SearchBrowseAboutContactDonate
Page Preview
Page 14
Loading...
Download File
Download File
Page Text
________________ ગ્રન્થ અને ગ્રન્થકાર– મારી દૃષ્ટિએ...... શ્રી રતિભાઈ (રતિલાલ દીપચંદ દેસાઈ) જેવા અભ્યાસી અને સિદ્ધહસ્ત લેખકના હાથે લખાયેલ “શ્રી ભદ્રેશ્વર-વસઈ મહાતીર્થ” નામને આ અભ્યાસપૂર્ણ ગ્રન્થ, સુંદર રીતે છપાઈને, પ્રકાશિત થઈ રહ્યો છે, તે જોઈને એક વિશિષ્ટ આનંદની અને સંતોષની લાગણુ અનુભવી રહ્યો છું. - * શ્રી ભદ્રેશ્વર તીથ એ તો જૈન જગતનું જાણીતું અને માનીતું તીર્થધામ છે. શાંતિ અને પવિત્રતાના ધામ સમાં, જાણીતાં જૈન તીર્થોની નામાવલીમાં આવેલા શ્રી ભદ્રેશ્વર મહાતીર્થનું નામ પણ અગ્રસ્થાને મુકાય છે, અને દિવસે દિવસે એની ખ્યાતિ વધતી જ જાય છે. – શત્રુંજય અને ગિરનાર, આબુ અને રાણકપુર, – સમેતશિખર અને પાવાપુરીનાં પવિત્ર નામની જેમ, – શંખેશ્વર અને ભદ્રેશ્વરનાં નામોનું જેકું પણ લોકહૈયે વસી ગયેલું અને લોકજીભે રમતું થઈ ગયેલું છે. હૃદયમાં શ્રદ્ધા અને ભક્તિનું ભાથું ભરીને ભારતના ખૂણે ખૂણેથી દર વર્ષે લાખો યાત્રિકે જૈન જગતનાં આ મહાન તીર્થધામની યાત્રા કરવા માટે ઊમટતા રહે છે અને જીવનમાં ડગલે ને પગલે સતાવતી અનેક પ્રકારની આધિ, વ્યાધિ ને ઉપાધિઓથી સંતપ્ત બનેલા પોતાના અંતરને પ્રભુભક્તિના શીતલ જલમાં ઝબોળીને, આવાં તીર્થધામોમાં પરમ શાંતિનો અનુભવ કરતા રહે છે, જીવનને ઊર્ધ્વગામી બનાવતા રહે છે. ભડેશ્વર તીર્થની વિશેષતા : આમ જોવા જઈએ તે, ભારતની ચારે દિશાઓમાં એક એકથી ચડિયાતાં એવાં અનેક પ્રાચીન અને અર્વાચીન જૈન તીર્થો શેભી રહ્યાં છે. પરંતુ એ બધાંની વચ્ચે પણ, પોતાની કેટલીક આગવી વિશેષતાઓને કારણે, કચ્છનું શ્રી ભદ્રેશ્વર મહાતીર્થ" જુદું જ તારી આવે છે. ભારતના પશ્ચિમ ખૂણે, અરબી સમુદ્રના કિનારે (ગુજરાત રાજ્યના કચ્છ જિલ્લામાં, મુન્દ્રા તાલુકાના ભદ્રેશ્વર ગામથી થોડેક દૂર ), નીલ ગગનની નીચે, તરફ ખુલી ધરતીની ગાદમાં વિસ્તરેલું આ તીર્થનું અતિવિશાળ કમ્પાઉન્ડ અને એમાં આવેલી અનેક સંદર ઈમારતને સમૂહ દૂરથી કોઈ ભવ્ય વસાહતનું રમણીય દશ્ય ઊભું કરે છે. રંગબેરંગી મકાનની મૂલગૂંથણી વચ્ચે વિશાળ પટાંગણમાં દેવવિમાન સમું શોભી રહેલું બાવન જિનાલયનું એ ભવ્ય-ઉત્તમ મંદિર પ્રથમ દર્શને જ યાત્રિકનાં દિલને હરી લે છે. એ બાવન જિનાલયનાં શિ૯૫મંડિત ત-ધવલ શિખરોની સુંદર હારમાળા પર લહેરાતી વજાઓ અને મંદ મંદ પવનમાં નૃત્ય કરતી ઘંટડીઓને મીઠ–મધુર રણકાર જાણે દૂર દૂરથી આવતા યાત્રિકોને પ્રેમભર્યો આવકાર આપી રહેલ હોય એવું લાગે છે. અને આ તીર્થના આંગણામાં આવી પહોંચેલો યાત્રિક, પછી તો, જેમ જેમ આગળ વધતું જાય છે, તેમ તેમ ત્યાંનું શાંત અને રમણીય વાતાવરણ, જગ્યાની વિશાળતા અને સ્વચ્છતા, રાજમહાલય સમા જિનમંદિરની ભવ્યતા અને સુંદરતા તથા એ જિનમંદિરની આરસજડષ ગર્ભગૃહમાં વિરાજતી જૂના મૂળનાયક શ્રી પાર્શ્વનાથ ભગવાન અને વર્તમાન મૂળનાયક શ્રી મહાવીર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001061
Book TitleBhadreshwar Vasai Mahatirth
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year1937
Total Pages329
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Tirth
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy