રપ છંદનાં પડ્યો છે. એ પદ્યોની વ્યાખ્યા ભાગની ઉપલબ્ધ બંને વ્યાખ્યામાં છે જ અને વ્યાખ્યાકારે એ પોને ભાષ્યનાં સમજીને જ તે ઉપર લખે છે. એમાંના ૮મા પદ્યને ઉમાસ્વાતિજ્વક માની આ હરિભકે પિતાના “શાસ્ત્રવાર્તાસમુચ્ચય”માં ૬૯૨ મા પદ્ય તરીકે ઉધૃત કર્યું છે. એટલે આઠમા સૈકામાં શ્વેતાંબર આચાર્યો ભાષ્યને નિર્વિવાદપણે પણ માનતા એ નક્કી છે. આ પદ્યોને પૂજ્યપાદે શરૂઆતની કારિકાની પેઠે છોડી જ દીધાં છે, તેમ છતાં પૂજ્યપાદના અનુગામી અકલકે પાછાં પોતાના રાજવાત્તિકના અંતમાં તે પદ્યો લીધાં હોય તેમ લાગે છે; કારણું કે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001074
Book TitleTattvartha sutra
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorSukhlal Sanghavi
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1977
Total Pages667
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Tattvartha Sutra, Philosophy, J000, J001, Tattvartha Sutra, & Tattvarth
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy