SearchBrowseAboutContactDonate
Page Preview
Page 397
Loading...
Download File
Download File
Translation AI Generated
Disclaimer: This translation does not guarantee complete accuracy, please confirm with the original page text.
The Tarvathasutra states that atoms do not possess spatial extent. The term "kāy" is used to refer to the five types of substances: dharma, adharma, and the four other non-living entities along with living beings, indicating that these five substances have spatial extent or region. However, it does not specify the particular number of regions initially; that number is provided here. The regions of dharmastikāya and adharma-stikāya are countless for each substance. The term 'region' refers to such a subtle component that even the imagination of its other components cannot be conceived by an omniscient intellect; such indivisible subtle components are also referred to as 'niransh' or non-qualitative parts. Both dharma and adharma are individual entities, and their regions—indivisible components—are countless. This suggests that these stated substances consist of an indivisible mass, whose countless indivisible subtle components can only be conceived through intellect, and cannot be separated from the substantial mass. The living substance is infinite in terms of individuality. Each living being is a complete entity, with countless regions of spatial extent like that of dharmastikāya. The substance of space is a larger mass than all other substances, as it possesses an infinite spatial extent. The mass of the pudgala (matter) does not have a definite form like dharma, adharma, and the other four substances. This is because some pudgala masses possess multiple finite regions, some possess countless regions, while others have infinite regions, and some have an infinite and infinite number of regions as well.
Page Text
________________ તરવાથસૂત્ર અણુ-પરમાણુને પ્રદેશ હોતા નથી. ધર્મ અધર્મ આદિ ચાર અજીવ અને જીવ એ પાંચ દ્રવ્યો માટે “કાય' શબ્દ વાપરી પહેલાં એ સૂચિત કર્યું છે કે પાંચ દ્રવ્ય અસ્તિકાય અર્થાત પ્રદેશ પ્રચયરૂપ છે; પરંતુ એ પ્રદેશની વિશેષ સંખ્યા પહેલાં બતાવી નથી. તે સંખ્યા અહીંયાં બતાવવામાં આવી છે. ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય એ પ્રત્યેક દ્રવ્યના પ્રદેશ અસંખ્યાત છે. પ્રદેશને અર્થ એક એવો સૂક્ષ્મ અંશ છે કે, જેના બીજા અંશેની કલ્પના સર્વશની બુદ્ધિથી પણ થઈ શકતી નથી; એવા અવિભાજ્ય સૂક્ષ્માંશને નિરંશ અંશ પણ કહે છે. ધર્મ, અધર્મ એ બન્ને દ્રવ્ય એક એક વ્યક્તિરૂપ છે, અને એમના પ્રદેશ–અવિભાજ્ય અંશ અસંખ્યાત, અસંખ્યાત છે; એમ કહેવાથી એ ફલિત થાય કે ઉક્ત બને દ્રવ્ય એક એવા અખંડ કંધરૂપ છે કે જેના અસંખ્યાત અવિભાજ્ય સૂક્ષ્મ અંશ ફક્ત બુદ્ધિથી કલ્પિત કરી શકાય છે, તે વસ્તુભૂત સ્કંધથી અલગ કરી શકાતા નથી. જીવ દ્રવ્ય વ્યક્તિરૂપે અનંત છે. પ્રત્યેક જીવ વ્યક્તિ એક અખંડ વસ્તુ છે, જે ધર્માસ્તિકાયની માફક અસંખ્યાત પ્રદેશપરિમાણ છે. આકાશ દ્રવ્ય બીજાં બધાં દ્રવ્યોથી મોટો સ્કંધ છે; કેમકે તે અનંતપ્રદેશપરિમાણ છે. પુદ્ગલદ્રવ્યના સ્કંધ ધર્મ, અધર્મ આદિ બીજા ચાર દ્રવ્યોની માફક નિયતરૂપ નથી. કેમ કે કઈ પુદ્ગલકંધ સંખ્યાત યો પ્રદેશનો હોય છે, કેઈ અસંખ્યાત પ્રદેશને, કેઈ અનંત પ્રદેશને અને કેઈ અનંતાનંત પ્રદેશનો પણ હોય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001074
Book TitleTattvartha sutra
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorSukhlal Sanghavi
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1977
Total Pages667
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Tattvartha Sutra, Philosophy, J000, J001, Tattvartha Sutra, & Tattvarth
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy